શોધખોળ કરો

એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ

Solar Panel: સોલર પેનલની અંદર સિલિકોનથી બનેલા ફોટોવોલ્ટેઇક (Photovoltaic) સેલ્સ લગાવેલા હોય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સૂર્યના કિરણો ફોટોવોલ્ટેઇક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરે છે.
  • 400W સોલર પેનલ કલાકમાં 0.4 યુનિટ વીજળી ઉત્પાદન કરી શકે.
  • 3kW સોલર સિસ્ટમ રોજ 12-18 યુનિટ વીજળી બનાવે.

Solar Panel: મોંઘી વીજળીના કારણે આજે લગભગ તમામ જગ્યાઓ પર સોલર એનર્જી ખૂબ જ ઝડપથી વિકસી રહી છે. હવે લોકો પોતાના ઘરોમાં વીજળીના સપ્લાય માટે સોલર પેનલનો ઉપયોગ કરવા લાગ્યા છે. જણાવી દઈએ કે સોલર એનર્જી પર્યાવરણને પણ અનુકૂળ છે, એટલા માટે સરકાર પણ સોલર પેનલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. આજે માર્કેટમાં અનેક પ્રકારની સોલર પેનલ ઉપલબ્ધ છે. લોકો પોતાની જરૂરિયાત મુજબ સોલર પેનલની પસંદગી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એક કલાકમાં સોલર પેનલ કેટલી વીજળી પેદા કરે છે? ચાલો વિગતવાર જાણીએ.

 

કેવી રીતે સૂર્યના પ્રકાશમાંથી વીજળી તૈયાર થાય છે

માહિતી અનુસાર, સોલર પેનલની અંદર સિલિકોનથી બનેલા ફોટોવોલ્ટેઇક (Photovoltaic) સેલ્સ લગાવેલા હોય છે. હવે જ્યારે સૂર્યના કિરણો આ સેલ્સ પર પડે છે, ત્યારે તેમાં રહેલા ઇલેક્ટ્રોન્સ એક્ટિવ થઈ જાય છે અને તેમનો પ્રવાહ (Flow) શરૂ થઈ જાય છે. આ પ્રવાહ ડાયરેક્ટ કરંટ (DC) વીજળીના સ્વરૂપમાં બહાર નીકળે છે.

આ પણ વાંચો... Aadhaar માં મફતમાં અપડેટ કરી શકો છો email ID, UDAI એ જણાવી સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ, જાણો 

ત્યારબાદ આ DC વીજળી ઇન્વર્ટરમાં જાય છે, જ્યાં તેને અલ્ટરનેટિંગ કરંટ (AC) માં બદલવામાં આવે છે. આ જ AC વીજળી ઘરના પંખા, ટીવી, ફ્રિજ, એસી અને અન્ય ઉપકરણો ચલાવવાના કામમાં આવે છે.

એક કલાકમાં કેટલી વીજળી પેદા થાય છે

વાસ્તવમાં, સોલર પેનલ દ્વારા બનતી વીજળી તેના Watt, સૂર્યના પ્રકાશ અને હવામાન પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે જણાવી દઈએ કે જો તમારી પાસે 400W ની સોલર પેનલ છે અને તેને એક કલાક સુધી સારો અને સીધો તડકો મળે છે, તો તે લગભગ 0.4 યુનિટ (0.4 kWh) વીજળી પેદા કરી શકે છે.

આ જ રીતે, 100W ની પેનલ લગભગ 0.1 યુનિટ પ્રતિ કલાક, 250W ની પેનલ લગભગ 0.25 યુનિટ પ્રતિ કલાક અને 500W ની પેનલ લગભગ 0.5 યુનિટ પ્રતિ કલાક વીજળી પેદા કરવા સક્ષમ છે. જોકે, જો સોલર પેનલ યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરેલી ન હોય, હવામાન બરાબર ન હોય અથવા તો અન્ય કોઈ કારણોસર પણ વીજળી પેદા કરવાની ક્ષમતામાં ફેરફાર થઈ શકે છે.

એક દિવસમાં કેટલી વીજળી મળે છે

તમને જણાવી દઈએ કે દેશમાં સામાન્ય રીતે રોજ 4 થી 6 કલાકનો સારો તડકો મળી રહે છે. આવામાં જો તમારા ઘરમાં 400W ની એક પેનલ લગાવેલી છે, તો તે આખા દિવસમાં લગભગ 1.6 થી 2.4 યુનિટ સુધી વીજળી બનાવી શકે છે. બીજી તરફ, જો તમારા ઘરમાં 3 કિલોવોટ (3kW) ની સોલર સિસ્ટમ લગાવેલી છે, તો તે હવામાન અને તડકા અનુસાર દરરોજ આશરે 12 થી 18 યુનિટ સુધી વીજળી પેદા કરી શકે છે.

Frequently Asked Questions

સોલર પેનલનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?

મોંઘી વીજળી અને પર્યાવરણીય ફાયદાઓને કારણે સોલર પેનલ લોકપ્રિય છે. સરકાર પણ તેના ઉપયોગને પ્રોત્સાહન આપે છે, જેથી ઘરોમાં વીજળીનો સપ્લાય કરી શકાય.

સોલર પેનલ સૂર્યના પ્રકાશમાંથી વીજળી કેવી રીતે બનાવે છે?

સોલર પેનલમાં સિલિકોનથી બનેલા ફોટોવોલ્ટેઇક સેલ્સ હોય છે. સૂર્યના કિરણો પડતાં ઇલેક્ટ્રોન્સ એક્ટિવ થઈ DC વીજળી ઉત્પન્ન કરે છે, જેને ઇન્વર્ટર AC માં રૂપાંતરિત કરે છે.

સોલર પેનલ દ્વારા વીજળી ઉત્પાદન શેના પર આધાર રાખે છે?

સોલર પેનલ દ્વારા બનતી વીજળી તેના વોટ, સૂર્યના પ્રકાશની તીવ્રતા અને હવામાન પર આધાર રાખે છે. યોગ્ય ઇન્સ્ટોલેશન પણ ઉત્પાદન ક્ષમતાને અસર કરે છે.

3kW ની સોલર સિસ્ટમ એક દિવસમાં કેટલી વીજળી પેદા કરી શકે છે?

ભારતમાં સામાન્ય રીતે 4 થી 6 કલાક સારો તડકો મળે છે. આ સંજોગોમાં 3kW ની સોલર સિસ્ટમ દરરોજ આશરે 12 થી 18 યુનિટ સુધી વીજળી બનાવી શકે છે.

ટોપ સ્ટોરી

Jio અને Airtel ના પ્લાનમાં 11 રુપિયાનો તફાવત, જાણો ડેટા અને વેલિડીટીમાં કોણ આગળ
Jio અને Airtel ના પ્લાનમાં 11 રુપિયાનો તફાવત, જાણો ડેટા અને વેલિડીટીમાં કોણ આગળ
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 
Apple ના ફૉલ્ડેબલ iPhone ની બેટરી કેટલી મોટી ? કેપેસિટીનો થયો ખુલાસો
Apple ના ફૉલ્ડેબલ iPhone ની બેટરી કેટલી મોટી ? કેપેસિટીનો થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?
IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
Embed widget