શોધખોળ કરો
Advertisement
ચીનની કઇ કંપની ભારતીય માર્કેટમાં ધમાલ મચાવવા ચાર દિવસ બાદ 5G ફોન લૉન્ચ કરી રહી છે, કયો છે ફોન ને શું છે ખાસ, જાણો વિગતે
રેડમી નૉટ 9 5G ફોનને લઇને સામે આવેલી માહિતી પ્રમાણે, કહેવાઇ રહ્યું છે કે કંપની આને આગામી 26 નવેમ્બરે રાત્રે 8 વાગે લૉન્ચ કરી શકે છે
નવી દિલ્હીઃ ચીનની મોટી સ્માર્ટફોન મેકર કંપની શ્યાઓમી હવે ભારતમાં ધમાલ મચાવવાની તૈયારીમાં છે. શ્યાઓમી હવે ભારતમાં Redmi Note 9 5G ફોન લૉન્ચ કરવા જઇ રહી છે. આ 5G ફોન સાથે કંપની ભારતીય માર્કેટમાં ફરી એકવાર પોતાનો દબદબો કાયમ કરી શકે છે.
રેડમી નૉટ 9 5G ફોનને લઇને સામે આવેલી માહિતી પ્રમાણે, કહેવાઇ રહ્યું છે કે કંપની આને આગામી 26 નવેમ્બરે રાત્રે 8 વાગે લૉન્ચ કરી શકે છે. આની પુષ્ટી કરવા માટે કંપનીએ ચીની માઇક્રોબ્લૉગિંગ વેબસાઇટ પર એક પૉસ્ટર પણ શેર કર્યુ છે.
પ્રતિકાત્મક તસવીર
શ્યાઓમી રેડમી નૉટ 9 5G ફોનમા શું આપશે ખાસ....
Xiaomi Redmi Note 9 5Gમાં કેટલાય લેટેસ્ટ ફિચર્સને પણ સામેલ કરવામાં આવી શકે છે. Redmi Note 9 5Gમાં 108MP નો પ્રાઇમરી કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે.
કહેવાઇ રહ્યું છે કે ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 750G SoC પ્રૉસેસર હોઇ શકે છે. આમાં FHD + રિઝોલ્યૂશનની સાથે 6.67-ઇંચ IPS LCD ડિસ્પ્લે પેનલ આપવામાં આવી શકે છે. વળી સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ હોઇ શકે છે. વળી ફોનમા 4820 mAhની બેટરી આપવામાં આવશે, જે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement