શોધખોળ કરો
Advertisement
WhatsApp લાવી રહ્યું છે આ સ્પેશ્યલ ફિચર, હવે સ્ટૉરેજ પ્રૉબ્લમથી મળશે છુટકારો
WAbetainfo અનુસાર, વૉટ્સએપના આ ફિચર દ્વારા યૂઝર્સને પોતાના ફોનમાં સ્ટૉરેજ ઓપ્ટિમાઇઝ કરવામાં આસાની રહેશે. આ ફિચરના માધ્યમથી યૂઝર્સ સ્પેસ વધારી શકશે. એટલુ જ નહીં ફોરવર્ડેડ અને લાર્જ ફાઇલ્સ માટે ફિલ્ટર પણ સર્ચ કરવાની સુવિધા મળશે
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપના દુનિયાભરમાં કરોડો યૂઝર્સ છે, કંપની પોતાના યૂઝર્સને બેસ્ટ એક્સપીરિયન્સ આપવા માટે સમયાંતરે એપમાં નવા નવા ફિચર્સ એડ કરતી રહે છે. તાજેતરમાં જ વૉટ્સએપ એન્ડ્રોઇડના બીટાના લેટેસ્ટ વર્ઝનમાં એક ટૂલ જોવા મળ્યુ છે, જે યૂઝર્સની સ્ટૉરેજ સમસ્યાને દુર કરી દેશે.
WAbetainfo અનુસાર, વૉટ્સએપના આ ફિચર દ્વારા યૂઝર્સને પોતાના ફોનમાં સ્ટૉરેજ ઓપ્ટિમાઇઝ કરવામાં આસાની રહેશે. આ ફિચરના માધ્યમથી યૂઝર્સ સ્પેસ વધારી શકશે. એટલુ જ નહીં ફોરવર્ડેડ અને લાર્જ ફાઇલ્સ માટે ફિલ્ટર પણ સર્ચ કરવાની સુવિધા મળશે. રિપોર્ટ અનુસાર વૉટ્સએપ હવે સ્ટૉરેજને ક્લિન કરવા માટે પણ સજેસ્ટ કરશે. યૂઝર્સની પાસે રિવ્યૂ ઓપ્શન હશે અને જરૂરી ફાઇલ્સને ડિલીટ કરી શકશે.
વળી, બીજી લાઇનમાં 'forwarded files' રહેશે, જેમાં એ જાણકારી રહેશે કે આ ફાઇલ્સ કેટલા સ્ટૉરેજનો યૂઝ કરી રહી છે.ત્રીજી લાઇનમાં આ મોટી ફાઇલ્સ અને તેના દ્વારા ખર્ચ થનારા સ્ટૉરેજની જાણકારી આપવામાં આવશે. નવા ટૂલની સાથે જુનુ ફિચર પણ અવેલેબલ હશે. જેના દ્વારા યૂઝર્સ દરેક ચેટમાં યૂઝ કરવામાં આવેલી સ્ટૉરેજને ટ્રેક કરી શકશે. આની સાથે સાથે વૉટ્સએપ કેટલાક નવા ફિચર્સ લઇને આવી રહ્યું છે. આમાં યુઆઇ ઇમ્પ્રૂવમેન્ટ, ગૃપ કૉલ દ્વારા અલગ રિંગટૉન અને કેમેરા શોર્ટકટની વાપસી સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement