શોધખોળ કરો

Jio અને Airtel ના પ્લાનમાં 11 રુપિયાનો તફાવત, જાણો ડેટા અને વેલિડીટીમાં કોણ આગળ

મોબાઇલ રિચાર્જ કરાવતી વખતે માત્ર કિંમત જોવી પૂરતી નથી. ઘણી વખત થોડીક કિંમતના તફાવતવાળા બે પ્લાનમાં મળતી સુવિધાઓ એકબીજાથી સંપૂર્ણપણે અલગ હોય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જિયો ₹500 અને એરટેલ ₹489 પ્લાનમાં સુવિધાઓનો મોટો તફાવત.
  • જિયો ₹500 દરરોજ 2GB ડેટા, OTT અને AI સબસ્ક્રિપ્શન સાથે.
  • એરટેલ ₹489 પ્લાન 77 દિવસ વેલિડિટી, કુલ 6GB ડેટા, કૉલિંગ આપે છે.
  • જિયો ડેટા-મનોરંજન માટે, એરટેલ લાંબા સમય માટે શ્રેષ્ઠ વિકલ્પ.

મોબાઇલ રિચાર્જ કરાવતી વખતે માત્ર કિંમત જોવી પૂરતી નથી. ઘણી વખત થોડીક કિંમતના તફાવતવાળા બે પ્લાનમાં મળતી સુવિધાઓ એકબીજાથી સંપૂર્ણપણે અલગ હોય છે. રિલાયન્સ જિયો અને ભારતી એરટેલના બે પ્રીપેડ પ્લાનમાં પણ આવું જ જોવા મળે છે. જિયોનું ₹500 નું રિચાર્જ અને એરટેલનું ₹489 ના પ્લાન કિંમતની દૃષ્ટિએ લગભગ સમાન છે. બંને વચ્ચે માત્ર ₹11નો તફાવત છે.  પરંતુ ડેટા, વેલિડિટી અને વધારાની સુવિધાઓની વાત કરીએ તો બંનેમાં મોટો તફાવત જોવા મળે છે.

જિયો પોતાના પ્લાનમાં દરરોજના ડેટા સાથે અનેક OTT પ્લેટફોર્મ અને AI સંબંધિત સુવિધાઓ આપી રહ્યું છે. બીજી તરફ, એરટેલનો પ્લાન એવા યુઝર્સ માટે ઉપયોગી બની શકે છે, જેઓ લાંબા સમય સુધી રિચાર્જ કરાવવાની ચિંતા કરવા માગતા નથી. તો ચાલો જાણીએ કે બંને પ્લાનમાં કઈ-કઈ સુવિધાઓ મળે છે અને કઈ બાબતમાં કયો પ્લાન આગળ છે.

ડેટા અને વેલિડિટીમાં કયો પ્લાન વધુ સારો?

જિયોનો પ્લાન એવા લોકો માટે વધુ સારો છે, જેઓ દરરોજ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માગે છે અને OTT પ્લેટફોર્મની સાથે AI ટૂલ્સનો લાભ પણ મેળવવા ઇચ્છે છે. બીજી તરફ, એરટેલનો ₹489નો પ્લાન એવા લોકો માટે સારો વિકલ્પ બની શકે છે જેમને વધુ ઇન્ટરનેટની જરૂર નથી પરંતુ તેઓ લાંબા સમય સુધી પોતાનો મોબાઇલ નંબર ચાલુ રાખવા માગે છે. આ પ્લાનમાં 77 દિવસની વેલિડિટી મળે છે જ્યારે જિયોનો પ્લાન 28 દિવસમાં પૂરો થઈ જાય છે.

એરટેલના ₹489ના પ્લાનમાં કેટલી વેલિડિટી મળે છે?

ભારતી એરટેલનો ₹489નો પ્રીપેડ પ્લાન વેલિડિટીની બાબતમાં જિયોથી આગળ છે. આ પ્લાનમાં 77 દિવસની સર્વિસ વેલિડિટી મળે છે. જિયોના ₹500ના પ્લાનની સરખામણીમાં એરટેલનો પ્લાન ઘણો લાંબો સમય ચાલે છે.

ડેટાની વાત કરીએ તો એરટેલ આ પ્લાનમાં કુલ 6GB ઇન્ટરનેટ ડેટા આપે છે. આ સાથે અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને સમગ્ર વેલિડિટી દરમિયાન કુલ 600 SMS મોકલવાની સુવિધા મળે છે. જોકે, આ પ્લાનમાં જિયોની જેમ અનેક OTT પ્લેટફોર્મ, Google Gemini AI Pro અથવા Canva Pro Lite જેવી મોટી વધારાની સુવિધાઓ સામેલ નથી.

જિયોના ₹500ના પ્લાનમાં મળશે આ ફાયદા

જિયોના ₹500ના રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં દરરોજ 2GB ઇન્ટરનેટ ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS મોકલવાની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત, યુઝર્સને અનલિમિટેડ 5G ડેટાનો લાભ પણ મળે છે. આમ આ પ્લાનમાં ઇન્ટરનેટ અને કૉલિંગની સાથે મેસેજ મોકલવાની સુવિધા પણ સામેલ છે.

જિયોના પ્લાનમાં OTT અને AI સબ્સ્ક્રિપ્શનનો પણ લાભ

જિયોના આ પ્લાનમાં YouTube Premium, Amazon Prime Video, SonyLIV, Zee5, Sun NXT, Lionsgate Play, Discovery+ અને Hoichoi જેવાં OTT પ્લેટફોર્મની સુવિધા મળે છે. આ પ્લાનમાં JioHotstar Mobile અને હૉલીવુડ કન્ટેન્ટનો લાભ પણ સામેલ છે.

આ ઉપરાંત, Google Gemini AI Proનું 18 મહિનાનું સબ્સ્ક્રિપ્શન મળે છે, જેની દર્શાવેલી કિંમત ₹35,100 છે. આ પ્લાનમાં 5,000GB ક્લાઉડ સ્ટોરેજ સાથે 12 મહિના માટે Canva Pro Liteનું સબ્સ્ક્રિપ્શન પણ સામેલ છે, જેની કિંમત ₹1,590 દર્શાવવામાં આવી છે.  

Advertisement

ટોપ સ્ટોરી

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
Advertisement

વિડિઓઝ

કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે પણ પરંપરા યથાવત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન
PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન
Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'
Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
સુરતમાં ચોંકાવનારી ઘટના! ચાલુ લક્ઝરી બસમાંથી પટકાયું માસૂમ બાળક
સુરતમાં ચોંકાવનારી ઘટના! ચાલુ લક્ઝરી બસમાંથી પટકાયું માસૂમ બાળક
8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો
8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો
IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની થઈ ટ્રેડ, 18 કરોડ રૂપિયામાં ડીલ કન્ફર્મ
IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની થઈ ટ્રેડ, 18 કરોડ રૂપિયામાં ડીલ કન્ફર્મ
સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો
સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો
Embed widget