2.5K OLED સ્ક્રીન અને 8000mAh બેટરી, Oppo નું નવું ટેબલેટ લોન્ચ, જાણો કિંમત
ટેબલેટ પર ફિલ્મો જોવાની હોય, ગેમ રમવાની હોય કે સ્ટાઇલસની મદદથી લખવાનું હોય આ તમામ કામ માટે સ્ક્રીનની ગુણવત્તા અને ડિવાઇસનું પર્ફોર્મન્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

- Oppo Pad Mini ભારતમાં 8.8 ઇંચ 2.5K OLED સ્ક્રીન સાથે લોન્ચ.
- Snapdragon 8 Gen 5 પ્રોસેસર; 8,000mAh બેટરી, 67W ચાર્જિંગ મળે છે.
- 13MP રીઅર, 8MP ફ્રન્ટ કેમેરા; Android 16 પર આધારિત છે.
- કિંમત ₹94,999; 29 ઑક્ટોબરથી Flipkart પર ઉપલબ્ધ થશે.
ટેબલેટ પર ફિલ્મો જોવાની હોય, ગેમ રમવાની હોય કે સ્ટાઇલસની મદદથી લખવાનું હોય આ તમામ કામ માટે સ્ક્રીનની ગુણવત્તા અને ડિવાઇસનું પર્ફોર્મન્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને Oppoએ ભારતમાં પોતાનું નવું કોમ્પેક્ટ ફ્લેગશિપ ટેબલેટ Oppo Pad Mini લૉન્ચ કર્યું છે. તેમાં 8.8 ઇંચની 2.5K OLED સ્ક્રીન આપવામાં આવી છે જે 144Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.
કંપનીએ આ ટેબલેટમાં Snapdragon 8 Gen 5 પ્રોસેસરની સાથે 8,000mAhની બેટરી પણ આપી છે. ટેબલેટની સ્ક્રીન પર મેટ ફિનિશ આપવામાં આવી છે, જે પ્રકાશ પડતી વખતે ચમક ઘટાડવામાં મદદ કરતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ ટેબલેટની કિંમત અને તેની ખાસિયતો વિશે.
Oppo Pad Miniના ખાસ ફીચર્સ શું છે?
Oppo Pad Miniમાં 8.8 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 2,520×1,680 પિક્સેલ છે. આ સ્ક્રીન 144Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટને સપોર્ટ કરે છે. તેની પીક બ્રાઇટનેસ 1,600 નિટ્સ સુધીની છે અને પિક્સેલ ડેન્સિટી 344 PPI છે. સ્ક્રીન પર આપવામાં આવેલી મેટ ફિનિશને કારણે પ્રકાશના પરાવર્તનથી થતી ચમક ઓછી થવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ફીચરથી વિવિધ પ્રકારની લાઇટિંગમાં સ્ક્રીન પરનું કન્ટેન્ટ જોવાનો અનુભવ વધુ સારો બની શકે છે.
Oppo Pad Miniની બૅટરી અને ચાર્જિંગ સપોર્ટ
Oppo Pad Miniમાં 8,000mAhની બૅટરી આપવામાં આવી છે, જે 67W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આના કારણે ટૅબલેટને ઝડપથી ચાર્જ કરી શકાય છે. કનેક્ટિવિટી માટે તેમાં Wi-Fi 7, Bluetooth અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યો છે. ટૅબલેટનું કદ 194.38 × 132.38 મિમી છે, જેના કારણે તેની ડિઝાઇન કોમ્પેક્ટ છે અને તેને સાથે લઈ જવામાં સરળતા રહે છે.
Oppo Pad Miniનો કૅમેરા કેવો છે?
આ ટેબલેટ Snapdragon 8 Gen 5 પ્રોસેસર અને Adreno 829 GPUથી સજ્જ છે. તેમાં Android 16 પર આધારિત ColorOS 16 આપવામાં આવ્યું છે. તેના સ્પેસિફિકેશનમાં LPDDR5X રૅમ અને UFS 4.1 સ્ટોરેજનો સપોર્ટ પણ સામેલ છે. કેમેરાની વાત કરીએ તો, ટેબલેટની પાછળની બાજુએ 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે વીડિયો કૉલિંગ અને સેલ્ફી માટે આગળની બાજુએ 8 મેગાપિક્સલનો કૅમેરા મળે છે. શક્તિશાળી પ્રોસેસર અને આધુનિક હાર્ડવેરને કારણે આ ટેબલેટ મલ્ટીટાસ્કિંગ, ગેમિંગ અને મનોરંજન માટે ઉપયોગી વિકલ્પ બની શકે છે.
Oppo Pad Miniની કિંમત અને વેચાણ
Oppo Pad Mini 8GB રેમ અને 256GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત ₹94,999 રાખવામાં આવી છે. આ ટેબલેટ Lavender કલરમાં ઉપલબ્ધ થશે. ગ્રાહકો 29 ઑક્ટોબરથી તેને Flipkart અને Oppoના ઑનલાઇન સ્ટોર પરથી ખરીદી શકશે.






















