શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
માર્કેટમાં આવશે હટકે ફોન, હવે આ કંપની લૉન્ચ કરશે 100 મેગાપિક્સલ કેમેરા વાળો સ્માર્ટફોન, જાણો વિગતે
શ્યાઓમી માટે ભારત સૌથી મોટુ માર્કેટ છે, અને કયાસ લગાવાઇ રહ્યો છે કે 100 મેગાપિક્સલના રિયર કેમેરવાળો સ્માર્ટફોન ટુંકસમયમાં તમને જોવા મળી શકે છે
નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપનીઓની વચ્ચે કેમેરાને લઇને રેસ શરૂ થઇ છે, અને હવે દરેક કંપની પોતાના સ્માર્ટફોન બને તેટલા હેવી કેમેરા આપવાની કોશિશ કરી રહી છે. ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ 64 મેગાપિક્સલ કેમેરા વાળો સ્માર્ટફોન લાવવાની જાહેરાત કરી છે, એટલે કે અત્યાર સુધી 64 મેગાપિક્સલ કેમેરા વાળો સ્માર્ટફોન માર્કેટમાં અવેલેબલ નથી. જોકે, હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે, એક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વર્ષના અંત સુધીમાં સૌથી હાઇટેક કેમેરા ફોન લૉન્ચ થશે.
જે રિપોર્સ સામે આવ્યો છે તે પ્રમાણે રેડમી નૉટ 8માં 64 મેગાપિક્સલનો કેમેરો જોવા મળી શકે છે. 64 મેગાપિક્સલના કેમેરા બાદ શ્યાઓમીની તૈયારી 100 મેગાપિક્સલના રિયર કેમેરા વાળો સ્માર્ટફોન લૉન્ચ કરવાની છે.
શ્યાઓમી Mi MIX 3ના અપગ્રેડેટ વેરિએન્ટ Mi MIX 4માં 100 મેગાપિક્સલનો રિયર કેમેરો આપી શકે છે. શ્યાઓમી ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનુ જૈને ખુદ 100 મેગાપિક્સલનો રિયર લૉન્ચ કરવાની જાહેરાત કરી છે.
શ્યાઓમી માટે ભારત સૌથી મોટુ માર્કેટ છે, અને કયાસ લગાવાઇ રહ્યો છે કે 100 મેગાપિક્સલના રિયર કેમેરવાળો સ્માર્ટફોન ટુંકસમયમાં તમને જોવા મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion