શોધખોળ કરો

Tri-Fold iPhone: એપલનો નવો iPhone હશે કૉમ્પેક્ટ ડિઝાઇન વાળો, કંપનીનું મોટું પ્લાનિંગ આવ્યું સામે

Tri-Fold iPhone: એપલે હજુ સુધી ફૉલ્ડેબલ સેગમેન્ટમાં કોઈ મૉડેલ લૉન્ચ કર્યું નથી, તેથી ટ્રાઇ-ફૉલ્ડ આઇફોનની રાહ જોવી લાંબી હોઈ શકે છે

Tri-Fold iPhone: ટેક જાયન્ટ્સે નવા પ્રૉજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે. તાજેતરમાં જ કેટલાક લીક્સ સામે આવ્યા છે જે પ્રમાણે માની શકાય છે કે, કંપની મોટા પ્લાનિંગમાં કામ કરી રહી છે. જોકે, હજુ સુધી એપલ કંપની દ્વારા અપકમિંગ આઇફોન મૉડલ વિશે કોઇ જાણકારી આપવામાં આવી નથી. માહિતી પ્રમાણે, ફૉલ્ડેબલ ફોન પછી હવે કંપનીઓએ ટ્રાઇ-ફૉલ્ડ ફોન લાવવાનું શરૂ કર્યું છે. ચીની કંપની હૂઆવેઇએ વિશ્વનો પહેલો ટ્રાઇ-ફૉલ્ડ ફોન લૉન્ચ કર્યો છે અને સેમસંગ પણ આ વર્ષે આવો ફોન લૉન્ચ કરી શકે છે. આવી સ્થિતિમાં બધાની નજર એપલ પર ટકેલી છે. લોકો એપલને પૂછી રહ્યા છે, જે સામાન્ય રીતે નવી ટેકનોલોજીનો મોડો ઉપયોગ કરે છે, શું તેઓ ટ્રાઇ-ફૉલ્ડ આઇફોન જોઈ શકશે? હવે કંપનીના આ પ્લાન વિશેની માહિતી એક રિપોર્ટમાં સામે આવી છે.

આગામી વર્ષે પહેલો Foldable iPhone લાવી શકે છે Apple 
એવી અટકળો છે કે એપલ આવતા વર્ષે ફોલ્ડેબલ આઇફોન લૉન્ચ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં મોટી સ્ક્રીન, ડ્યૂઅલ કેમેરા સિસ્ટમ અને મોટી બેટરી હશે. ફૉલ્ડેબલ હોવા છતાં, તેની ડિઝાઇન સ્લિમ રાખવામાં આવશે. પુસ્તકની જેમ ફૉલ્ડ થતા આ આઇફોન માટે એપલ સેમસંગ પાસેથી ડિસ્પ્લે લેશે અને તેના હિન્જને પોતે ડિઝાઇન કરશે. તેને iPhone 18 સીરીઝ સાથે લૉન્ચ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

Tri-Fold iPhone ને લઇને કંપનીનો શુ પ્લાન છે ?
એપલે હજુ સુધી ફૉલ્ડેબલ સેગમેન્ટમાં કોઈ મૉડેલ લૉન્ચ કર્યું નથી, તેથી ટ્રાઇ-ફૉલ્ડ આઇફોનની રાહ જોવી લાંબી હોઈ શકે છે. પહેલું ફૉલ્ડેબલ 2018 માં લૉન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ એપલે હજુ સુધી ફોલ્ડેબલ આઇફોન લૉન્ચ કર્યો નથી. આવી સ્થિતિમાં કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ટ્રાઇ-ફોલ્ડ આઇફોન માટે આપણે લગભગ 5 વર્ષ રાહ જોવી પડી શકે છે. એપલ આ દાયકાના અંત સુધીમાં તેનો પહેલો ટ્રાઇ-ફોલ્ડ આઇફોન લૉન્ચ કરી શકે છે.

સેમસંગ આ વર્ષે લાવશે પોતાનો Tri-Fold ફોન 
દક્ષિણ કોરિયન કંપની સેમસંગ આ વર્ષે પોતાનો પહેલો ટ્રાઇ-ફૉલ્ડ ફોન લૉન્ચ કરી શકે છે. તેનું નામ ગેલેક્સી જી ફોલ્ડ રાખી શકાય છે. સંપૂર્ણપણે ખોલ્યા પછી, ગેલેક્સી જી ફોલ્ડની સ્ક્રીન 9.96 ઇંચની હોઈ શકે છે. ફોલ્ડ કરવામાં આવે ત્યારે, તેની સ્ક્રીનની ઊંચાઈ સામાન્ય સ્માર્ટફોન જેવી 6.5 ઇંચ હોઈ શકે છે. ગેલેક્સી જી ફોલ્ડનું વજન લગભગ મેટ એક્સટી જેટલું જ એટલે કે 298 ગ્રામ હોવાની શક્યતા છે.

આ પણ વાંચો

Spy Camera: બટનના આકારનો આ જાસૂસી કેમેરો કરી દેશે બ્લેકમેલર્સની છૂટ્ટી, જાણો કઇ રીતે કરે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget