શોધખોળ કરો
ઓછી કિંમતમાં આ કંપનીઓ આપી રહી છે ડેટા અને કૉલિંગની સુવિધા, જાણો કઇ કંપનીની શું છે ઓફર......
માર્કેટમાં અત્યારે દરેક કંપની પોતાના ગ્રાહકો માટે સસ્તી કિંમતે સારો ડેટા ઓફર કરી રહી છે, આમાં ગ્રાહકને ડેટા, કૉલિંગની સાથે સાથે ફ્રીમાં કેટલાક સબ્સક્રિપ્શન પેક પણ મળી રહ્યાં છે
![ઓછી કિંમતમાં આ કંપનીઓ આપી રહી છે ડેટા અને કૉલિંગની સુવિધા, જાણો કઇ કંપનીની શું છે ઓફર...... low price internet data plans with all company ઓછી કિંમતમાં આ કંપનીઓ આપી રહી છે ડેટા અને કૉલિંગની સુવિધા, જાણો કઇ કંપનીની શું છે ઓફર......](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/03212538/Data-offer-07.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ માર્કેટમાં અત્યારે દરેક કંપની પોતાના ગ્રાહકો માટે સસ્તી કિંમતે સારો ડેટા ઓફર કરી રહી છે, આમાં ગ્રાહકને ડેટા, કૉલિંગની સાથે સાથે ફ્રીમાં કેટલાક સબ્સક્રિપ્શન પેક પણ મળી રહ્યાં છે. દરેક પ્લાન કિંમત અને ડેટા પ્રમાણે અલગ અલગ હોય છે. જો તમે એક એવો ડેટા કૉલિંગ પ્રીપેડ પ્લાન શોધી રહ્યાં હોય, જેમાં તમને 28 દિવસની વેલિડિટી અને કૉલ કરવાની સુવિધા મળી રહે તો અમે અહીં તમને બેસ્ટ પ્લાનની ડિટેલ બતાવી રહ્યાં છીએ, જે તમને ફાયદાકારક રહેશે કેમકે આ પ્લાનની કિંમત 129 રૂપિયાની આસપાસ છે.
Jioનો 129 રૂપિયા વાળો પ્લાન....
જિઓના આ પ્લાન ખુબ ફાયદાકારક છે, આ પ્લાન 129 રૂપિયાનો છે, આમાં 28 દિવસની વેલિડિટી અને 2GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળશે. આની સાથે 300 SMS અને જિઓ એપ્સનુ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાન ઓછો ડેટા વાપનારાઓ માટે બેસ્ટ છે.
Vodafone-Ideaનો 129 રૂપિયા વાળો પ્લાન....
વૉડાફોન-આઇડિયામાં પણ 129 રૂપિયા વાળો પ્લાન મળી રહ્યો છે. જોકે આ પ્લાન તમને 24 દિવસની વેલિડિટીમાં જ મળી રહ્યો છે. પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ, 300 SMS અને 2 GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને કોઇપણ પ્રકારનુ સબ્સક્રિપ્શન નથી મળી રહ્યું છે.
Airtelનો 129 રૂપિયા વાળો પ્લાન.....
એરટેલનો આ પ્લાન તમને 24 દિવસની વેલિડિટી સાથે મળી રહ્યો છે. આમાં તમને 2GB ડેટા, અનલિમીટેડ કૉલિંગ અને 300 SMSની સુવિધા મળશે. આ પ્લાનમાં Amazon Primeનુ ફ્રી ટ્રાયલ, એરટેલ એક્સ્ટ્રીમનુ સબ્સક્રિપ્શન અને વિન્ક મ્યૂઝિકની સુવિધા પણ મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)