શોધખોળ કરો

ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી

રિલાયન્સની ડિજિટલ પાંખ જિયો પ્લેટફોર્મ્સને તેના 3.8 બિલિયન ડોલરના પ્રસ્તાવિત IPO માટે લીલી ઝંડી મળી ગઈ છે. આ મેગા ઈશ્યૂ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના રેકોર્ડને તોડીને ભારતીય શેરબજારમાં નવો ઇતિહાસ રચશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જિયો પ્લેટફોર્મ્સને SEBIની IPO મંજૂરી મળી, 37,700 કરોડ એકત્ર કરશે.
  • આ ઇશ્યૂ દેશના ઇતિહાસનો સૌથી મોટો IPO બનવા જઈ રહ્યો છે.
  • મળતી રકમ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના દેવા ચૂકવવામાં વપરાશે.
  • જિયો ટેલિકોમ માર્કેટમાં પ્રભાવી સ્થાન ધરાવે છે, નફો વધ્યો છે.

Jio Platforms IPO: શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે એક બમ્પર સમાચાર સામે આવ્યા છે. અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની ડિજિટલ સેવાઓ આપતી કંપની, જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના પ્રારંભિક જાહેર ભરણાં (IPO) ને માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) તરફથી સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ IPO દ્વારા કંપની બજારમાંથી આશરે 37,700 કરોડ રૂપિયા (USD 3.8 બિલિયન) એકત્ર કરશે. આ સાથે જ, જિયોનો આ ઈશ્યૂ દેશના ઇતિહાસનો સૌથી મોટો IPO બનવા જઈ રહ્યો છે. સેબીની વેબસાઈટ પર મુકાયેલી તાજેતરની અપડેટ મુજબ, 28 ઓગસ્ટ 2026 ના રોજ આ અંગેના અંતિમ અવલોકનો જારી કરવામાં આવ્યા છે.

કંપની દ્વારા અગાઉ જૂન મહિનામાં જિયો પ્લેટફોર્મ્સના ડ્રાફ્ટ IPO પેપર્સ (DRHP) ફાઈલ કરવામાં આવ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ફાઈલિંગમાં સત્તાવાર રીતે જણાવ્યું છે કે, "અમારી પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડને 28 ઓગસ્ટ 2026 ના રોજ સેબી તરફથી ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) પર ઓબ્ઝર્વેશન લેટર મળી ગયો છે." ડ્રાફ્ટમાં જણાવાયા મુજબ, કંપની આ મેગા ઈશ્યૂમાં 27 કરોડ નવા ઈક્વિટી શેર બહાર પાડવાની યોજના ધરાવે છે, જે તેના ઈશ્યૂ પછીના કુલ ઈક્વિટી બેઝના આશરે 2.9 ટકા જેટલા થવા જાય છે. જાણકારોના મતે, આ મેગા ઓફરિંગ બાદ જિયો પ્લેટફોર્મ્સનું કુલ બજાર મૂલ્ય અંદાજે 137 બિલિયન ડોલરની જંગી સપાટીએ પહોંચી જશે.

હ્યુન્ડાઇ અને NSE નો રેકોર્ડ તૂટશે

જ્યારે આ 37,700 કરોડ રૂપિયાનો IPO બજારમાં આવશે, ત્યારે તે વર્ષ 2024 માં હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા દ્વારા લાવવામાં આવેલા 3.3 બિલિયન ડોલરના લિસ્ટિંગ રેકોર્ડને આસાનીથી પાર કરી જશે. એટલું જ નહીં, પરંતુ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના પ્રસ્તાવિત 30,000 કરોડ રૂપિયાના IPO નું કદ પણ જિયો સામે નાનું લાગશે.

રકમનો ઉપયોગ ક્યાં થશે?

IPO દ્વારા મળનારી જંગી રકમમાંથી મુખ્યત્વે આશરે 27,500 કરોડ રૂપિયાનો ઉપયોગ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (જે જિયો પ્લેટફોર્મ્સની પેટાકંપની છે) ના બાકી દેવાની ચુકવણી અથવા પૂર્વ-ચુકવણી માટે કરવામાં આવશે. જ્યારે બાકીની રકમનો ઉપયોગ કંપનીના સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે થશે. હાલમાં દેશનું પ્રાથમિક શેરબજાર (IPO માર્કેટ) એકદમ તેજીમાં છે અને રિટેલ તથા સંસ્થાકીય રોકાણકારો જોરદાર ભાગીદારી કરી રહ્યા છે. 1 જુલાઈથી અત્યાર સુધીમાં જ બે ડઝનથી વધુ IPO ની જાહેરાત થઈ ચૂકી છે.

જિયોનો ટેલિકોમ માર્કેટમાં દબદબો

જિયો પ્લેટફોર્મ્સ હેઠળ રિલાયન્સના તમામ ડિજિટલ બિઝનેસ અને ટેલિકોમ કામગીરીનો સમાવેશ થાય છે. ટેલિકોમ ક્ષેત્રે 'રિલાયન્સ જિયો' આજે માર્કેટ લીડર છે. ફિક્સ્ડ-લાઇન કનેક્શનમાં તે 32.89 ટકા હિસ્સા સાથે 157.9 મિલિયન ગ્રાહકો ધરાવે છે. જ્યારે મોબાઈલ કનેક્શનમાં 39.29 ટકાના હિસ્સા સાથે જિયોના 506 મિલિયન ગ્રાહકો છે. જુલાઈના અંત સુધીમાં 53.5 કરોડ સબસ્ક્રાઈબર્સ સાથે જિયો 'ચાઈના મોબાઈલ' પછી વિશ્વની બીજી સૌથી મોટી સિંગલ-કન્ટ્રી મોબાઈલ ઓપરેટર બની ગઈ છે. ચીન બહાર વિશ્વનું સૌથી મોટું 5G નેટવર્ક પણ જિયો પાસે છે, જેના 26.85 કરોડ ગ્રાહકો છે. આ ઉપરાંત, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ નેટવર્કમાં પણ કંપનીનો મોટો વ્યાપ છે.

જંગી આંતરિક લેવડદેવડ અને રોકાણ

આર્થિક મોરચે જોઈએ તો, નાણાકીય વર્ષ 26 દરમિયાન જિયો પ્લેટફોર્મ્સનો નફો 15 ટકા વધીને 30,053 કરોડ રૂપિયા થયો છે, જ્યારે વાર્ષિક આવક 1,46,885 કરોડ રૂપિયા નોંધાઈ છે. રિલાયન્સ જૂથે આગામી પાંચ વર્ષ માટે આશરે 16.64 લાખ કરોડના આંતરિક વ્યવહારો માટે પણ શેરધારકોની મંજૂરી મેળવી લીધી છે. અગાઉ 2020 માં જિયો પ્લેટફોર્મ્સે ગ્લોબલ કંપનીઓ પાસેથી મોટું ભંડોળ એકત્ર કર્યું હતું. જેમાં મેટા (ફેસબુક) એ 9.99 ટકા હિસ્સા માટે રૂ. 43,574 કરોડ અને ગૂગલે 7.73 ટકા હિસ્સા માટે રૂ. 33,737 કરોડનું રોકાણ કર્યું હતું. હાલમાં જિયોમાં RIL 66.4 ટકા અને મેટા-ગૂગલ 17.7 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીનું સુકાન મુકેશ અંબાણી સંભાળે છે, જ્યારે તેમના પુત્ર આકાશ અંબાણી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે. વર્ષ 2008 પછી રિલાયન્સ જૂથનો આ પહેલો અને કન્ઝ્યુમર બિઝનેસમાં તો સમૂહનો સૌપ્રથમ IPO હશે.

Frequently Asked Questions

જિયો પ્લેટફોર્મ્સના IPO ને કોણે મંજૂરી આપી છે અને તે કેટલો ભંડોળ એકત્ર કરશે?

જિયો પ્લેટફોર્મ્સના IPO ને સેબી દ્વારા મંજૂરી મળી છે. કંપની આ IPO દ્વારા આશરે 37,700 કરોડ રૂપિયા (USD 3.8 બિલિયન) એકત્ર કરશે, જે દેશનો સૌથી મોટો IPO બનશે.

જિયો પ્લેટફોર્મ્સ IPO માંથી મળનારી રકમનો ઉપયોગ ક્યાં કરશે?

IPO માંથી મળનારી રકમમાંથી આશરે 27,500 કરોડ રૂપિયા રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના દેવાની ચુકવણી માટે વપરાશે. બાકીની રકમનો ઉપયોગ કંપનીના સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે થશે.

ટેલિકોમ માર્કેટમાં જિયો પ્લેટફોર્મ્સનું વર્તમાન સ્થાન શું છે?

જિયો પ્લેટફોર્મ્સ ટેલિકોમ ક્ષેત્રે માર્કેટ લીડર છે. તે 506 મિલિયન મોબાઈલ ગ્રાહકો સાથે વિશ્વની બીજી સૌથી મોટી સિંગલ-કન્ટ્રી મોબાઈલ ઓપરેટર છે. ચીન બહાર તેનું સૌથી મોટું 5G નેટવર્ક છે.

જિયો પ્લેટફોર્મ્સમાં અન્ય કઈ મોટી કંપનીઓનું રોકાણ છે?

2020 માં મેટા (ફેસબુક) એ 9.99% હિસ્સા માટે ₹43,574 કરોડનું રોકાણ કર્યું હતું, અને ગૂગલે 7.73% હિસ્સા માટે ₹33,737 કરોડનું રોકાણ કર્યું હતું.

Advertisement

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget