શોધખોળ કરો
Advertisement
સેમસંગના આ ધાંસૂ ફોનની કિંમત ફરી ઘટી, હવે મળી રહ્યો છે આટલો સસ્તો, જાણો વિગતે
સેમસંગ ગેલેક્સી A31 ફોનને 21999 રૂપિયાની કિંમત સાથે ગયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ પછી આ ફોનની કિંમત ઓછી કરી દવામાં આવી હતી. હવે ફરી એકવાર ફોનની કિંમતમાં બે હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આ શાનદાર ફોનને માત્રે 17999 રૂપિયામાં ખરીદી શકાય છે
નવી દિલ્હીઃ નવા વર્ષમાં સ્માર્ટફોન મેકર સેમસંગ ફરી ધમાલ મચાવવા તૈયાર થઇ છે. યૂઝર્સને મોટી ગિફ્ટ આપતા હવે તેને પોતાના પૉપ્યૂલર સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી A31ની કિંમત ફરી એકવાર ઘટાડી દીધી છે. આ ફોનને હવે તમે ફરી એકવાર સસ્તી કિંમતે ખરીદી શકો છો.
સેમસંગ ગેલેક્સી A31 ફોનને 21999 રૂપિયાની કિંમત સાથે ગયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ પછી આ ફોનની કિંમત ઓછી કરી દવામાં આવી હતી. હવે ફરી એકવાર ફોનની કિંમતમાં બે હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આ શાનદાર ફોનને માત્રે 17999 રૂપિયામાં ખરીદી શકાય છે.
સેમસંગ ગેલેક્સી A31ના સ્પેશિફિકેશન્સ.....
સેમસંગ ગેલેક્સી A31માં 6.4 ઇંચની FHD+ Infinity-U s-AMOLED ડિસ્પ્લે છે. પરફોર્મન્સ માટે ફોનમાં MediaTek Helo P65 SoC પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોન એન્ડ્રોઇડ 10 આધારિત વનક્યૂઆઇ પર કામ કરે છે. એક આ ડ્યૂલ સિમની સાથે આવે છે. પાવર માટે આમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે જે 15વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ઉપરાંત આમાં 4G VoLTE, Wifi, બ્લૂટૂથ, GPS, USB ટાઇપ સી, ઇન ડિસ્પલે ફિંગરપ્રિન્ટ સેન્સર અને 3.5mm હેડફોન જેક જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.
કેમેરા ફિચર્સ....
ફોટોગ્રાફી માટે ફોનમાં રિયરમાં ચાર કેમેરા મળે છે, જેમાં 48+8+5+5 કેમેરાનો સેટઅપ આપવામાં આવ્યો છે, આ ઉપરાંત આના ફ્રન્ટમાં 20MPનો સેલ્ફી કેમેરો આપ્યો છે, આ ફોન ફોટો અને વીડિયો માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion