શોધખોળ કરો
Advertisement
ગૂગલમાં આવ્યુ નવુ ટૂલ, હવે તમારી સર્ચ અને લૉકેશન હિસ્ટ્રી થઇ જશે ઓટોમેટિક ડિલીટ, જાણો કઇ રીતે......
આ ફિચર ગૂગલ એપ્લિકેશન અને વેબની સર્ચ હિસ્ટ્રીને ડિલીટ કરશે. સાથે જ કંપની આ ફિચર યૂટ્યૂબ માટે પણ લઇને આવ્યુ છે. યુટ્યૂબ પર સર્ચ હિસ્ટ્રીમાથી 18 મહિનામાં ઓટૉમેટિકલી ડિલીટ થઇ જશે. પહેલા આ 36 મહિનામાં ડિલીટ થઇ જતી હતી
નવી દિલ્હીઃ ટેક જાયન્ટ ગૂગલ પોતાના યૂઝર્સ માટે એક નવુ પ્રાઇવસી ટૂલ લઇને આવ્યુ છે. આ ટૂલ અંતર્ગત ગૂગલમાંથી 18 મહિનાઓ બાદ તમારી સર્ચ અને લૉકેશન હિસ્ટ્રી ઓટોમેટિકલી ડિલીટ થઇ જશે. પહેલા સર્ચને ડિલીટ કરવા માટે સેટિંગમાં જઇને આને ઇનેબલ કરવુ પડતુ હતુ, પણ હવે આ નવુ ફિચર બાય ડિફૉલ્ટ કામ કરશે.
આ ફિચર ગૂગલ એપ્લિકેશન અને વેબની સર્ચ હિસ્ટ્રીને ડિલીટ કરશે. સાથે જ કંપની આ ફિચર યૂટ્યૂબ માટે પણ લઇને આવ્યુ છે. યુટ્યૂબ પર સર્ચ હિસ્ટ્રીમાથી 18 મહિનામાં ઓટૉમેટિકલી ડિલીટ થઇ જશે. પહેલા આ 36 મહિનામાં ડિલીટ થઇ જતી હતી.
વળી, જુના યૂઝર્સ જેની પાસે પહેલાથી જ આ સેટિંગ ઇનેબલ છે, ગૂગલ તેમના સેટિંગમાં ફેરફાર નહીં કરે. જોકે, તેમને ઓટો ડિલીટ કન્ટ્રૉલ વિશે રિમાન્ડ કરાવતુ રહેશે.
ગૂગલ સીઇઓ સુંદર પિચાઇએ એક બ્લૉગ પૉસ્ટમાં લખ્યું- અમે તમારી માહિતી કોઇને નથી વેચતા, અને અમે તે એપ્સમાં ઇન્ફોર્મેશનનો યૂઝ નથી કરતા, જેને તમે જીમેઇલ, ડ્રાઇવ, કેલેન્ડર અને ગૂગલ ફોટોઝમાં રાખો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion