શોધખોળ કરો

Instagram Plus: ઇન્સ્ટાગ્રામ વાપરવા માટે હવે આપવા પડશે પૈસા? જાણો શું છે આ નવો પ્લાન અને તેના ફીચર્સ

Instagram Plus માં ઉપર જણાવેલા ફીચર્સ ઉપરાંત કસ્ટમાઈઝેશન માટે પણ કેટલાક ટુલ્સ મળશે. પેઇડ સબ્સ્ક્રાઇબર્સ એપ આઇકનને કસ્ટમ કરી શકશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મેટા હવે માત્ર જાહેરાતો પર નિર્ભર રહેવા માંગતું નથી.
  • Instagram Plus માં સ્ટોરી રિ-વોચ, વિસ્તૃત ઓડિયન્સ લિસ્ટ મળશે.
  • યુઝર્સ એપ આઇકન, Super Heart રિએક્શન કસ્ટમાઇઝ કરી શકશે.
  • Instagram Plus અને Facebook Plus નું માસિક સબ્સ્ક્રિપ્શન $3.99 રહેશે.

Instagram Plus: મેટા હવે રેવન્યુ માટે માત્ર જાહેરાતો પર નિર્ભર રહેવા માંગતી નથી. કંપનીને લાગે છે કે એક્સ્ટ્રા ફીચર્સ અને ટુલ્સ માટે કેટલાક લોકો પૈસા આપવા તૈયાર છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કંપનીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ Instagram, Facebook અને WhatsApp ના પેઇડ સબસ્ક્રિપ્શન રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું અને હવે કંપનીએ તેને સત્તાવાર રીતે રજૂ કરવાનું શરૂ કર્યું છે. આજે આપણે જાણીશું કે ઇન્સ્ટાગ્રામના સબસ્ક્રિપ્શન પ્લાન Instagram Plus માં કયા કયા ફીચર્સ મળે છે અને તેના માટે કેટલી રકમ ચૂકવવી પડશે.

Instagram Plus માં શું-શું મળશે?
Instagram Plus ખાસ કરીને એવા લોકો માટે વધુ ઉપયોગી છે જેઓ સતત સ્ટોરી પોસ્ટ કરે છે અને તેના પર વધુ કંટ્રોલ ઈચ્છે છે. આ પ્લાન લેનારા યુઝર્સ જોઈ શકશે કે તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને કેટલા લોકોએ Re-watch કરી છે. તેમને 'ક્લોઝ ફ્રેન્ડ્સ' સિવાય પણ ઓડિયન્સ લિસ્ટ બનાવવાનો અને સ્ટોરીને 24 કલાકથી વધુ સમય સુધી લાઈવ રાખવાનો વિકલ્પ મળશે. સાથે જ તેમને અઠવાડિયામાં એક સ્ટોરીને Spotlight કરવાની તક મળશે, જેથી તેની વિઝિબિલિટી વધી શકે.

આ પણ વાંચો... ચીને કર્યો 6G કમાલઃ હવે WiFi નહીં પ્રકાશથી ચાલશે ઇન્ટરનેટ, આંખના પલકારામાં પહોંચી જશે ડેટા

અન્ય ફીચર્સની વાત કરીએ તો:

  • સ્ટોરી જોનારા લોકોના લિસ્ટમાં સર્ચ કરવાનો વિકલ્પ.
  • કોઈની વ્યૂઅર લિસ્ટમાં આવ્યા વગર સ્ટોરી જોવાની સુવિધા.
  • ફોલોઅર્સની ફીડમાં પોસ્ટ કર્યા વગર માત્ર પોતાની પ્રોફાઇલ પર પોસ્ટ કરવાનો વિકલ્પ.

કસ્ટમાઈઝેશનના વિકલ્પો પણ મળશે
Instagram Plus માં ઉપર જણાવેલા ફીચર્સ ઉપરાંત કસ્ટમાઈઝેશન માટે પણ કેટલાક ટુલ્સ મળશે. પેઇડ સબ્સ્ક્રાઇબર્સ એપ આઇકનને કસ્ટમ કરી શકશે. તેમને એનિમેટેડ Super Heart રિએક્શન અને વધુ પ્રોફાઇલ પિન્સ (Profile Pins) ના વિકલ્પ પણ મળશે. જો જોવામાં આવે તો, કસ્ટમાઈઝેશન અને સ્ટોરી સંબંધિત ઓપ્શન્સ સિવાય આ પ્લાનમાં યુઝર્સ માટે ખાસ કંઈ એક્સ્ટ્રા નથી. જોકે, કંપનીએ કહ્યું છે કે આગળ જતાં તેમાં વધુ કેટલાક મજેદાર ફીચર્સ ઉમેરવામાં આવી શકે છે. બીજી તરફ ફેસબુક પ્લસની વાત કરીએ તો તેમાં પણ ઇન્સ્ટાગ્રામ પ્લસ જેવા જ ફીચર્સ મળવાની વાત કહેવામાં આવી છે.

Instagram Plus માટે કેટલા પૈસા ચૂકવવા પડશે?
મેટાએ ઇન્સ્ટાગ્રામ પ્લસ અને ફેસબુક પ્લસ માટે એકસરખી કિંમત રાખી છે. બંને પ્લાનની કિંમત 3.99 ડોલર (લગભગ 380 રૂપિયા) પ્રતિ મહિને રાખવામાં આવી છે. જોકે, ભારત માટે પ્રાઈસિંગની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે પેઇડ સબસ્ક્રિપ્શન આવ્યા પછી પણ આ એપ્સના કોર ફંક્શન જેવા કે પોસ્ટિંગ, મેસેજિંગ, સ્ક્રોલિંગ વગેરે પહેલાની જેમ જ ફ્રી રહેશે.

Frequently Asked Questions

Instagram Plus શું છે?

Instagram Plus એ Instagram નું પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાન છે. મેટા તેને રેવન્યુ માટે વધારાના ફીચર્સ અને ટૂલ્સ પ્રદાન કરવા માટે રજૂ કરી રહ્યું છે.

Instagram Plus માં કયા ફીચર્સ મળશે?

Instagram Plus માં સ્ટોરીના re-watchers જોવાની, 24 કલાકથી વધુ સ્ટોરી રાખવાની, અને અઠવાડિયામાં એક સ્ટોરી spotlight કરવાની સુવિધા મળશે.

Instagram Plus કેટલા પૈસામાં મળશે?

Instagram Plus ની કિંમત 3.99 ડોલર (લગભગ 380 રૂપિયા) પ્રતિ મહિને છે. જોકે, ભારતીય કિંમત હજુ સુધી જાહેર કરાઈ નથી.

પેઇડ સબસ્ક્રિપ્શન પછી પણ Instagram વાપરવું ફ્રી રહેશે?

હા, પેઇડ સબસ્ક્રિપ્શન પછી પણ પોસ્ટિંગ, મેસેજિંગ, સ્ક્રોલિંગ જેવા Instagram ના મુખ્ય કાર્યો પહેલાની જેમ જ મફત રહેશે.

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ
BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
Embed widget