શોધખોળ કરો
Advertisement
ફેસબુક પર ઓટૉમેટિક પ્લે થઇ જાય છે વીડિયો? તો આ રીતે કરો બંધ
ઓટો પ્લે વીડિયોનુ ફિચર યૂઝર્સની સુવિધા માટે સારુ છે, પરંતુ આનાથી મોબાઇલ જેટાનો વધુ ખર્ચ થાય છે. બેટરી વધારે વપરાય છે, અને નામગતા વીડિયો પણ ઓટો પ્લે થઇ જાય છે, જો તમે ઇચ્છો તો આ ફિચર ઓફ પણ કરી શકો છો
મુંબઇઃ ભારતમાં ફેસબુક યૂઝર્સની સંખ્યા સતત વધી રહી છે. લોકો મોબાઇલ પર ફેસબુકનો બહુ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ ઘણા યૂઝર્સ ફેસબુક પર ઓટૉમેટિક પ્લે થઇ જતા વીડિયોથી પરેશાન છે, ખાસ કરીને જ્યારે ફેસબુક પર વીડિયો સ્ક્રૉલ કરીએ ત્યારે તે ઓટો પ્લે થઇ જાય છે.
ઓટો પ્લે વીડિયોનુ ફિચર યૂઝર્સની સુવિધા માટે સારુ છે, પરંતુ આનાથી મોબાઇલ જેટાનો વધુ ખર્ચ થાય છે. બેટરી વધારે વપરાય છે, અને નામગતા વીડિયો પણ ઓટો પ્લે થઇ જાય છે, જો તમે ઇચ્છો તો આ ફિચર ઓફ પણ કરી શકો છો.
વેબ બ્રાઉઝર પર...
જો તમે વેબ બ્રાઉઝર પર ફેસબુકનો ઉપયોગ કરી રહ્યાં છો તો ટૉપ રાઇટ સાઇડમાં ડ્રૉપ ડાઉન મેન્યુ પર ક્લિક કરો. આ પછી તમને ઘણાબધા ઓપ્શન્સ દેખાશે. સેટિંગ્સના ઓપ્શન પર ક્લિક કરો.આ પછી લેફ્ટ સાઇડમાં સૌથી નીચે આપેલા વીડિયોઝ ઓપ્શન પર ટેપ કરો. જ્યાં ઓટો પ્લે વીડિયોનુ ઓપ્શન દેખાશે, આ ફિચરને ઓફ કરી દો.
એન્ડ્રોઇડ એપ પર આ રીતે કરો ઓફ....
એન્ડ્રોઇડ યૂઝર્સ પણ ફેસબુક એપના હૉમ પેજ પર આપવામાં આવેલા મેન્યૂમાં જાઓ, ઓટો પ્લેનુ ફિચર ઓફ કરી શકો છો. અહીં સેટિંગ એન્ડ પ્રાઇવસીનુ ઓપ્શન દેખાશે. આના પર ક્લિક કર્યા બાદ સેટિંગ પર ટેપ કરો. સ્ક્રૉલ ડાઉન કર્યા બાદ મીડિયા એન્ડ કૉન્ટેક્ટ પર ક્લિક કરો. ત્યાં ઓટૉ પ્લેનો ઓપ્શન દેખાશે, તમારે નેવર પ્લે વીડિયોને સિલેક્ટ કરવાનુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion