શોધખોળ કરો

શું દુનિયા ઓફલાઈન થઈ જશે? જાણો દરિયાઈ ઇન્ટરનેટ કેબલ્સને લઈને ઈરાને શું આપી ધમકી?

IRGC Threats To Undersea Cable: ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા દરિયાઈ ઇન્ટરનેટ કેબલ્સને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે. આનાથી ઘણા દેશોમાં ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ શકે છે.

IRGC Threats To Undersea Cable: ઈરાન યુદ્ધને કારણે તેલ અને ગેસના પુરવઠા પર પહેલેથી જ અસર પડી છે અને હવે ઈન્ટરનેટ પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. ઈરાને હવે ધમકી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માંથી પસાર થતી ઈન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવી શકાય છે. તેને જાણીજોઈને અથવા ભૂલથી નુકસાન થઈ શકે છે. ઈરાનની IRGC સાથે જોડાયેલી સમાચાર એજન્સી Tasnim ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ માત્ર એનર્જી ચેકપોઈન્ટ જ નથી પરંતુ UAE, કતાર, બહેરીન, કુવૈત અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં ઈન્ટરનેટ પહોંચાડતી કેબલ્સ માટેનો એક અત્યંત મહત્વપૂર્ણ કોરિડોર (Critical Corridor) છે. તમને જણાવી દઈએ કે યુદ્ધની શરૂઆતથી જ સમુદ્રમાં બિછાવેલી ઈન્ટરનેટ કેબલ્સની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે અનેક કેબલ્સ

Tasnim ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઘણી મોટી કેબલ સિસ્ટમ્સ પસાર થાય છે અને ઘણા દેશો મેરીટાઇમ ઇન્ટરનેટ રૂટ માટે ઈરાન પર નિર્ભર છે. આ રિપોર્ટને કોઈ ટેકનિકલ સમજૂતી કરતા ધમકી તરીકે વધુ જોવામાં આવી રહ્યો છે. તેમાં જણાવાયું છે કે આ કેબલ્સ, લેન્ડિંગ સ્ટેશન અને ડેટા હબ્સનો ઉપયોગ યુદ્ધ દરમિયાન દબાણ બનાવવા માટે પણ કરી શકાય છે. રિપોર્ટમાં UAE અને બહેરીન જેવા દેશોમાં સ્થિત ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ વાત કરવામાં આવી છે, જેને નુકસાન પહોંચવાથી અર્થતંત્રની સાથે સાથે કોમ્યુનિકેશન સિસ્ટમ પર પણ ખતરો આવી શકે છે.

ચેતવણી બાદ ભય વધ્યો

તમને જણાવી દઈએ કે ઈરાનની આ ધમકી બાદ ઈન્ટરનેટ કેબલ્સને નુકસાન પહોંચાડવાનું જોખમ વધી ગયું છે. યુદ્ધમાં ઈરાન પહેલેથી જ અનેક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી ચૂક્યું છે. ઈરાને UAE અને બહેરીનમાં એમેઝોન વેબ સર્વિસિસ (AWS) ના સેન્ટરને ડ્રોન સ્ટ્રાઈકમાં નુકસાન પહોંચાડ્યું હતું.

યુદ્ધમાં કેબલ ડેમેજ થવાનું જોખમ કેટલું?

હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતી ઈન્ટરનેટ કેબલ્સ ઈન્ટરનેટ ટ્રાફિકનો મોટો હિસ્સો હેન્ડલ કરે છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઘણી જગ્યાએ સમુદ્રની ઊંડાઈ માત્ર 200 ફૂટ છે. આ ઊંડાઈ પર બિછાવેલી ઈન્ટરનેટ કેબલ્સ સુધી પહોંચવું અને તેને નુકસાન પહોંચાડવું ઘણું સરળ છે. જો ભૂલથી પણ આ ડેમેજ થાય છે, તો તેનું નુકસાન ઘણું વધી જશે. યુદ્ધને કારણે તેને રિપેર કરવામાં ઘણો સમય લાગી શકે છે. યુદ્ધની સ્થિતિને કારણે તેને રિપેર કરનારા જહાજોનું આ સમયે હોર્મુઝ સ્ટ્રેટ પાસે જવું જોખમી પણ હોઈ શકે છે.

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget