શોધખોળ કરો

હવે YouTube Shorts પર AI નો ધમાકો! આ ફીચરથી માત્ર એક ફ્રેમથી બની જશે 8 સેકન્ડનો વીડિયો

YouTube Shorts AI Feature: YouTube એ તેના શોર્ટ-વિડિયો પ્લેટફોર્મને વધુ મનોરંજક બનાવવા માટે "Reimagine" નામની એક નવી સુવિધા શરૂ કરી છે.

YouTube Shorts AI Feature: YouTube એ પોતાના શોર્ટ વીડિયો પ્લેટફોર્મને વધુ મનોરંજક બનાવવા માટે Reimagine નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર યુઝર્સને કોઈપણ શોર્ટ વીડિયોના એક ફ્રેમને ઉઠાવીને તેને સંપૂર્ણપણે અલગ અને ક્રિએટિવ 8 સેકન્ડના વીડિયોમાં બદલવાની સુવિધા આપે છે. એટલે કે હવે એક સામાન્ય સીન પણ થોડી જ સેકન્ડોમાં નવું અને આકર્ષક રૂપ લઈ શકે છે.

AI ની તાકાત આ ફીચરની અસલી તાકાત તેના AI સિસ્ટમમાં છુપાયેલી છે. YouTube નું એડવાન્સ વીડિયો મોડલ Veo આ પ્રક્રિયાને સંભાળે છે જે વીડિયોની સાથે ઓડિયો પણ પોતે તૈયાર કરે છે. જ્યારે Google નું Gemini યુઝર્સને નવા-નવા આઈડિયા અને સૂચનો આપે છે જેથી વીડિયો વધુ ક્રિએટિવ બની શકે. ખાસ વાત એ છે કે તમે ઈચ્છો તો આ સૂચનોનો ઉપયોગ કરો અથવા તમારી પોતાની વિચારસરણી મુજબ વીડિયો તૈયાર કરો.

કેવી રીતે કામ કરે છે Reimagine ફીચર

આ ટૂલનો ઉપયોગ કરવો ઘણો સરળ રાખવામાં આવ્યો છે. યુઝર કોઈપણ શોર્ટ વીડિયોમાંથી એક ફ્રેમ પસંદ કરી શકે છે અને તેને અલગ-અલગ રીતે કસ્ટમાઇઝ કરી શકે છે. આમાં તમે તમારા ફોટા અથવા ઓબ્જેક્ટ ઉમેરી શકો છો, AI ને નિર્દેશ આપી શકો છો અથવા આપેલા ક્રિએટિવ સૂચનોનો ઉપયોગ કરી શકો છે. ત્યારબાદ આ ટૂલ પોતે જ એક નવો વીડિયો ક્લિપ તૈયાર કરી દે છે જેમાં ઓડિયો પણ સિંક રહે છે.

ક્રિએટર્સને મળશે પૂરી ક્રેડિટ

આ ફીચરની એક ખાસ વાત એ છે કે જ્યારે પણ કોઈ યુઝર Reimagine થી વીડિયો બનાવે છે ત્યારે તે ઓટોમેટિકલી ઓરિજિનલ વીડિયો સાથે લિંક થઈ જાય છે. આનાથી અસલી ક્રિએટરને તેની ક્રેડિટ મળે છે અને તેના કન્ટેન્ટની રીચ પણ વધે છે. એટલે કે નવા અને જૂના બંને ક્રિએટર્સને આનો ફાયદો મળશે.

કન્ટેન્ટ ક્રિએશનનો નવો દોર

Reimagine ફીચર ખાસ કરીને એવા લોકો માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે જેઓ વધુ એડિટિંગ સ્કિલ વગર પણ ક્રિએટિવ વીડિયો બનાવવા માંગે છે. હવે કોઈપણ યુઝર સરળતાથી આકર્ષક કન્ટેન્ટ તૈયાર કરી શકે છે અને YouTube પર પોતાની ઓળખ બનાવી શકે છે.

જેમ જેમ AI ટેકનોલોજી આગળ વધી રહી છે, તેમ તેમ વીડિયો બનાવવાની અને શેર કરવાની રીત પણ સંપૂર્ણપણે બદલાઈ રહી છે. Reimagine આ પરિવર્તનની એક ઝલક છે જે આવનારા સમયમાં કન્ટેન્ટ ક્રિએશનને વધુ સરળ અને રસપ્રદ બનાવી શકે છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
Embed widget