શોધખોળ કરો
Advertisement
iPhone 11ને સસ્તી કિંમતે ખરીદવાનો છેલ્લો મોકો, અહીં મળી મળી રહ્યું છે બિગ ડિસ્કાઉન્ટ
ફ્રીડમ સેલ અંતર્ગત સ્માર્ટફોન પર 40 ટકા સુધીની ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફ્રીડમ સેલમાં અમેઝોન પોતાના ગ્રાહકોનને એપલ Apple iPhone 8 Plus અને iPhone 11 પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે
નવી દિલ્હીઃ આઇફોન લવર્સ માટે ખુશખબર છે, અમેઝોન પર ફ્રીડમ સેલનો આજે છેલ્લો દિવસ છે, આ સેલની શરૂઆત 8 ઓગસ્ટથી થઇ હતી, આવામાં આજે છેલ્લો દિવસે તમે એપલનો મનગમતો ફોન ખરીદી શકો છો. આ ફ્રીડમ સેલ અંતર્ગત મોટી ઓફર આપવામાં આવી રહી છે. જો તમે આઇફોન ખરીદવા માંગતા હોય તો અહીંથી સસ્તામાં ખરીદી શકો છો.
ફ્રીડમ સેલ અંતર્ગત સ્માર્ટફોન પર 40 ટકા સુધીની ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફ્રીડમ સેલમાં અમેઝોન પોતાના ગ્રાહકોનને એપલ Apple iPhone 8 Plus અને iPhone 11 પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.
અમેઝોન પર ચાલી રહેલા સેલ અંતર્ગત Apple iPhone 11ના 64 GB, બ્લેક મૉડલ 62,900 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે ચાલુ દિવસોમાં આની કિંમત 68,300 રૂપિયા છે. Apple iPhone 11ના 128 GB મૉડલને 68,900 રૂપિયા અને 256 GB મૉડલને 84,100 રૂપિયામાં ખરીદી શકો છો.
Apple iPhone 8 Plusના 64 GB સિલ્વર મૉડલને ગ્રાહક 49 ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. અમેઝોન ફ્રીડમ સેલ દરમિયાન ગ્રાહક આને 39,900માં ખરીદી શકે છે. ચાલુ દિવસોમાં આની કિંમત 77,560 રૂપિયા સુધીની હોય છે. આ સેલ દરમિયાન ગ્રાહક 37,660 રૂપિયાની બચત કરી શકો છો. આની સાથે આના પર ગ્રાહકોને SBI ક્રેડિટ કાર્ડ પર 10%નુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
અમેઝોન ફ્રીડમ સેલ અંતર્ગત ગ્રાહકોને SBI ક્રેડિટ કાર્ડ અને EMIs પર 10%નુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહી છે. જેનો અર્થ છે ગ્રાહકોને 1,500 રૂપિયાની એકસ્ટ્રા બચત થઇ શકે છે, વળી, કોઇપણ મોબાઇલના એક્સચેન્જ અંતર્ગત iPhone 11 64 GB બ્લેક પર 11,200 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે.
iPhone 11ની ખાસિયત....
આઇફોન 11 સીરીઝે ગયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યુ હતુ, આઇફોન 11 આ સીરીઝનો સૌથી વધુ વેચાનારો ફોન રહ્યો હતો. આઇડીસી ઇન્ડિયા અનુસાર પ્રીમિયમ સેગમેન્ટમાં એપલે 62.7 ટકા શેરની સાથે જાન્યુઆરી-માર્ચ વાળી ત્રિમાસિકમાં સેમસંગ અને વનપ્લસને પાછળ પાડી દીધુ હતુ.
iPhone 11 એપલ iOS 13 આઉટ ઓફ ધ બૉક્સ પર કામ કરે છે. ફોનમાં 6.1 ઇંચની લિક્વિડ રેટિના એચડી એલસીડી પેનલ આપવામાં આવી છે. ફોનને ગ્લાસ અને એલ્યૂમિનીયમ બૉડી ડિઝાઇન કરવામાં આવી છે. આ ફોન A13 બાયૉનિક ચિપસેટ પર કામ કરે છે. કેમેરાની વાત કરીએ તો આ ફોન ડ઼્યૂલ રિયર કેમેરા સેટઅપની સાથે આવે છે. આમાં 12 મેગાપિક્સલનો લેન્સ આપવામાં આવ્યો છે. આમાં એક વાઇડ એન્ગલ અને બીજો એલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ છે, સેલ્ફી માટે ફોનમાં 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement