શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પ્રિમિયમ ડિઝાઈન અને પાવરફુલ પ્રોસેસર સાથે iQOO 3 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયતો
કંપની ફોનનું વેચાણ 4 માર્ચથી સેલ દ્વારા ફ્લિપકાર્ટ અને પોતાની ઓફિશિયલ સાઈટ પર શરૂ કરશે. ગ્રાહકોને આ ફોન ખરીદવા પર ઓફર પણ મળી રહી છે. ICICI બેન્ક કાર્ડ ત્રણ હજાર સુધી કેશબેકની ઓફર છે.
નવી દિલ્હી: સ્માર્ટફોન નિર્માત કંપની IQOOએ પોતાનો પ્રથમ 5G સ્માર્ટફોન‘iQOO 3’ ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોન 5G સાથે 4Gમાં પણ ઉપલબ્ધ રહેશે. આ નવા સ્માર્ટફોનની સૌથી મોટી ખાસીયત તેમનું દમદાર પ્રોસેસર અને કેમેરા સેટઅપ છે.
iQOO 3 સ્માર્ટફોનને ત્રણ વેરિએન્ટમાં માર્કેટમાં લોન્ચ કર્યો છે. જેમાં 8GB+128GB 4G વર્ઝન (36,990 રૂપિયા કિંમત), 8GB+256GB 4G વર્ઝન (39,990 રૂપિયા) અને 12GB+256GB 5G વર્ઝન (44,990 રૂપિયા) સામેલ છે.
કંપની ફોનનું વેચાણ 4 માર્ચથી સેલ દ્વારા ફ્લિપકાર્ટ અને પોતાની ઓફિશિયલ સાઈટ પર શરૂ કરશે. ગ્રાહકોને આ ફોન ખરીદવા પર ઓફર પણ મળી રહી છે. ICICI બેન્ક કાર્ડ ત્રણ હજાર સુધી કેશબેકની ઓફર છે.
iQOO 3માં 6.44 ઈંચની E3 સુપર અમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે HDR 10+ સ્ટેન્ડર્ડ સર્ટિફિકેશન સપોર્ટ સાથે છે. ક્વાલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઈડ 10 પર બેસ્ડ iQOO UI 1.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે, જ્યારે ગ્રાફિસ માટે તેમા adreno 650GPU આપવામાં આવ્યું છે.
કેમેરાની વાત કરીએ તો રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા + 13+ 13+2 મેગાપિક્સલ કેમેરા સેન્સર સામેલ છે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલ કેમેરા છે.
આ સ્માર્ટફોનમાં 4440 mAhની બેટરી આપવામાં આવી છે. જે 55W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કેનેક્ટિવિટી માટે 4G, 5G, બ્લૂટૂથ 5.0, આપવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion