શોધખોળ કરો

શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત

એપલના ઘણા બધા ડિવાઇસ માર્કેટમાં ઉપલબ્ધ છે જેને લોકો ખૂબ પસંદ કરે છે. આ જ શ્રેણીમાં એપલ વોચ યુવાનો વચ્ચે ખૂબ જ લોકપ્રિય ડિવાઇસ છે. એપલ વોચમાં યુઝર્સને ઘણા બધા એડવાન્સ ફીચર્સ જોવા મળી જાય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • એપલ વોચ સંપૂર્ણ વોટરપ્રૂફ નહીં, પરંતુ વોટર રેઝિસ્ટન્ટ છે.
  • રસાયણો, દબાણવાળું પાણી તેની સુરક્ષા ઘટાડી શકે છે.
  • ભીની થાય તો નરમ કપડાથી સાફ કરી હવાથી સૂકવો.
  • અલ્ટ્રા સિરીઝ વધુ ઊંડા પાણી માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

Apple Watch: એપલના ઘણા બધા ડિવાઇસ માર્કેટમાં ઉપલબ્ધ છે જેને લોકો ખૂબ પસંદ કરે છે. આ જ શ્રેણીમાં એપલ વોચ યુવાનો વચ્ચે ખૂબ જ લોકપ્રિય ડિવાઇસ છે. એપલ વોચમાં યુઝર્સને ઘણા બધા એડવાન્સ ફીચર્સ જોવા મળી જાય છે. પરંતુ તેને ખરીદતા પહેલા સૌથી મોટો સવાલ એ જ થાય છે કે જો તે ભૂલથી પાણીમાં પડી જાય અથવા તેને પહેરીને સ્વિમિંગ કરીએ તો શું એપલ વોચ ખરાબ થઈ જશે? ચાલો જાણીએ શું છે તેની સત્યતા.

 

શું Apple Watch પૂરી રીતે Waterproof છે?

સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે Apple Watchને પૂરી રીતે Waterproof નહીં પરંતુ Water Resistant બનાવવામાં આવી છે. એટલે કે તે એક ચોક્કસ મર્યાદા સુધી જ પાણીનો સામનો કરી શકે છે, પરંતુ એનો અર્થ એ નથી કે તેને દરેક પ્રકારના પાણીમાં કે ઊંડાઈમાં સુરક્ષિત માનવામાં આવે.

આ પણ વાંચો...Google Apps: આ 5 ગૂગલ એપ્સ ચુપચાપ તમારી બેટરી ખતમ કરી રહી છે, જુઓ લિસ્ટ

એપલ વોચની વોટર રેઝિસ્ટન્સ ક્ષમતા સમય જતાં ઘટી પણ શકે છે. જો ઘડિયાળને જોરદાર આંચકો લાગે, તેની સ્ક્રીન તૂટી જાય કે લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો તેની સુરક્ષા પહેલા જેવી રહેતી નથી.

કઈ જગ્યાઓએ થઈ શકે છે નુકસાન?

એપલ વોચ પાણીનો સામનો કરી શકે છે પરંતુ દરેક પ્રકારનું પાણી આ ડિવાઇસ માટે સેફ નથી હોતું. સાબુ, શેમ્પૂ, ડિટર્જન્ટ, પરફ્યુમ, સનસ્ક્રીન, લોશન અને કેમિકલયુક્ત પાણીથી તેની સીલ અને બહારનું કોટિંગ ખરાબ થઈ શકે છે.

આ સિવાય પાણીનો ઝડપી પ્રવાહ, વોટર સ્કીઇંગ, જેટ સ્કી કે હાઇ-પ્રેશર વોટર જેટ જેવી એક્ટિવિટી પણ ઘડિયાળને નુકસાન પહોંચાડી શકે છે. દરિયાના ખારા પાણીમાં ઉપયોગ કર્યા પછી પણ ઘડિયાળને ચોખ્ખા પાણીથી ધોવી જરૂરી છે, કારણ કે મીઠું ધીમે-ધીમે તેના પાર્ટ્સ પર અસર કરી શકે છે.

જો Apple Watch પલળી જાય તો શું કરવું?

જો તમારી Apple Watch વરસાદમાં પલળી જાય કે પાણીમાં જતી રહે તો ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલા તેને એક નરમ અને સુકા કપડાથી સારી રીતે સાફ કરો. જો ઘડિયાળના સ્પીકરમાં પાણી જતું રહ્યું હોય તો Water Lock ફીચરની મદદથી સ્પીકરમાંથી પાણી બહાર કાઢી શકાય છે. ત્યારબાદ ઘડિયાળને સામાન્ય રીતે સુકાવા દો. હેર ડ્રાયર, બ્લોઅર કે અન્ય કોઈ ગરમ કરવા વાળા સાધનનો ઉપયોગ બિલકુલ ન કરવો.

કયા મોડલ્સ પાણીમાં સુરક્ષિત છે?

Apple Watch Series 2 અને ત્યારબાદ આવતા લગભગ તમામ મોડલ્સ 50 meters સુધીની વોટર રેઝિસ્ટન્સ રેટિંગ સાથે આવે છે. એનો અર્થ એ છે કે તેને સ્વિમિંગ પૂલમાં કે હળવી વોટર એક્ટિવિટી દરમિયાન ઉપયોગ કરી શકાય છે.

જ્યારે Apple Watch Ultra અને Ultra 2 આનાથી પણ વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. તે ઊંડા પાણીમાં ડાઇવિંગ અને એડવેન્ચર એક્ટિવિટી માટે વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે. જોકે પ્રોફેશનલ સ્કૂબા ડાઇવિંગ કે વધુ પ્રેશરવાળા પાણીમાં તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

એપલ વોચ પહેરીને સોના (Sauna), સ્ટીમ રૂમ કે બહુ ગરમ પાણીમાં જવાથી બચવું જોઈએ. ખૂબ વધારે ટેમ્પરેચર અને વરાળ તેની વોટર રેઝિસ્ટન્સને ખરાબ કરી શકે છે. જો ઘડિયાળની સ્ક્રીનમાં ક્રેક આવી જાય કે બોડીને નુકસાન થાય તો તેને પાણીમાં વાપરવાનું ટાળો. આવી સ્થિતિમાં સર્વિસ સેન્ટર પર ચેક કરાવવું વધુ યોગ્ય રહેશે.

જો તમારો ઉપયોગ માત્ર રોજિંદા ફિટનેસ, વર્કઆઉટ, વરસાદ કે સ્વિમિંગ પૂલ સુધી સીમિત છે તો Apple Watch ના મોટાભાગના નવા મોડલ્સ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. પરંતુ જો તમને એડવેન્ચર સ્પોર્ટ્સ કે ઊંડા પાણીમાં ડાઇવિંગ પસંદ હોય તો Apple Watch Ultra સિરીઝ તમારા માટે વધુ યોગ્ય રહેશે.

Frequently Asked Questions

શું Apple Watch પૂરી રીતે વોટરપ્રૂફ છે?

ના, તે સંપૂર્ણપણે વોટરપ્રૂફ નથી પણ વોટર રેઝિસ્ટન્ટ છે. તે ચોક્કસ મર્યાદા સુધી પાણીનો સામનો કરી શકે છે, પરંતુ દરેક પ્રકારના પાણીમાં સુરક્ષિત નથી.

જો મારી Apple Watch પાણીમાં પલળી જાય તો શું કરવું?

તેને નરમ, સુકા કપડાથી સાફ કરો. સ્પીકરમાંથી પાણી કાઢવા Water Lock ફીચરનો ઉપયોગ કરો અને કુદરતી રીતે સુકાવા દો. હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો.

કયા પ્રકારના પાણી કે પ્રવૃત્તિઓ Apple Watch ને નુકસાન પહોંચાડી શકે છે?

સાબુ, શેમ્પૂ, કેમિકલયુક્ત પાણી અને હાઇ-પ્રેશર પાણીના પ્રવાહથી નુકસાન થઈ શકે છે. ખારા પાણીમાં ઉપયોગ કર્યા બાદ ચોખ્ખા પાણીથી ધોવું જરૂરી છે.

Apple Watch ના કયા મોડલ્સ સ્વિમિંગ કે પાણીની પ્રવૃત્તિઓ માટે યોગ્ય છે?

Apple Watch Series 2 અને તેના પછીના મોડલ (50 મીટર) સ્વિમિંગ માટે યોગ્ય છે. Ultra/Ultra 2 ઊંડા ડાઇવિંગ માટે છે, પણ પ્રોફેશનલ સ્કૂબા ટાળવું.

Advertisement

ટોપ સ્ટોરી

OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Embed widget