શોધખોળ કરો
Advertisement
ફોલ્ડેબલ ફોન બાદ હવે આવી રહ્યો છે રોલ કરી શકાય તેવો સ્માર્ટફોન, જાણો કઈ કંપની લાવશે ને શું છે ફીચર્સ
આ ફોન બે લાખથી વધારે વખત રોલ કરી શકાય છે. તેમાં OLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.
જેમ જેમ સમય વિતી રહ્યો છે તેમ ટેક્નોલોજી ઝડપથી આગળ વધી રહી છે. જ્યાં આપણે છેલ્લાં ઘણાં વર્ષો પહેલા ફોલ્ડેબલ ફોન વિશે સાંભળ્યું હતું ત્યારે હવે રોલેબલ એટલે વાળી શાકય તેવો ફોન પણ બજારમાં આવવાની તૈયારીમાં છે. ચીનની કંપની TCL વિશ્વનો પ્રથમ રોલ થનારો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે, જેને તમે વાળીને નાનો કરી શકો છો અને ફરીછી ખેંચીને મોટો પણ કરી શકો છો. હાલમાં જ એક વીડિયોમાં ટીસીએલના આ રોલેબલ સ્માર્ટફોનની ઝલક જોવા મળી હતી. જેમાં આ ફોનના ફીચર્સ બતાવવામાં આવ્યા હતા.
6.7 ઇંચ સુધી ખેંચી શકાય છે ફોન
વર્ષની શરૂઆતમાં ટીસીએલ તરફથી કહેવામાં આવ્યું હતું કે કંપની રોલ થઈ શકે તેવો ફોન લઈને આવશે. જ્યારે હવે આ ફોન સાથે જોડાયેલ એક વીડિયો પણ સામે આવ્યો છે. ટીસીએલના આ ફોનની સ્ક્રીન સાઈઝ 4.5 ઇંચ છે, પરંતુ તમે તેને ખેંચીને 6.7 ઇંચ સુધી વધારી શકો છો. રોલ થવા છતાં ફોનની જાડાઈ વધતી નથી.
2 લાખથી વધારે વખત સ્ક્રીનને કરી શકાય છે રોલ
TCLએ દાવો કર્યો કે, આ ફોન બે લાખથી વધારે વખત રોલ કરી શકાય છે. તેમાં OLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. કહેવાય છે કે, ટૂંકમાં જ આ ફોન બજારમાં ખરીદવા માટે ઉપલબ્ધ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement