શોધખોળ કરો
Advertisement
Realme 6i ખરીદવાનો બેસ્ટ મોકો, અહીં મળી રહ્યો છે આટલી સસ્તી કિંમતમાં
આ ફોન ફ્લિપકાર્ટ અને રિયલમીની વેબસાઇટ પરથી આસાનીથી ખરીદી શકો છો. Realme 6i ફોનમાં એન્ડ્રોઇડ 10 પર બેઝ્ડ Realme UI પર કામ કરે છે. આ ફોનમાં ડ્યૂલ સિમનો સપોર્ટ મળે છે
નવી દિલ્હીઃ જો તમે દમદાર સ્માર્ટફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો, તે તમારા માટે અહીં બેસ્ટ મોકો છે. Realme 6i ફોન આજે એકવાર ફરીથી સેલમાં સસ્તી કિંમતે અવેલેબલ થયો છે. આ ફોન ફ્લિપકાર્ટ અને રિયલમીની વેબસાઇટ પરથી આસાનીથી ખરીદી શકો છો. Realme 6i ફોનમાં એન્ડ્રોઇડ 10 પર બેઝ્ડ Realme UI પર કામ કરે છે. આ ફોનમાં ડ્યૂલ સિમનો સપોર્ટ મળે છે.
Realme 6i ફોન પર મળી રહી છે ઓફર્સ....
સેલમાં આ ફોન પર ઓફર્સ આપવામાં આવી રહી છે, આ ફોનના 4જીબી રેમ તથા 64જીબી સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા છે અને 6જીબી રેમ તથા 64જીબી સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે. આ ફોન એકલિપ્સ બ્લેક તથા લૂનર વ્હાઇટ કલરમાં મળશે.
Realme 6i ફોનની ખાસિયતો....
Realme 6i ડ્યૂલ સિમ સપોર્ટ કરે છે. ફોનમાં 6.5 ઇંચ ફુલ HD+ ડિસ્પ્લે છે જેનું રિફ્રેશ રેટ 90 હર્ટઝ છે. સ્ક્રિન-ટૂ-બોડી રેશિયો 90.5 ટકા છે. હેન્ડસેટમાં ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો G90T પ્રોસેસર આપવામાં આવ્યો છે. ફોનમાં 4GB તથા 6GB રેમનો વિકલ્પ આપવામાં આવ્યો છે. Realme 6i 64 GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે, જે માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256 GB સુધી વધારી શકાય છે.
Realme 6iમાં છે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટર
કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં વાઈ-ફાઈ 802.11 A/B/G/N/AC, 4G LTE, બ્લૂટૂથ 5.0, જીપીએસસી/એ-જીપીએસ, ગ્લોનાસ અને યૂએસબી ટાઇપ-સી પોર્ટ છે. હેન્ડસેટને પાવર આપવા માટે 4300mAh આપવામાં આવી છે. જે 30 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે, પરંતુ ફોન સાથે બોક્સમાં 20 વોટ ચાર્જર મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement