શોધખોળ કરો
Advertisement
આઇફોન ખરીદો સસ્તામાઃ અહીં iPhone 11 પર મળી રહ્યું છે 8400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
અમેઝોન પર પ્રાઇમ ડે સેલ આજથી બીજા અને છેલ્લા દિવસ પર છે. આ સેલમાં જો તમે આઇફોન ખરીદવા માંગતા હોય તો સારો મોકો છે. અહીં આઇફોન 11 સસ્તી કિંમતે મળી રહ્યો છે
નવી દિલ્હીઃ આઇફોન લવર્સ માટે સારા સમચાર છે, અમેઝોન પર પ્રાઇમ ડે સેલ આજથી બીજા અને છેલ્લા દિવસ પર છે. આ સેલમાં જો તમે આઇફોન ખરીદવા માંગતા હોય તો સારો મોકો છે. અહીં આઇફોન 11 સસ્તી કિંમતે મળી રહ્યો છે. આ સેલમાં આઇફોન પર લગભગ 8 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
અમેઝોન પ્રાઇમ ડે સેલમાં આઇફોન 11ના 64જીબી ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટ પર 8400 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામં આવી રહ્યું છે. આ પછી આ ફોનની કિંમત માત્ર 59990 રૂપિયા થઇ જાય છે. વળી આઇફોન 11ના 128જીબી વાળા વેરિએન્ટ પર 8100 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. આ પછી આ ફોનને તમે 65500 રૂપિયામાં ખરીદી શકો છો. આઇફોન 11 પર મળી રહેલું ડિસ્કાઉન્ટ ફોનના દરેક કલર વેરિએન્ટ પર મળી રહ્યું છે.
આઇફોન 11 સીરીઝે ગયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યુ હતુ, આઇફોન 11 આ સીરીઝનો સૌથી વધુ વેચાનારો ફોન રહ્યો હતો. આઇડીસી ઇન્ડિયા અનુસાર પ્રીમિયમ સેગમેન્ટમાં એપલે 62.7 ટકા શેરની સાથે જાન્યુઆરી-માર્ચ વાળી ત્રિમાસિકમાં સેમસંગ અને વનપ્લસને પાછળ પાડી દીધુ હતુ.
iPhone 11 એપલ iOS 13 આઉટ ઓફ ધ બૉક્સ પર કામ કરે છે. ફોનમાં 6.1 ઇંચની લિક્વિડ રેટિના એચડી એલસીડી પેનલ આપવામાં આવી છે. ફોનને ગ્લાસ અને એલ્યૂમિનીયમ બૉડી ડિઝાઇન કરવામાં આવી છે. આ ફોન A13 બાયૉનિક ચિપસેટ પર કામ કરે છે. કેમેરાની વાત કરીએ તો આ ફોન ડ઼્યૂલ રિયર કેમેરા સેટઅપની સાથે આવે છે. આમાં 12 મેગાપિક્સલનો લેન્સ આપવામાં આવ્યો છે. આમાં એક વાઇડ એન્ગલ અને બીજો એલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ છે, સેલ્ફી માટે ફોનમાં 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement