શોધખોળ કરો
Advertisement
WhatsApp વાપરનારા સાવધાન, ગૂગલ પરથી કોઇપણ કરી શકે છે આ ખરાબ કામ, જાણો ખામી વિશે.....
ઇન્ટરનેટ સિક્યૂરિટી રિસર્ચરે આ અંગે માહિતી આપી છે કે જે વૉટ્સએપ ગૃપ ઇન્ટર કરવા માટે જે લિન્ક્સનો ઉપયોગ કરો છો તેને ફરી એકવાર ઓનલાઇન મળવાનો ખતરો છે
નવી દિલ્હીઃ વૉટ્સએપ આજે લોકોની ડેલી લાઇફનો એક જરૂરી હિસ્સો બની ગયો છે. પરંતુ હવે સાવધાન થઇ જાઓ, કેમકે એક મોટી ખામી સામે આવી છે. ગૂગલ સર્ચ પરથી કોઇપણ વ્યક્તિ તમારી પ્રૉફાઇલને જોઇ શકે છે. જી હા તમારી પ્રાઇવેટ ચેટને ગૂગલ સર્ચ દ્વારા એક્સેસ કરવામાં આવી રહી છે. પહેલા પણ વૉટ્સએપની આ ખામી 2019માં સામે આવી હતી પરંતુ બાદમાં તેને ઠીક કરી દેવાઇ હતી, હવે ફરી એકવાર આ સામે આવી છે.
ઇન્ટરનેટ સિક્યૂરિટી રિસર્ચરે આ અંગે માહિતી આપી છે કે જે વૉટ્સએપ ગૃપ ઇન્ટર કરવા માટે જે લિન્ક્સનો ઉપયોગ કરો છો તેને ફરી એકવાર ઓનલાઇન મળવાનો ખતરો છે. આમ કરવા પર યૂઝરની પ્રાઇવેટ ચેટમાં કોઇપણ ઘૂસી શકે છે.
વૉટ્સએપ ગૃપ્સ માટે ઇન્ડેક્સ એનેબલ કર્યા બાદ આખા વેબ પર પ્રાઇવેટ ગૃપ માટે આ લિંકને સર્ચ કરવામાં આવી શકે છે, અને જૉઇને પણ કરી શકે છે. આમાં સર્ચ કરવાવાળાને બીજાની પ્રૉફાઇલ ફોટો અને ફોન નંબર મેળવવાની અનુમતિ મળી જાય છે. જોકે એ વાતની જાણકારી નથી કે વૉટ્સએપે ગૃપમાં ઇન્ડેક્સ કરવા માટે ગૂગલ પર ચેટ ઇનવાઇટને ક્યારે શરૂ કરી છે, પરંતુ રિપોર્ટનુ કહેવુ છે કે ગૂગલ સર્ચમાં લગભગ 1500 ગૃપ ઇનવાઇટ લિંક અવેલેબલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion