શોધખોળ કરો

કેમ દરેક UPI યૂઝર પાસે હોવું જોઈએ એક અલગ બેંક એકાઉન્ટ? આ છે મોટા ફાયદાઓ, છેતરપિંડીથી બચાવશે

UPI Payment: ખાસ કરીને UPI વ્યવહારો માટે અલગ બેંક ખાતું રાખવું વધુ સુરક્ષિત માનવામાં આવે છે, કારણ કે તે કૌભાંડોનું જોખમ ઘટાડે છે અને તમારા પ્રાથમિક બચત ખાતાને સુરક્ષિત રાખે છે. અહીં કેટલીક આવશ્યક ટિપ્સ આપી છે.

UPI Payment: આજના આ ડિજિટલ સમયમાં દરેક વ્યક્તિ UPI પેમેન્ટ કરવાનું પસંદ કરે છે. તેના આવ્યા પછી રોકડ (કેશ) લઈને ફરવાની ઝંઝટ ઘણી હદ સુધી ખતમ થઈ ગઈ છે. આપણે દિવસભરમાં અનેક નાના-મોટા ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે બેંક એકાઉન્ટમાં તમારી આખી કમાણી અને સેવિંગ્સ છે, તેને જ દરેક જગ્યાએ UPI સાથે લિંક કરવું યોગ્ય છે કે નહીં? આ બાબતે નિષ્ણાતોએ સલાહ આપી છે કે UPI પેમેન્ટ્સ માટે એક અલગ બેંક એકાઉન્ટ હોવું જરૂરી અને સમજદારીભર્યું પગલું છે.

 

UPI માટે રાખો અલગ એકાઉન્ટ

UPI માટે અલગ એકાઉન્ટ રાખવાનો સૌથી મોટો ફાયદો સુરક્ષા છે. કારણ કે જ્યારે તમે તમારું મેઈન એકાઉન્ટ દરેક એપ અને QR કોડ સાથે લિંક કરો છો, ત્યારે સ્કેમ થવાનું જોખમ વધી જાય છે. જો ક્યારેય તમારો UPI પિન લીક થઈ જાય અથવા તમે કોઈ ફિશિંગ સ્કેમનો શિકાર બની જાઓ, તો આખું બેંક બેલેન્સ ખાલી થઈ શકે છે. તેથી સુરક્ષા રાખવી એ જ એકમાત્ર સમજદારી છે. બીજી તરફ, જો તમે સેકન્ડરી એકાઉન્ટ રાખો છો અને તેમાં મર્યાદિત પૈસા રાખો છો, તો નુકસાન પણ મર્યાદિત રહેશે.

આ પણ વાંચો...₹2000 ની 98.47% નોટો પરત આવી ગઈ, RBI એ કહ્યું, -'હજુ પણ ₹5,451 કરોડની નોટો લોકો પાસે'

બજેટ અને બેંક સ્ટેટમેન્ટ રહેશે ક્લિયર

જો તમે દરેક ટ્રાન્ઝેક્શન મેઈન પેમેન્ટ એકાઉન્ટથી કરો છો, તો બેંક સ્ટેટમેન્ટમાં અનેક નાના ટ્રાન્ઝેક્શન ભરાઈ જાય છે, જેના કારણે ખર્ચ ટ્રેક કરવો અને ટેક્સ ફાઇલિંગ સમયે સ્ટેટમેન્ટ સમજવું મુશ્કેલ બની જાય છે. અલગ UPI એકાઉન્ટ રાખવાથી તમે મહિનાની શરૂઆતમાં એક નક્કી કરેલી રકમ ટ્રાન્સફર કરી શકો છો. આનાથી તમને સ્પષ્ટ ખબર પડશે કે તમે કેટલો અને ક્યાં ખર્ચ કર્યો છે.

ટેકનિકલ સમસ્યાઓથી થશે બચાવ

ઘણીવાર બેંક સર્વર ડાઉન હોવાને કારણે પેમેન્ટ ફેલ થઈ જાય છે. જો તમારી પાસે બે અલગ-અલગ બેંક એકાઉન્ટ હોય, તો તમે બીજા એકાઉન્ટની મદદ લઈ શકો છો અને ખૂબ જ સરળતાથી પેમેન્ટ કરી શકો છો. આ સાથે તમે આ માટે કોઈ નાની પ્રાઈવેટ બેંક અથવા ડિજિટલ બેંકનો ઉપયોગ કરી શકો છો.

કેવી રીતે કરવી શરૂઆત?

UPI માટે બીજું એકાઉન્ટ ખોલવું ખૂબ જ સરળ છે:

  • તમે કોઈપણ બેંકમાં Zero Balance Account ખોલી શકો છો.

  • ઘણી બેંકો Video KYC દ્વારા ઘરે બેઠા એકાઉન્ટ ખોલવાની સુવિધા પણ આપે છે.

ટોપ સ્ટોરી

Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Embed widget