શોધખોળ કરો

હવે WhatsApp તમને યાદ કરાવશે કયા સમયે ક્યૂં કામ કરવાનું છે? જાણો આ ફીચરને એક્ટિવ કરવાની રીત

WhatsApp Remind Me Feature: 'Remind Me' ફીચરની મદદથી, યૂઝર્સ કોઈપણ મેસેજ માટે રિમાઇન્ડર સેટ કરી શકે છે. એકવાર નિર્ધારિત સમય પસાર થઈ જાય, પછી WhatsApp આપમેળે તમને તે ચોક્કસ મેસેજ વિશે યાદ અપાવવા માટે એક નોટિફિકેશન મોકલશે.

WhatsApp Remind Me Feature: રોજબરોજની ભાગદોડમાં ઘણી વાર એવું બને છે કે આપણે વોટ્સએપ પર જરૂરી મેસેજ તો વાંચી લઈએ છીએ, પરંતુ જવાબ આપવાનું કે કામ યાદ રાખવાનું ભૂલી જઈએ છીએ. આ સમસ્યાને જોતા હવે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ નવું ફીચર 'રિમાઇન્ડ મી' લઈને આવ્યું છે, જે યુઝર્સને જરૂરી મેસેજ સમયસર યાદ અપાવવામાં મદદ કરે છે. આ ફીચર ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જેઓ આખો દિવસ ઘણી બધી ચેટ્સ જુએ છે અને જરૂરી વાતો ચૂકી જાય છે. તો ચાલો તમને જણાવીએ કે વોટ્સએપ તમને પોતે કેવી રીતે યાદ અપાવશે કે તમારે ક્યારે શું કરવાનું છે અને આ ફીચરને એક્ટિવ કરવાની રીત શું છે?

શું છે રિમાઇન્ડ મી ફીચર?

રિમાઇન્ડ મી ફીચર દ્વારા યુઝર કોઈ પણ મેસેજ, પછી તે ટેક્સ્ટ હોય, ઈમેજ હોય, વીડિયો હોય કે ડોક્યુમેન્ટ હોય, તેના પર રિમાઇન્ડર સેટ કરી શકે છે. આમાં નક્કી કરેલા સમય પછી વોટ્સએપ પોતે નોટિફિકેશન મોકલીને તે મેસેજની યાદ અપાવશે. શરૂઆતમાં આ ફીચર કેટલાક યુઝર્સ માટે બીટા વર્ઝનમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું.

કેવી રીતે કામ કરશે આ ફીચર?

આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે:

  • રિમાઇન્ડ મી ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે જે મેસેજ યાદ રાખવો હોય તેના પર લોન્ગ પ્રેસ (Long Press) કરો.
  • ત્યારબાદ ઉપર દેખાતા ઓપ્શનમાં 'રિમાઇન્ડ મી' (Remind Me) અથવા બેલ આઇકન પર ટેપ કરો.
  • હવે તે સમય પસંદ કરો જ્યારે તમારે મેસેજ યાદ રાખવો હોય, જેમ કે 2 કલાક, 8 કલાક, 24 કલાક અથવા કસ્ટમ ટાઈમ.
  • હવે નક્કી કરેલા સમયે વોટ્સએપ તમને નોટિફિકેશન મોકલશે, જેમાં મેસેજનું પ્રિવ્યૂ પણ દેખાશે.
  • જરૂર પડ્યે યુઝર આ જ રીતે રિમાઇન્ડર હટાવી પણ શકે છે.

કેમ ખાસ છે આ ફીચર?

આ ફીચર 'સ્ટાર મેસેજ' કે 'ચેટ પિનિંગ' થી અલગ છે. સ્ટાર ફીચરમાં મેસેજ સેવ તો થઈ જાય છે, પરંતુ તેના માટે તમારે પોતે જઈને સર્ચ કરવું પડે છે. જ્યારે 'રિમાઇન્ડ મી' માં યુઝરે પોતે કંઈ શોધવાની જરૂર પડતી નથી, કારણ કે એપ નક્કી કરેલા સમયે પોતે જ નોટિફિકેશન મોકલી દેશે. આનાથી જરૂરી મેસેજ ભૂલી જવાની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે.

આ ફીચરનો કોને સૌથી વધુ ફાયદો થશે?

આ ફીચર ખાસ કરીને એવા લોકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે જેઓ એકસાથે પર્સનલ ચેટ, ફેમિલી ગ્રુપ અને ઓફિસ સંભાળે છે. આ ઉપરાંત, તે માત્ર ટેક્સ્ટ મેસેજ જ નહીં પરંતુ ઈમેજ, વીડિયો, જીઆઈએફ (GIF), ઓડિયો અને ડોક્યુમેન્ટ પર પણ કામ કરે છે, જે આ ફીચરની ખાસ વાત છે.

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget