શોધખોળ કરો

Jio ની મેગા એનિવર્સરી ઓફર: ₹3,599 ના પ્લાનમાં આખા વર્ષ માટે મળશે બમ્પર લાભ

જો તમે દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટથી છુટકારો મેળવવા માંગતા હો, તો Jio ની ખાસ એનિવર્સરી ઓફર તમારા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. કંપનીએ તેની નવમી વર્ષગાંઠ નિમિત્તે આ શાનદાર પેકેજ રજૂ કર્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Jio એ 9 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ ઓફર.
  • ₹3,599 પ્લાન: દરરોજ 2.5GB ડેટા, કૉલ્સ, OTT.
  • પ્લાનમાં 18 મહિનાનું મફત જેમિની પ્રો સબ્સ્ક્રિપ્શન ઉપલબ્ધ.
  • વધારાનો ડેટા, ક્લાઉડ સ્ટોરેજ અને પાર્ટનર વાઉચર્સ પણ મળશે.

Jio mega anniversary offer: ભારતીય ટેલિકોમ ક્ષેત્રે અગ્રેસર એવી કંપની Reliance Jio એ તેની ટેલિકોમ સેવાઓની સફળ સફરના 9 વર્ષ પૂરા થવાના અવસર પર ગ્રાહકો માટે એક આકર્ષક મેગા એનિવર્સરી ઓફર રજૂ કરી છે. સપ્ટેમ્બર 2016 માં બીટા પરીક્ષણ બાદ બજારમાં આવેલી આ કંપનીએ હવે તેની વર્ષગાંઠ નિમિત્તે રૂ. 3,599 નો ખાસ વાર્ષિક પ્લાન લોન્ચ કર્યો છે. આ પેકેજમાં યૂઝર્સને માત્ર કનેક્ટિવિટી જ નહીં, પરંતુ મનોરંજન, ક્લાઉડ સ્ટોરેજ અને એડવાન્સ્ડ AI સબ્સ્ક્રિપ્શન જેવા અનેક બેજોડ ફાયદાઓ મળી રહે છે.

₹3,599 ના વાર્ષિક પ્લાનના મુખ્ય ફાયદાઓ:

લાંબી માન્યતા અને ડેટા: આ પ્લાનની વેલિડિટી પૂરા ૩૬૫ દિવસની છે. જેમાં ગ્રાહકોને દરરોજ ૨.૫ જીબી હાઇ-સ્પીડ ડેટા મળે છે, એટલે કે આખા વર્ષ દરમિયાન કુલ ૯૧૨.૫ જીબી ડેટાનો લાભ મળે છે. દૈનિક ડેટા પૂરો થયા બાદ સ્પીડ ઘટીને ૬૪ કેબીપીએસ થઈ જાય છે. આ ઉપરાંત, પાત્ર સબ્સ્ક્રાઇબર્સને અનલિમિટેડ 5G ડેટાની સુવિધા પણ નિઃશુલ્ક મળે છે.

કોલિંગ અને એસએમએસ: આ પ્લાનમાં દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ ૧૦૦ એસએમએસ મોકલવાની સુવિધા આપવામાં આવે છે.

મનોરંજન અને ઓટીટી બેનિફિટ્સ: મનોરંજનના શોખીનો માટે આ પ્લાનમાં જિયોટીવી અને જિયોએઆઈક્લાઉડની સાથે જિયોહોટસ્ટાર મોબાઇલ+ સબ્સ્ક્રિપ્શનનો સમાવેશ થાય છે. જેમાં હોલીવુડ કન્ટેન્ટની પણ ઍક્સેસ મળે છે. વધુમાં, જિયોટીવી પ્રો પેક દ્વારા ૧,૦૦૦ થી વધુ ટીવી ચેનલોનો આનંદ માણી શકાય છે, જે ૫૫ રૂપિયાના ૧૨ અલગ વાઉચરના રૂપમાં પ્રદાન કરવામાં આવે છે.

વધારાનો ડેટા અને ક્લાઉડ સ્ટોરેજ: આ પ્લાનમાં ૧૨૦ જીબી વધારાનો ડેટા બૂસ્ટર પણ શામેલ છે, જે આખા વર્ષ દરમિયાન દર મહિને ૧૦ જીબીના સ્લોટમાં આપવામાં આવે છે. સાથે જ, જિયોએઆઈક્લાઉડ પર ૫૦ જીબી મફત ક્લાઉડ સ્ટોરેજ પણ ઉપલબ્ધ બને છે.

જેમિની પ્રો નું મફત સબ્સ્ક્રિપ્શન: આ એનિવર્સરી પ્લાનનું સૌથી મોટું આકર્ષણ ગૂગલ જેમિની પ્રો નું ૧૮ મહિનાનું મફત સબ્સ્ક્રિપ્શન છે, જેની બજાર કિંમત ₹૩૫,૧၀၀ જેટલી છે. આ સુવિધા દ્વારા યૂઝર્સને ૫,૦૦૦ જીબી ક્લાઉડ સ્ટોરેજ અને આધુનિક AI ટૂલ્સની શક્તિશાળી ઍક્સેસ મળે છે.

આકર્ષક પાર્ટનર વાઉચર્સ: MyJio એપ દ્વારા ગ્રાહકોને વધારાના પાર્ટનર વાઉચર્સ પણ આપવામાં આવે છે. જેમાં EaseMyTrip દ્વારા ફ્લાઇટ બુકિંગ પર ₹૨,૨૦૦ સુધીનું ડિસ્કાઉન્ટ, ₹૧,૦૦૦ થી વધુની ખરીદી પર ₹૨૦૦ નું AJIO વાઉચર અને સિનેપોલિસ મૂવી ટિકિટ પર ફ્લેટ ₹૧૫૦ નું ડિસ્કાઉન્ટ સામેલ છે. (સિનેપોલિસની આ ઓફર મંગળવાર સિવાયના બાકીના દિવસોમાં માન્ય રહે છે.)

માસિક રિચાર્જના ટેન્શનમાંથી હંમેશા માટે મુક્તિ મેળવવા અને હાઇ-સ્પીડ ડેટા સાથે આધુનિક ડિજિટલ સુવિધાઓનો લાભ લેવા માટે આ વાર્ષિક પ્લાન અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Frequently Asked Questions

જિયોની મેગા એનિવર્સરી ઓફર શું છે?

રિલાયન્સ જિયોએ તેની 9મી વર્ષગાંઠ નિમિત્તે ગ્રાહકો માટે ₹3,599 નો વાર્ષિક પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં ડેટા, કોલિંગ, OTT અને AI સબ્સ્ક્રિપ્શન જેવા ફાયદાઓ મળે છે.

₹3,599 ના વાર્ષિક પ્લાનમાં કેટલો ડેટા મળે છે?

આ પ્લાનમાં ૩૬૫ દિવસ માટે દરરોજ ૨.૫ જીબી હાઇ-સ્પીડ ડેટા મળે છે, કુલ ૯૧૨.૫ જીબી. પાત્ર યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા પણ નિઃશુલ્ક મળે છે.

જિયોના આ વાર્ષિક પ્લાનમાં જેમિની પ્રો (Gemini Pro) નો લાભ મળે છે?

હા, આ એનિવર્સરી પ્લાનમાં ગૂગલ જેમિની પ્રોનું ૧૮ મહિનાનું મફત સબ્સ્ક્રિપ્શન શામેલ છે. જેમાં ૫,૦૦૦ જીબી ક્લાઉડ સ્ટોરેજ અને આધુનિક AI ટૂલ્સની ઍક્સેસ મળે છે, જેની બજાર કિંમત ₹૩૫,૧૦૦ છે.

આ પ્લાનમાં કયા મનોરંજન અને OTT બેનિફિટ્સ મળે છે?

પ્લાનમાં JioTV, JioAicloud અને JioHotstar મોબાઇલ+ સબ્સ્ક્રિપ્શન શામેલ છે. JioTV પ્રો પેક દ્વારા ૧,૦૦૦ થી વધુ ટીવી ચેનલોનો પણ લાભ મળે છે, જે ૧૨ વાઉચરના રૂપમાં પ્રદાન થાય છે.

Advertisement

ટોપ સ્ટોરી

OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: પીએમ મોદી ભીલડી પહોંચ્યાં, જાણો આજના કાર્યક્રમનું શિડ્યુઅલ
PM modi Gujarat Visit Live: પીએમ મોદી ભીલડી પહોંચ્યાં, જાણો આજના કાર્યક્રમનું શિડ્યુઅલ
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Embed widget