શોધખોળ કરો
Advertisement
WhatsAppમાં આવ્યુ ફિંગરપ્રિન્ટ લૉક ફિચર, આ રીતે કરી શકાશે તમારા મોબાઇલમાં સેટ......
એન્ડ્રોઇડ યૂઝર્સ હવે ફિંગરપ્રિન્ટ લૉક ફિચરથી એપને અનલૉક કરી શકશે. આ ફિચર iOSમાં પહેલાથી જ અવેલેબલ છે
નવી દિલ્હીઃ દુનિયાના લોકપ્રિય મેસેજિંગ એપ વૉટ્સએપમાં યૂઝર્સ માટે ખાસ ફિચર રિલીઝ કરી દીધુ છે, એન્ડ્રોઇડ યૂઝર્સ હવે ફિંગરપ્રિન્ટ લૉક ફિચરથી એપને અનલૉક કરી શકશે. આ ફિચર iOSમાં પહેલાથી જ અવેલેબલ છે. જોકે હવે એન્ડ્રોઇડ પર રૉલઆઉટ કરી દેવામાં આવ્યુ છે.
ફિંગરપ્રિન્ટ લૉક સેન્સર ફિચરમાં શું શું મળશે
જો તમે નક્કી કરેલા સમય પર વૉટ્સએપને ઇનેબલ કરીને મુક્યુ હશે તો તે સમય પછી વૉટ્સએપ ખુદ અનલૉક થઇ જશે, આ સમય તમે જાતે સિલેક્ટ કરી શકશો. તમે 1 મિનીટથી લઇને 30 સુધીનો સમય આમાં સિલેક્ટ કરી શકો છો.
આ રીતે યૂઝ કરો ફિંગરપ્રિન્ટ લૉક સેન્સર
સૌથી પહેલા યૂઝર્સે પોતાની એન્ડ્રોઇડ વૉટ્સએપ એપ પર જવુ પડશે. બાદમાં સેટિંગ્સમાં જાઓ, અહીં તમને એકાઉન્ટનો ઓપ્શન દેખાશે, તેના પર ટેપ કરો. આ પછી પ્રાઇવસીમાં જઇને ફિંગરપ્રિન્ટ લૉક સિલેક્ટ કરો. હવે Unlock with fingerprint option ને ઇનેબલ કરી દો. હવે તમારી પાસે ફિંગરપ્રિન્ટ કન્ફોર્મ કરવામાં આવશે, પછી કન્ફોર્મ પર ટેપ કરી દો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion