શોધખોળ કરો

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ

ગૂગલે ભારતમાં Pixel 11 સિરીઝના 4 નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે, જેમાં શાનદાર ફોલ્ડેબલ ફોન (Pixel 11 Pro Fold) નો પણ સમાવેશ થાય છે. આ નવા ફોન્સમાં આધુનિક AI ટેકનોલોજી અને દમદાર કેમેરા આપવામાં આવ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 7 વર્ષ સોફ્ટવેર, સુરક્ષા અપડેટ્સની ગેરંટી મળશે.

Google Pixel 11 Pro Fold: જો તમે એક એવો સ્માર્ટફોન શોધી રહ્યા છો જે તમારા ઈશારા સમજીને તમારી મદદ કરે, તો ગૂગલ તમારા માટે કંઈક નવું લઈને આવ્યું છે. ગૂગલે ભારતમાં તેની મોસ્ટ અવેટેડ 'Pixel 11 સિરીઝ' સત્તાવાર રીતે લોન્ચ કરી દીધી છે. આ સિરીઝમાં કુલ ચાર નવા સ્માર્ટફોન રજૂ કરવામાં આવ્યા છે: Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL, અને સૌથી આકર્ષક Pixel 11 Pro Fold (જેને રૂમાલની જેમ વાળી શકાય છે).

આ વખતે કંપનીએ સૌથી વધુ ભાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર મૂક્યો છે. આ ફોન્સ એવી રીતે ડિઝાઈન કરાયા છે કે તે તમારી જરૂરિયાતને સમજીને તમને કામમાં મદદ કરશે.

કિંમત અને ઉપલબ્ધતા

ચાલો સૌથી પહેલા કિંમત જાણી લઈએ:

Pixel 11: ₹89,999 થી શરૂ

Pixel 11 Pro: ₹1,19,999 થી શરૂ

Pixel 11 Pro XL: ₹1,34,999 થી શરૂ

Pixel 11 Pro Fold: ₹1,86,999 થી શરૂ

આ તમામ ફોન્સ માટે પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે અને તેનું સત્તાવાર વેચાણ 20 ઓગસ્ટ 2026 થી શરૂ થશે.

નવી સિરીઝમાં શું છે ખાસ?

આ આખી પિક્સેલ 11 સિરીઝ ગૂગલની અત્યાધુનિક 'Tensor G6' ચિપ પર ચાલે છે અને તેને નવા 'Gemini Nano' મોડલનો પણ સપોર્ટ મળ્યો છે. કંપનીનો દાવો છે કે હાર્ડવેર અને AI ને એવી રીતે ભેગા કરાયા છે કે હવે રોજના નાના-મોટા કામ માટે તમારે ફોન પર ઓછી આંગળીઓ ઘસવી પડશે.

Pixel 11 ના આકર્ષક ફીચર્સ

ડિસ્પ્લે: 6.3-ઇંચની સ્ક્રીન જે 120 Hz ના સ્મૂધ રિફ્રેશ રેટ સાથે આવે છે.

રેમ અને સ્ટોરેજ: 12GB રેમ સાથે 256GB અને 512GB ના બે સ્ટોરેજ ઓપ્શન મળશે.

કેમેરા: 48-મેગાપિક્સલનો મેઈન કેમેરા, જે પહેલા કરતા 56% વધુ સારો પ્રકાશ પકડી શકે છે. તેમાં 30x સુપર રિઝોલ્યુશન ઝૂમ અને નાઇટ સાઇટ જેવી સુવિધાઓ છે. ફોનની પાછળ આવેલો કેમેરા બાર હવે 40% જેટલો પાતળો કરી દેવાયો છે.

બેટરી: એકવાર ચાર્જ કર્યા પછી 30 કલાકથી વધુ ચાલશે. 30W ના ચાર્જરથી તે માત્ર 30 મિનિટમાં 55% ચાર્જ થઈ જશે.

Pixel 11 Pro અને Pro XL: વધુ પાવરફુલ!

આ બંને મોડલ પ્રો લેવલના યુઝર્સ માટે છે. Pro માં 6.3-ઇંચ અને XL માં 6.8-ઇંચની સુપર એક્ટુઆ ડિસ્પ્લે છે, જે 3,600 nits ની જબરદસ્ત બ્રાઇટનેસ આપે છે.

મજબૂતી: સ્ક્રીન પર નવું એન્ટી-સ્ક્રેચ લેયર છે જે તેને ડબલ મજબૂત બનાવે છે.

કેમેરા: 50-MP નો મેઈન કેમેરા, 48-MP નો અલ્ટ્રાવાઇડ અને 48-MP નો ટેલિફોટો કેમેરા છે. તેમાં 5x ઓપ્ટિકલ ઝૂમ અને 120x સુધીનું પ્રો ઝૂમ મળે છે.

ચાર્જિંગ: Pro મોડલ 30 મિનિટમાં 55% અને Pro XL 75% સુધી ચાર્જ થઈ શકે છે.

પિક્સેલ 11 પ્રો ફોલ્ડ: વાળો અને ખિસ્સામાં મૂકો

આ ફોલ્ડેબલ ફોન પહેલા કરતા 1 મિલીમીટર પાતળો, 10% હળવો અને 3 ગણો વધુ મજબૂત છે. તેમાં 8-ઇંચની અંદર અને બહાર મોટી સુપર એક્ટુઆ ફ્લેક્સ ડિસ્પ્લે છે. તે 16GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે આવે છે અને તેને અડધા કલાકમાં 50% ચાર્જ કરી શકાય છે. મોટી સ્ક્રીન હોવાથી સ્પ્લિટ સ્ક્રીન અને ડ્રેગ એન્ડ ડ્રોપ જેવી સુવિધાઓનો લાભ લઈ શકાશે.

દમદાર AI ફીચર્સ

HiLight (હાઈલાઈટ): કેમેરા ફ્લેશની આસપાસની લાઈટનો ઉપયોગ કરીને ફોન નોટિફિકેશન આપશે. દા.ત. ખાસ વ્યક્તિનો કોલ આવે ત્યારે અલગ લાઈટ થશે.

રેમ્બલર: આ ફીચર બોલેલા શબ્દોને વાતચીતની શૈલીમાં સમજે છે અને અચકાવાવાળા "અમ" અને "અહ" જેવા શબ્દોને જાતે જ કાઢી નાખીને સ્પષ્ટ વાક્ય લખે છે.

મેજિક કેપ્ચર: વિડીયો શૂટ કરતી વખતે તે જાતે જ સારી ફ્રેમ્સ ઓળખી લે છે.

કેમેરા લુક્સ: ફોટો પાડ્યા પછી એડિટ કરવાને બદલે તમે ફોટો પાડતી વખતે જ નેચરલ કે શેડો જેવા ફિલ્ટર પસંદ કરી શકો છો. પ્રો મોડલમાં તો કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ટેલિપ્રોમ્પ્ટર જેવી સુવિધાઓ પણ છે.

સ્માર્ટવોચ અને ઈયરબડ્સ પણ થયા અપડેટ

ગૂગલે 'Pixel Watch 5' પણ લોન્ચ કરી છે (કિંમત ₹42,900 થી શરૂ). તે નવી Snapdragon W5 Gen 2 ચિપ સાથે 20% વધુ ફાસ્ટ છે. સાથે જ Pixel Buds Pro 2 માં નવા કલર અને સોફ્ટવેર અપડેટ્સ અપાયા છે.

7 વર્ષની ગેરંટી અને ઓફર્સ

ખાસ વાત એ છે કે કંપની આ સિરીઝ પર પૂરા 7 વર્ષ સુધી સોફ્ટવેર અને સિક્યોરિટી અપડેટ્સ આપશે. આ ઉપરાંત, HDFC અને ICICI બેંકના કાર્ડ પર કેશબેક અને 24 મહિના સુધીની No-Cost EMI ઓફર પણ મળી રહી છે.

હવે જોવાનું એ રહેશે કે 90 હજારથી શરૂ થતા આ AI ફોન્સ ભારતીય માર્કેટમાં Apple અને Samsung ના પ્રીમિયમ ફોન્સ સામે કેવી ટક્કર આપે છે!

Frequently Asked Questions

Pixel 11 સિરીઝ પર કેટલા વર્ષ સુધી સોફ્ટવેર અપડેટ્સ મળશે?

કંપની Pixel 11 સિરીઝ પર પૂરા 7 વર્ષ સુધી સોફ્ટવેર અને સિક્યોરિટી અપડેટ્સ આપશે. આ એક ખાસ ઓફર છે.

Advertisement

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
Pitru Paksha 2026: પિતૃ પક્ષમાં 7 વસ્તુઓનું દાન નસીબ ચમકાવશે! પૂર્વજોના આશીર્વાદથી થશે પૈસાનો વરસાદ
Pitru Paksha 2026: પિતૃ પક્ષમાં 7 વસ્તુઓનું દાન નસીબ ચમકાવશે! પૂર્વજોના આશીર્વાદથી થશે પૈસાનો વરસાદ
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
Embed widget