શોધખોળ કરો

એપલ અને સેમસંગ વચ્ચે ફોલ્ડેબલ વોર: આ વર્ષે લોન્ચ થશે 'iPhone Fold' અને 'Galaxy Wide Fold'

એપલ આ વર્ષે આઈફોન ફોલ્ડ લોન્ચ કરશે. તેની સાથે સ્પર્ધા કરવા માટે સેમસંગ પણ Galaxy Wide Fold નામનો નવો ફોન લોન્ચ કરી શકે છે. હવે, તેની ડિઝાઇન વિશે નવી માહિતી સામે આવી છે.

Galaxy Wide Fold: આ વર્ષે એપલના પ્રથમ ફોલ્ડેબલ આઈફોનની રાહ પૂરી થશે. એપલ અત્યાર સુધી માર્કેટમાં ઉપલબ્ધ ફોલ્ડેબલ ફોન્સ કરતા અલગ 'ફોર્મ ફેક્ટર' વાળો આઈફોન લોન્ચ કરશે, જેની પહોળાઈ વધારે હશે. સેમસંગે પણ તેને ટક્કર આપવા માટે કમર કસી લીધી છે અને કંપની આ વર્ષે એક નવો Galaxy Wide Fold ફોન લોન્ચ કરશે. અનફોલ્ડ (ખોલ્યા) પછી આ ફોનની પહોળાઈ તેની લંબાઈ કરતા વધારે હશે, અને તેથી જ તેને 'Wide' નામ આપવામાં આવ્યું છે. હવે તેની ડિઝાઇનને લઈને નવી માહિતી સામે આવી છે.

કેવો દેખાશે સેમસંગનો Wide Fold?

રિપોર્ટ્સ અનુસાર, Galaxy Wide Fold ની કવર સ્ક્રીનના ટોપ સેન્ટરમાં પંચ-હોલ કેમેરો આપવામાં આવશે અને તે 'બોક્સી પ્રોફાઇલ' સાથે આવશે. એટલે કે, સામાન્ય ફોનની જેમ તેમાં રાઉન્ડ એજ (ગોળાકાર કિનારીઓ) નહીં હોય. કવરની સાથે તેની મેઈન સ્ક્રીન પર પણ ટોપ સેન્ટરમાં પંચ-હોલ કેમેરો હશે.

  • ટેબ્લેટ જેવો અનુભવ: અનફોલ્ડ થયા પછી તે લંબાઈ કરતા પહોળાઈમાં વધુ દેખાશે, જેનાથી યુઝરને ટેબ્લેટ જેવો અનુભવ મળશે.
  • ડિસ્પ્લે: તેમાં 7.6 ઈંચની ફોલ્ડેબલ OLED ડિસ્પ્લે મળવાની આશા છે, જે મલ્ટિટાસ્કિંગ અને સ્ટ્રીમિંગ માટે પૂરતી જગ્યા આપશે.
  • સ્ટ્રીમિંગનો ફાયદો: વીડિયો જોતી વખતે યુઝરને ઉપર અને નીચે જોવા મળતી કાળી પટ્ટીઓ (Black Bars) થી છુટકારો મળશે.

ક્યારે લોન્ચ થઈ શકે?

સેમસંગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ લીક્સ મુજબ, Galaxy Z Unpacked ઇવેન્ટમાં Galaxy Z Fold 8 અને Galaxy Z Flip 8 ની સાથે Wide Fold પણ લોન્ચ થઈ શકે છે.

એપલ 'iPhone Fold' સાથે કરશે ધડાકો

સપ્ટેમ્બરમાં એપલ પોતાનો પહેલો ફોલ્ડેબલ આઈફોન લોન્ચ કરીને ધમાકો કરવા તૈયાર છે. iPhone Fold ના નામે આવનારા આ ડિવાઈસમાં 7.8 ઈંચની ઇનર અને 5.5 ઈંચની આઉટર ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.

કેમેરા: આ આઈફોનના રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ અને કવર તેમજ મેઈન ડિસ્પ્લે પર એક-એક કેમેરો હોઈ શકે છે.

કિંમત: ભારતમાં iPhone Fold ની શરૂઆતી કિંમત અંદાજે ₹2.25 લાખની આસપાસ હોઈ શકે છે. જો કે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. લોન્ચ થયા બાદ તેની સાચી કિંમત જાણી શકાશે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget