શોધખોળ કરો

‘હેટ સ્પીચ’ને લઈને ફેસબુકની કાર્રવાઈ, ભાજપના ધારાસભ્યનું એકાઉન્ટ કર્યું બ્લોક

બુધવારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પર સંસદીની સ્થાયી સમિતિએ ફેસબુક ઇન્ડિયા હેડ અજીત મોહનને બે કલાક સવાલ કર્યા હતા.

નવી દિલ્હીઃ હેટ સ્પીચને લઈને વિવાદોમાં ઘેરાયેલ ફેસબુકે ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહનું એકાઉન્ટ બ્લોક કર્યું છે. અમેરિકાન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર નફરત અને હિંસાને પ્રોત્સાહન આપનાર સામગ્રીને લઈને ફેસબુકની નીતિનું ઉલ્લંઘન કરવા પર તેલંગાનાના ભાજપના ધારાસભ્યનું એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે. અંદાજે ત્રણ સપ્તાહ પહેલા અમેરિકાના અખબારે દાવો કર્યો હતો કે ફેસબુકની ઇન્ડિયા પોલિસી હેડ આંખી દાસે ટી રાજા સિંહના અનેક વિવાદિત પોસ્ટ હટાવવાના વિચારનો વિરોધ કર્યો હતો. ટી રાજા સિંહની પોસ્ટ મુસલમાનો અને રોહિંગ્યા શરણાર્થિઓ સંબંધિત હતી. સિંહના ઓછામાં ઓછા 5 પ્રોપાઈલ છે જેના પર 3 લાખથી વધારે ફોલોઅર છે. વિતેલા મહિને ટી રાજા સિંહે દાવો કર્યો હતો કે 2018માં તેનું સત્તાવાર ફેસબુક એકાઉન્ટ હેક અને બ્લોક કરવામાં આવ્યું હતું. ભાજપ ધારાસભ્યએ આગળ કહ્યું કે, તેની પાસે માત્ર એક સત્તાવાર યૂટ્યૂબ અને ટ્વિટર એકાઉન્ટ છે, જેમાં તેણે આ ખાતાઓ દ્વારા ક્યારેય કોઈ ભડકાઉ ટિપ્પણી કરી નથી. બુધવારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પર સંસદીની સ્થાયી સમિતિએ ફેસબુક ઇન્ડિયા હેડ અજીત મોહનને બે કલાક સવાલ કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર વિપક્ષી દળોએ ભાજપના નેતાઓ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ભડકાઉ સામગ્રી ન હટાવવાને પર ફેસબુકની ટીકા કરી હતી. બેઠક બાદ કંપનીના પ્રવક્તાએ નિવેદનમાં કહ્યું કે, ફેસબુક એક ખુલ્લું અને પારદર્શી મંચ બનવા માટે પ્રતિબદ્ધ છે. આ મામલે ફેસબુક અધિકારીઓને સંસદીય સમિતિની સામે ફરીથી બોલાવવામાં આવશે. મંગળારે કેન્દ્રીય કાયદી મંત્રી રવિશંકર પ્રસાદે ઝકરબર્ગને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે ફેસબુકના કર્મચારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓની ટીકા કરી રહ્યા છે. પ્રસાદે સોશિયલ મીડિયા કંપની પર દક્ષિણપંથી વિચારધારાના સમર્થનવાળા લોકોના કન્ટેન્ટને સેન્સર કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

ટોપ સ્ટોરી

Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે
Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
OnePlus Nord CE 6 પર મોટો પ્રાઇસ ડ્રોપ, અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
OnePlus Nord CE 6 પર મોટો પ્રાઇસ ડ્રોપ, અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

વિડિઓઝ

Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ
Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
તિલક વર્માએ વૈભવ સૂર્યવંશીને કરી સ્લેજિંગ? મેદાન પર બબાલનો વીડિયો વાયરલ
તિલક વર્માએ વૈભવ સૂર્યવંશીને કરી સ્લેજિંગ? મેદાન પર બબાલનો વીડિયો વાયરલ
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Embed widget