શોધખોળ કરો

હવે તમારી આદત પ્રમાણે આપમેળે ચાલશે ફોન, Android માં આવી રહ્યું છે ધાંસુ ફિચર

Android Contextual Suggestions: Android ફોન હવે તમારી આદતો પ્રમાણે ચાલશે. તમારી એક્ટિવિટીના આધારે તે અંદાજો લગાવી લેશે કે તમારુ આગળનું સ્ટેપ શું હશે.

Android Contextual Suggestions: જો તમે એન્ડ્રોઇડ ફોન યુઝ કરો છો તો હવે તે તમારી આદતોના હિસાબથી ચાલશે. એટલે કે એન્ડ્રોઇડ એપ્સ તમારી આદત પર નજર રાખશે અને થોડા સમય પછી ઠીક એવી જ રીતે કામ કરવા લાગશે, જેવું તમે કરો છો. આના માટે ગૂગલ એક નવું ફીચર રોલ આઉટ કરી રહી છે. આને કોન્ટેક્સ્ટ્યુઅલ સજેશન્સ (Contextual Suggestions) કહેવામાં આવી રહ્યું છે. આને અત્યારે એન્ડ્રોઇડ ડિવાઇસ માટે લોન્ચ કરવામાં આવી રહ્યું છે અને આ બાઈ ડિફોલ્ટ ઇનેબલ જ રહેશે. આવો જાણીએ કે આ ફીચર તમારી આદતોને ટ્રેક કેમ કરશે અને પછી તેનાથી શું કરવામાં આવશે.

કેવી રીતે કામ કરશે Contextual Suggestions ફીચર?

ગૂગલે જણાવ્યું કે આ ફીચર એપ્સ દ્વારા યુઝરની ડેલી એક્ટિવિટી અને લોકેશનને એક્સેસ કરશે. આ પછી અંદાજો લગાવશે કે તમારું આગલું સ્ટેપ શું હોઈ શકે છે અને તે હિસાબથી સજેશન બતાવશે. સરળ ભાષામાં સમજીએ તો આ ફીચર એ જોશે કે તમે ફોન પર શું-શું કરો છો. પછી તમારી આદતોના હિસાબથી તમને સજેશન આપશે. ગૂગલે આનું ઉદાહરણ આપતા જણાવ્યું કે જો તમે જીમમાં છો તો આ તમારી ફેવરિટ પ્લેલિસ્ટને સજેસ્ટ કરી શકે છે. આવી જ રીતે જો તમે વીકેન્ડ પર સ્પોર્ટ્સ જુઓ છો તો આ ફોનને ટીવી સાથે કાસ્ટ કરવાનું સજેશન આપશે. કંપનીએ એ સાફ કર્યું છે કે સજેશન બતાવવા માટે યુઝ થનારો ડેટા એપ અથવા ગૂગલ સાથે શેર કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો...Jio નો સૌથી સસ્તો 1 મહિનાનો પ્લાન, 200 રુપિયાથી ઓછા ખર્ચમાં 28 દિવસ એક્ટિવ રહેશે સિમ

શું આને ડિસેબલ કરી શકાય છે?

જો તમે આ ફીચરને યુઝ કરવા નથી માંગતા તો આને ડિસેબલ કરી શકાય છે. ગૂગલે આને પૂરી રીતે બંધ કરવા, લોકેશન વાળા પાર્ટને બંધ કરવા અને સ્ટોર થયેલા ડેટાને પણ ડિલીટ કરવાનો ઓપ્શન આપ્યો છે. આના માટે તમારે સેટિંગમાં જઈને યુઝરનેમ પર ટેપ કરવાનું રહેશે. આ પછી ઓલ સેટિંગ પર ટેપ કરી અધરમાં જાઓ. અહીં તમને આ ફીચર દેખાઈ જશે. તમે આને પોતાની મરજીથી એડજસ્ટ કરી શકો છો.

આ યુઝર્સ માટે અવેલેબલ થયું ફીચર

આ ફીચરને ગૂગલ પ્લે સર્વિસ દ્વારા રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે. હાલમાં આ ગૂગલ પિક્સેલ 10 સીરીઝ માટે અવેલેબલ થઈ ગયું છે. હજુ સુધી આને જૂના પિક્સેલ ફોન અથવા બીજા ફોન માટે લોન્ચ કરવામાં આવ્યું નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે આવનારા થોડા દિવસોમાં બાકી યુઝર્સ માટે પણ આને રોલ આઉટ કરી દેવામાં આવશે. જોકે, આની ટાઇમલાઇન વિશે કંપનીએ કોઈ જાણકારી આપી નથી.

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Embed widget