શોધખોળ કરો

What is 5G? મોબાઈલ ફોનમાં 5 G ટેકનોલોજી શું છે ? 1 G, 2 G, 3 G, 4 G ટેકનોલોજીમાં શું હતું ?

5G vs 4G Comparison: 5 G ફિફ્થ જનરેશન મોબાઈલ નેટવર્ક માટે વપરાતો શબ્દ છે. વિશ્વમાં મોબાઈલ ફોન ટેકનોલોજીની શરૂઆત 1971માં થઈ પણ પહેલો મોબાઈલ ફોન 1973માં બજારમાં આવ્યો હતો. આ ફોન મોટરોલા કંપનીએ બનાવ્યો હતો.

મુંબઈઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રીલાયન્સે પોતાના JIO પ્લેટફોર્મ પરથી ભારતમાં મોબાઈલ કોમ્યુનિકેશનમાં 5 G ટેકનોલોજી લાવવાની જાહેરાત કરી એ સાથે જ ભારતમાં 5 G ટેકનોલોજી વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભારતમાં આ ટેકનોલોજી ક્યારે આવશે એ મુખ્ય ચર્ચાનો વિષય છે. સાથે સાથે આ ટેકનોલોજીને 5 G કેમ કહે છે એ પણ ચર્ચાનો વિષય છે. આ સવાલનો જવાબ રસપ્રદ છે. 5 G ફિફ્થ જનરેશન મોબાઈલ નેટવર્ક માટે વપરાતો શબ્દ છે. વિશ્વમાં મોબાઈલ ફોન ટેકનોલોજીની શરૂઆત 1971માં થઈ પણ પહેલો મોબાઈલ ફોન 1973માં બજારમાં આવ્યો હતો. આ ફોન મોટરોલા કંપનીએ બનાવ્યો હતો. માર્ટિન કૂપરે 3 એપ્રિલ, 1963ના રોજ વાયર વિના અને ચાલતાં ચાલતાં ગમે ત્યાં જઈને વાત કરી શકાય એવો મોબાઈલ ફોન લોંચ કરીને લોકોને દંગ કરી દીધા. આ ફોન બહુ સાદો હતો ને તેનાથી માત્ર વાત થતી હતી. આ પહેલો ફોન વન જી એટલે કે ફસ્ટ જનરેશનનો ફોન કહેવાયો. વન જી મોબાઈલ ફોનમાં  વોઈસ કોલ જ થતા હતા. અલબત્ત એ જમાનામાં ફોન લઈને ગમે ત્યાં જઈ શકાય અને વાત કરી શકાય એ જ મોટી ક્રાંતિ હતી. પોલીસ કે બીજી સેવાઓ પાસે એ પ્રકારના ફોન હતા પણ તેમાંય વાનમાં સેટ-અપ તો રાખવો જ પડતો જ્યારે અહીં તો માત્ર ફોન લઈને નિકળો ને ગમે ત્યાં વાત કરી શકો એવી સગવડ હતી તેથી લોકો મોંમાં આંગળાં નાંખી ગયેલા. What is 5G? મોબાઈલ ફોનમાં 5 G ટેકનોલોજી શું છે ? 1 G, 2 G, 3 G, 4 G ટેકનોલોજીમાં શું હતું ? ( માર્ટિન કૂપરે 3 એપ્રિલ, 1963ના રોજ વાયર વિના અને ચાલતાં ચાલતાં ગમે ત્યાં જઈને વાત કરી શકાય એવો મોબાઈલ ફોન લોંચ કરીને લોકોને દંગ કરી દીધા હતા.) વન જી  પછી આવેલા ટુ જી  મોબાઈલ ફોનમાં વોઈસ કોલ તો થતા જ પણ ટેક્સ્ટ મેસેજ પણ મોકલી શકાતા હતા. મતલબ કે સાદા મેસેજ મોકલી શકાતા હતા. વચ્ચે 2.5 G ટેકનોલોજી પણ આવી પણ તેમાં 2 G ટેકનોલોજી કરતાં વિશેષ કશું નહોતું, માત્ર ક્વોલિટી વધારે સારી હતી. લોકોને આકર્ષવા માટે આ ટેકનોલોજી ધરાવતા ફોનમાં થોડીક સાદી ગેમ્સ પણ હતી. વિશ્વમાં મોબાઈલ ટેકનોલોજીમાં ક્રાંતિ 3G મોબાઈલ ફોનના કારણે આવી. 3G મોબાઈલ ફોનમાં વોઈસ કોલ, ટેક્સ્ટ મેસેજની વ્યવસ્થા હતી અને સૌથી મોટી વાત એ હતી કે ઈન્ટરનેટ વાપરી શકાતું. ઈન્ટરનેટ સ્પીડ ધીમી હતી પણ ફોન પર ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય એ ક્રાંતિ હતી. What is 5G? મોબાઈલ ફોનમાં 5 G ટેકનોલોજી શું છે ? 1 G, 2 G, 3 G, 4 G ટેકનોલોજીમાં શું હતું ? 3 G પછી આવેલા ફોર્થ જનરેશન એટલે કે 4 G મોબાઈલ ફોનમાં વોઈસ કોલ,  ટેકસ મેસેજ ,જબરદસ્ત  ઈન્ટરનેટ સ્પીડ ઉપરાંત વીડિયોની વ્યવસ્થા હતી. ફોર જી ફોને તો લોકોની દુનિયા બદલી દીધી અને આખી દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ. હવે આવનારા 5 જી મોબાઈલ ફોનમાં  વોઈસ કોલ, ટેકસ મેસેજ વગેરે જૂનું બધું તો હશે પણ  હાઈ સ્પીડ ઈન્ટરનેટ પણ હશે કે જેની સ્પીડ એટલી હશે કે આંખના પલકારામાં ગમે તેવો વીડિયો ડાઉનલોડ થશે. સાથે સાથે વીડિયોની ક્વોલિટીમાં પણ જોરદાર સુધારો થશે. મોબાઈલ જનરેશનની પાંચમી પેઢી આવ્યા બાદ ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra: ડોંબિવલીમાં ફેક્ટરીમાં વિસ્ફોટથી લાગી ભીષણ આગ, 7 લોકોના મોત, 60 ઈજાગ્રસ્ત 
Maharashtra: ડોંબિવલીમાં ફેક્ટરીમાં વિસ્ફોટથી લાગી ભીષણ આગ, 7 લોકોના મોત, 60 ઈજાગ્રસ્ત 
48.8 ડિગ્રી તાપમાનમાં શેકાયુ રાજસ્થાન, લૂ લાગવાથી પાંચ લોકોના મોત 
48.8 ડિગ્રી તાપમાનમાં શેકાયુ રાજસ્થાન, લૂ લાગવાથી પાંચ લોકોના મોત 
Shah Rukh Khan: શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી મળી રજા,મીડિયાને હાથ તાળી આપી એરપોર્ટ રવાના
Shah Rukh Khan: શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી મળી રજા,મીડિયાને હાથ તાળી આપી એરપોર્ટ રવાના
Heatwaves: ભીષણ ગરમીથી રાજ્યમાં હાહાકાર, અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ
Heatwaves: ભીષણ ગરમીથી રાજ્યમાં હાહાકાર, અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : કોણ છે બીજ માફિયા ? । abp AsmitaHun To Bolish : દારૂ મળશે, પાણી ગોતી લો ! । abp AsmitaBhavnagar News | ભાવનગરમાં બિલ્ડરોની મરી પરવારી માનવતાSurat News । સુરતમાં ગરમીની બીમારીને કારણે થયા 10 લોકોના થયા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: ડોંબિવલીમાં ફેક્ટરીમાં વિસ્ફોટથી લાગી ભીષણ આગ, 7 લોકોના મોત, 60 ઈજાગ્રસ્ત 
Maharashtra: ડોંબિવલીમાં ફેક્ટરીમાં વિસ્ફોટથી લાગી ભીષણ આગ, 7 લોકોના મોત, 60 ઈજાગ્રસ્ત 
48.8 ડિગ્રી તાપમાનમાં શેકાયુ રાજસ્થાન, લૂ લાગવાથી પાંચ લોકોના મોત 
48.8 ડિગ્રી તાપમાનમાં શેકાયુ રાજસ્થાન, લૂ લાગવાથી પાંચ લોકોના મોત 
Shah Rukh Khan: શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી મળી રજા,મીડિયાને હાથ તાળી આપી એરપોર્ટ રવાના
Shah Rukh Khan: શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી મળી રજા,મીડિયાને હાથ તાળી આપી એરપોર્ટ રવાના
Heatwaves: ભીષણ ગરમીથી રાજ્યમાં હાહાકાર, અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ
Heatwaves: ભીષણ ગરમીથી રાજ્યમાં હાહાકાર, અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ
RCB vs RR: અમદાવાદે 6 મહિનાની અંદર બે વખત તોડ્યું કિંગ કોહલીનું દિલ, 700 રનનો આંકડો બન્યો મુસીબત!
RCB vs RR: અમદાવાદે 6 મહિનાની અંદર બે વખત તોડ્યું કિંગ કોહલીનું દિલ, 700 રનનો આંકડો બન્યો મુસીબત!
Swati Maliwal: મારપીટની ઘટના બાદ સ્વાતિ માલીવાલનો પહેલો ઈન્ટરવ્યૂ, કહ્યું- 'તે દિવસે મારી સાથે...'
Swati Maliwal: મારપીટની ઘટના બાદ સ્વાતિ માલીવાલનો પહેલો ઈન્ટરવ્યૂ, કહ્યું- 'તે દિવસે મારી સાથે...'
2024 Kia Carnival: ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થશે ફેમિલી કાર, દમદાર એન્જીન સાથે મળશે ધાંસૂ ફિચર્સ
2024 Kia Carnival: ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થશે ફેમિલી કાર, દમદાર એન્જીન સાથે મળશે ધાંસૂ ફિચર્સ
Kyrgyzstan Violence:સુરતના 100 વિદ્યાર્થી ફસાયા, ખાવાના પણ ફાંફા, બારી પર થઇ રહ્યું છે ફાયરિંગ
Kyrgyzstan Violence:સુરતના 100 વિદ્યાર્થી ફસાયા, ખાવાના પણ ફાંફા, બારી પર થઇ રહ્યું છે ફાયરિંગ
Embed widget