શોધખોળ કરો
Advertisement
Google પ્લેસ્ટોર અને એપ સ્ટોરથી ગાયબ થઈ TikTok એપ, જાણો કંપનીએ કેમ કર્યો આ નિર્ણય
મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ ગૂગલે અંતે ભારતમાં યુવાઓની વચ્ચે રહેલ ખૂબ જ લોકપ્રિય એપ એટલે કે ટિકટોકને બ્લોક કરી દીધી છે.
નવી દિલ્હીઃ મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ ગૂગલે અંતે ભારતમાં યુવાઓની વચ્ચે રહેલ ખૂબ જ લોકપ્રિય એપ એટલે કે ટિકટોકને બ્લોક કરી દીધી છે. હવે તમે ગૂગલ પ્લેસ્ટોર અને એપ સ્ટોરથી આ એપ ડાઉનલોડ નહીં કરી શકો. એપલના એપ સ્ટોર પરથી પણ આ એપ હટાવવામાં આવી છે. રોયટર્સના અહેવાલ અનુસાર ભારતમાં ટિકટોક એપ સતત વિવાદ ઉભો કરી રહી હતી. અનેક યુવા રોઝ આ એપ પર પોતાના વીડિયો અપલોડ કરતા હતા જે ખૂબ જ વાયરલ પણ થતા હતા. એપ ચીનની Bytedance ટેક્નોલોજી કંપનીની છે.
મદ્રાઈસ હાઈકોર્ટે 3 એપ્રિલના રોજ કેન્દ્ર સરકારને ટિકટોક પર બેન લગાવવા કહ્યું હતું. સાથે જ કોર્ટે કહ્યું હતું કે, ટિકટોક એપ પોર્નોગ્રાફીને પ્રોત્સાહન આપે છે અને બાળકોને હિંસક બનાવી રહી છે. સાથે જ ટિકટોક પર અશ્લીમ સામગ્રી પીરસવાનો આરોપ છે. જોકે ગૂગલે એપ હટાવવા મામલે નિવેદનમાં કહ્યું કે, તે આ એપ પર કોઈ ટિપ્પણી નહીં કરે પરંતુ સ્થાનીક કાયદાનું પાલન કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement