Jio : Valentine Dey પર Jioની બંપર ઓફર : ઈન્ટરનેટ, McDonaldsમાં જમવાનું તદ્દન Fee
જો કોઈ વપરાશકર્તા રૂ. 349, રૂ. 899 અથવા રૂ. 2999 Jio પ્લાન સાથે રિચાર્જ કરશે તો વપરાશકર્તાને વધારાનો ડેટા, વેલિડિટી સાથે અનેક લાભ પણ આપવામાં આવે છે.
Valentines Day Offer : ટેલિકોમ કંપની Reliance Jioએ વેલેન્ટાઈન ડે 2023ના ખાસ અવસર પહેલા તેના વપરાશકર્તાઓ માટે એક શાનદાર Jio ઓફર શરૂ કરી છે. Jioની આ ઑફર હેઠળ વપરાશકર્તાઓને કંપનીના પસંદ કરેલા પ્લાન્સ સાથે શાનદાર લાભ મળશે. જેમ કે જો કોઈ વપરાશકર્તા રૂ. 349, રૂ. 899 અથવા રૂ. 2999 Jio પ્લાન સાથે રિચાર્જ કરશે તો વપરાશકર્તાને વધારાનો ડેટા, વેલિડિટી સાથે અનેક લાભ પણ આપવામાં આવે છે.
Jio વેલેન્ટાઇન ડે ઓફર
Jio ઑફર સાથે વપરાશકર્તાઓને વધારાની વેલિડિટી, 75 GB હાઇ-સ્પીડ ડેટા, 12 GB હાઇ-સ્પીડ ડેટા, McDonald McAloo Tikki/Chicken Kabab Burger Rs 199ની ખરીદી પર રૂ. 105, Ferns and Petals પર રૂ. 799ની ખરીદી પર રૂ. 150ની છૂટ,. Ixigoમાંથી રૂ. 4500 કે તેથી વધુની ખરીદી પર ફ્લેટ પાસેથી રૂ.750ની છૂટનો લાભ મળશે.
Jio 349 પ્લાનની વિગતો
આ Reliance Jio પ્રીપેડ પ્લાન સાથે દરરોજ 2.5 GB હાઇ-સ્પીડ, અમર્યાદિત લોકલ અને STD કૉલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન સાથે યુઝર્સને અન્ય ફાયદાઓ સાથે 12 GB એક્સ્ટ્રા ડેટા પણ મળશે.
Jio 899 પ્લાનની વિગતો
899 રૂપિયાના આ Jio રિચાર્જ પ્લાનમાં કંપની દ્વારા 2.5 GB હાઈ-સ્પીડ ડેટા, અમર્યાદિત કૉલિંગ અને દૈનિક 100 SMSની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાન સાથે પણ કંપની યૂઝર્સને અન્ય ફાયદાઓ સાથે 12 GB એક્સ્ટ્રા ડેટા ઓફર કરી રહી છે.
Jio 2999 પ્લાનની વિગતો
આ પ્લાન સાથે તમને 365 દિવસની માન્યતા સાથે પ્રતિ દિવસ 2.5 GB ડેટા, અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS મળે છે. વેલેન્ટાઈન ડે ઑફર હેઠળ આ પ્લાન તમને 23 દિવસની વધારાની માન્યતા, 75GB વધારાનો ડેટા, McDonalds, Fern & Petal સાથે 12GB વધારાનો ડેટા અને ફ્લાઈટ બુકિંગ પર 750 રૂપિયાની છૂટ આપી રહ્યો છે.
Jioનો બેસ્ટ ઇન્ટરનેટ પ્લાન, જલદી નહીં પુરુ થાય ડેટા પેક, સાથે મળશે આ બેનિફિટ્સ પણ.......
આજના સમયમાં ઇન્ટરનેટ વિના એક મિનીટમા પણ રહેવુ સંભવ નથી. કેમ કે આજે દરેક લોકોના હાથમાં સ્માર્ટફોન છે અને સ્માર્ટફોનમાં મોટુભાગનુ કામ ઇન્ટરનેટથી કરવામાં આવી રહ્યું છે. એટલુ જ નહીં ઓફિસ હોય કે ઘરે પણ લેપટૉપ, કૉમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ડેટાનો લોકો ભરપુર ઉપયોગ કરી રહ્યાં છે, પરંતુ માર્કેટમાં ટેલિકૉમ કંપનીઓ દરરોજ 1 જીબી, 1.5GB જીબી અને 2 જીબી સુધીના ડેટા પેક આપી રહી છે. આવામાં જલદી ઇન્ટરનેટ ડેટા પુરો થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જોકે આજે અમે અહીં એવા ડેટા પ્લાન્સ વિશે બતાવી રહ્યા છીએ કે જેમાં તમને જલદી ઇન્ટરનેટ ડેટા ખતમ થવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે., જાણો 15 રૂપિયાથી ચાલુ થનારા આ પ્લાન્સમાં વિશે જેમાં મળી રહ્યો છે 12GB સુધી ડેટા .........