શોધખોળ કરો
Advertisement
MI ફક્ત 1 રૂપિયામાં આપી રહી છે રેડમી નોટ 9 પ્રૉ ફોન, ખરીદવા માટે શું કરવુ પડશે, જાણો વિગતે
કેટલીક ટેક કંપનીઓ પોતાની જાણીતી અને મોંઘી પ્રૉડક્ટ્સને સેલમાં વેચવાની તૈયારીમાં છે. આ બધાની વચ્ચે શ્યાઓમી પોતાની ગ્રાહકોને પોતાના મોંઘા ફોનને સસ્તામાં આપવાનુ પ્લાનિંગ કરી રહી છે
નવી દિલ્હીઃ ફેસ્ટિવ સિઝન પહેલા ભારતમાં સેલનો સિલસિલો શરૂ થવા જઇ રહ્યો છે. કેટલીક ટેક કંપનીઓ પોતાની જાણીતી અને મોંઘી પ્રૉડક્ટ્સને સેલમાં વેચવાની તૈયારીમાં છે. આ બધાની વચ્ચે શ્યાઓમી પોતાની ગ્રાહકોને પોતાના મોંઘા ફોનને સસ્તામાં આપવાનુ પ્લાનિંગ કરી રહી છે. ખરેખરમાં શ્યાઓમી આગામી 16મી ઓક્ટોબરથી Miની ઓફિશિયલ વેબસાઇટ mi.com પર Mi saleની શરૂઆત કરી રહી છે. છ દિવસ ચાલનારા આ સેલમાં શ્યાઓમી ગૉલ્ડ, પ્લેટિનમ અને ડાયમન્ડ વીઆઇપી મેમ્બર્સને ડીલ્સ અને ઓફર્સની અર્લી એક્સેસ પણ આપશે. આ મેમ્બર્સ એક દિવસ પહેલા જ સેલમાં મળનારી પ્રૉડક્ટ્સને એક્સેસ કરી શકશે.
સસ્તી કિંમતમાં મળશે...
MIના સેલ દરમિયાન કેટલીય પ્રૉડક્ટ્સના ભાવ ઘટી જશે. કંપની 15 ઓક્ટોબરથી ભારતમાં પોતાની Mi 10T Seriesને લૉન્ચ કરવાની છે, અને આ નવી સીરીઝ અંતર્ગત Mi 10T અને Mi 10T Pro સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવશે.
મળશે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ....
આ સેલ માટે Xiaomiએ એક્સિસ બેન્ક અને બેન્ક ઓફ બરોડા સાથે પાર્ટનરશીપ કરી છે. એક્સિસ બેન્ક કાર્ડ અને બેન્ક ઓફ બરોડા કાર્ડ પર કસ્ટમર્સને 1000 રૂપિયા સુધીનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.
1 રૂપિયામાં ખરીદી શકાશે પ્રૉડક્ટ્સ
આ વખતે Mi Saleમાં 16 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે ચાર વાગ્યે એક રૂપિયા વાળી ફ્લેશ સેલ થશે. આ દરમિયાન કસ્ટમર્સની પાસે એક રૂપિયામાં પ્રૉડક્ટ્સને ખરીદવાનો મોકો હશે, સેલમાં રેડમી નોટ 9 પ્રૉ અને Mi ટીવી 4એ 32 ઇંચ હૉરિઝન એડિશન વગેરે ખરીદવાનો મોકો મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
Advertisement