શોધખોળ કરો
સેલમાં રેડમીનો આ ફોન મળી રહ્યો છે એકદમ સસ્તો, 5000mAhની બેટરી સાથે છે દમદાર ફિચર્સ, જાણો ઓફર
જો તમે ફોન ખરીદવાનો પ્લાનિંગ કરી રહ્યાં છો તો Redmi 9i ફોન તમારી બેસ્ટ ડીલ બની શકે છે. આ સેલમાં આ ફોન સસ્તી કિંમતે અવેલેબલ છે
![સેલમાં રેડમીનો આ ફોન મળી રહ્યો છે એકદમ સસ્તો, 5000mAhની બેટરી સાથે છે દમદાર ફિચર્સ, જાણો ઓફર heavy discount on redmi 9i smartphone in flipkart sale સેલમાં રેડમીનો આ ફોન મળી રહ્યો છે એકદમ સસ્તો, 5000mAhની બેટરી સાથે છે દમદાર ફિચર્સ, જાણો ઓફર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/21160707/Redmi-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ રિપબ્લિક ડેના તહેવાર પ્રસંગે ફ્લિપકાર્ટ બિગ સેવિંગ્સ ડેઝ ચાલુ છે. આ સેલમાં કેટલાક મોંઘા અને લેટેસ્ટ ફિચર્સ વાળા ફોન સસ્તી કિંમતે ખરીદવાનો બેસ્ટ મોકો મળી રહ્યો છે. જો તમે ફોન ખરીદવાનો પ્લાનિંગ કરી રહ્યાં છો તો Redmi 9i ફોન તમારી બેસ્ટ ડીલ બની શકે છે. આ સેલમાં આ ફોન સસ્તી કિંમતે અવેલેબલ છે.
આ છે કિંમત
કંપનીએ આને માર્કેટમાં બે વેરિએન્ટ સાથે ઉતાર્યો છે. ફોનના 4 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 7,999 રૂપિયા છે. જ્યારે આના 4 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 9,299 રૂપિયા છે. રેડમીના આ ફોનને 8,299 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો.
Redmi 9iની સ્પેશિફિકેશન્સ
Redmi 9i સ્માર્ટફોનમાં 6.53 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન ઓક્ટાકૉર મીડિયાટેક હીલિયો G25 પ્રૉસેસર વાળો છે. ફોન મિડનાઇટ બ્લેક, સી બ્લૂ, અને નેચર ગ્રીન કલર ઓપ્શનમાં અવેલેબલ છે. ફોટોગ્રાફી માટે ફોનમાં સિંગલ રિયર અને સિંગલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આમાં એફ/2.2 અપર્ચરની સાથે 13 મેગાપિક્સલ રિયર કેમેરો છે. વળી સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે એફ/2.2 અપર્ચરની સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળે છે. ફોનમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 10Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)