શોધખોળ કરો
Advertisement
ફ્લિપકાર્ટ સેલમાં કઇ કઇ મોંઘી વસ્તુઓ પર 80% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, ક્યાં સુધી ચાલશે આ સેલ, જાણો વિગતે
આ સેલમાં તમે પોતાની જરૂરિયાત પ્રમાણેનો દરેક સામાન સસ્તી કિંમતે ખરીદી શકો છો. આ ઉપરાંત લેપટૉપ પર પણ મોટુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
નવી દિલ્હીઃ દિવાળી અને દશેરા પર જબરદસ્ત ઓફર્સ આપ્યા બાદ હવે ફ્લિપકાર્ટ કંપની ફરી એકવાર ગ્રાહકોને આકર્ષવા મોટી ઓફર સેલ લઇને આવી છે. ફ્લિપકાર્ટે પોતાના પ્લેટફોર્મ પર આજથી ત્રણ દિવસ માટે ફ્લિપસ્ટાર્ટ ડેઝ સેલ શરૂ કર્યો છે.
આ સેલ પહેલી ડિસેમ્બરથી શરૂ થઇને ત્રીજી ડિસેમ્બર સુધી ચાલશે. ખાસ વાત છે કે કંપની આ સેલમાં કેટલીક મોંઘી વસ્તુઓ પર જબરદસ્ત 80 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે આ ઓફરનો લાભ ઉઠાવવા માંગતા હોય તો અહીં જાણો શું છે તે ઓફર્સ......
મોંઘી વસ્તુઓ પર મળી રહ્યું છે 80 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ ફ્લિપસ્ટાર્ટ ડેઝ સેલમાં લેપટૉપ, ટીવી જેવા સામાનો ખુબ સસ્તી કિંમતે ખરીદી શકાય છે. ઇલેક્ટ્રૉનિક્સ એક્સેસરીઝ પર 80 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ ઓફર મળી રહ્યું છે, ટીવી, એસી અને ફ્રિઝ જેવી મોંઘી પ્રૉડક્ટ્સની ખરીદી પર આ સેલમાં તમને મોટુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સેલમાં હેડફોન્સ પર 70 ટકા સુધીની છૂટ મળી રહી છે.
આ વસ્તુઓ પર છે 70 ટકા સુધીની છૂટ.....
કસ્ટમર ફ્લિપસ્ટાર્ટ ડેઝ સેલમાં ખાદ્ય અને પેય પદાર્થ પર 70 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ઉપરાંત સેલમાં બાળકોની દેખરેખ કરવાના સામાન પર પણ 70 ટકા છૂટ મળી રહી છે. આ સેલમાં તમે પોતાની જરૂરિયાત પ્રમાણેનો દરેક સામાન સસ્તી કિંમતે ખરીદી શકો છો. આ ઉપરાંત લેપટૉપ પર પણ મોટુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement