શોધખોળ કરો

માત્ર 1 રૂપિયામાં મેળવો JioHotstar નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન, જાણો કેવી રીતે કરશો ક્લેમ

30 દિવસ માટે એકદમ સસ્તામાં પ્રીમિયમ કન્ટેન્ટ જોવાની શાનદાર તક! જલ્દી ચેક કરો કે તમે આ લિમિટેડ ઓફર માટે લાયક છો કે નહીં અને તેને એક્ટિવેટ કરવાની પૂરી રીત સમજો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • JioHotstar ₹1 ઓફર નવા Jio યુઝર્સ માટે એક મહિનો.
  • ઓફર સાથે ઓટો-રિન્યુઅલ સક્રિય થાય છે, રદ કરવું જરૂરી.
  • JioHotstar એપમાં સબ્સ્ક્રિપ્શન વિભાગમાંથી ₹1 પ્લાન સક્રિય.
  • એરટેલ ₹3999 પ્લાન સાથે 3 મહિના JioHotstar મફત.

JioHotstar 1 rupee offer: શું તમે ફિલ્મો અને વેબ સિરીઝ જોવાના શોખીન છો, પણ મોંઘા સબ્સ્ક્રિપ્શનના કારણે પાછા પડો છો? તો આ સમાચાર તમારા માટે જ છે. અત્યારે JioHotstar એક શાનદાર પ્રમોશનલ ઓફર લઈને આવ્યું છે, જેમાં તમને માત્ર 1 રૂપિયામાં આખા મહિના માટે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન મળી રહ્યું છે! હા, તમે બિલકુલ સાચું વાંચ્યું. ફક્ત 1 રૂપિયો ખર્ચીને તમે 30 દિવસ સુધી તમારા મનપસંદ પ્રીમિયમ કન્ટેન્ટની મજા માણી શકો છો. જોકે, આ ઓફર બધા જ યુઝર્સ માટે નથી. જો તમને તમારી એપમાં આ ઓફર ન દેખાય, તો સમજવું કે તમે તેના માટે લાયક (એલિજિબલ) નથી. તો ચાલો વિગતે જાણીએ કે આ ઓફરનો લાભ કોને મળશે, તેને કેવી રીતે એક્ટિવેટ કરવી અને કઈ કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું.

કોને મળશે આ 1 રૂપિયા વાળી ઓફર?

JioHotstar દ્વારા રજૂ કરવામાં આવેલી આ ઓફર લિમિટેડ યુઝર્સ (મર્યાદિત વપરાશકર્તાઓ) માટે જ લાવવામાં આવી છે. આ ઓફરનો લાભ લેવા માટેની શરતો અને ફાયદા નીચે મુજબ છે:

નવો નંબર હોવો જરૂરી: તમારે તમારા એવા Jio નંબરથી સાઇન ઇન કરવું પડશે, જેના પર અગાઉ ક્યારેય JioHotstar નું સબ્સ્ક્રિપ્શન લીધેલું ન હોય.

વેલિડિટી અને સ્ક્રીન એક્સેસ: આ પ્લાનની વેલિડિટી પૂરા 30 દિવસની રહેશે. આ સબ્સ્ક્રિપ્શનથી તમે તમારા ફોન, લેપટોપ અથવા સ્માર્ટ ટીવી સહિત કોઈપણ 2 ડિવાઇસ પર એકસાથે કન્ટેન્ટ સ્ટ્રીમ કરી શકશો. ખાસ નોંધ કે આ ઓફરનો લાભ માત્ર એક જ વાર લઈ શકાશે.

એક્ટિવેટ કરતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખજો!

જો તમે આ 1 રૂપિયા વાળા પ્લાન માટે લાયક છો અને તેને ખરીદવા જઈ રહ્યા છો, તો તમારે 'ઓટો-રિન્યુઅલ' (Auto-renewal) બાબતે ખાસ સાવધાન રહેવું પડશે.

જ્યારે તમે 1 રૂપિયો ચૂકવીને આ પ્લાન એક્ટિવ કરો છો, ત્યારે ઓટો-રિન્યુઅલ પણ ચાલુ થઈ જાય છે.

આનો અર્થ એ છે કે, 1 મહિનો પૂરો થતાં જ આ પ્રમોશનલ ઓફર સમાપ્ત થઈ જશે અને તમારા એકાઉન્ટમાંથી નિયમિત પ્લાનના પૈસા કપાવા લાગશે (એટલે કે આવતા મહિને તમારે અન્ય યુઝર્સ જેટલી જ પૂરી રકમ ચૂકવવી પડશે).

આથી, જો તમે 1 મહિના પછી આ સભ્યપદ ચાલુ રાખવા ન માંગતા હોવ, તો પેમેન્ટ કર્યા પછી તરત જ સેટિંગ્સમાં જઈને 'ઓટો-રિન્યુઅલ' નો ઓપ્શન બંધ કરવાનું ભૂલતા નહીં.

આ પણ વાંચોઃ Jio-Airtel ની ઊંઘ હરામ કરવા BSNL લાવ્યું સસ્તો બ્રોડબેન્ડ પ્લાન, માત્ર 259 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા અને OTT ફ્રી

કેવી રીતે કરશો પ્લાન એક્ટિવેટ? (સ્ટેપ-બાય-સ્ટેપ રીત)

જો તમે લકી છો અને આ ઓફર એક્ટિવ કરવા માંગો છો, તો આટલા સ્ટેપ્સ ફોલો કરો:

સૌથી પહેલા તમારા Jio નંબરથી JioHotstar એપમાં સાઇન ઇન (લોગિન) કરો.

ત્યારબાદ તમારી પ્રોફાઇલ પર ક્લિક કરીને 'સબ્સ્ક્રિપ્શન' (Subscription) સેક્શન ઓપન કરો.

જો તમે આ ઓફર માટે લાયક હશો, તો ત્યાં તમને 1 રૂપિયાનો પ્લાન જોવા મળશે. તેને સિલેક્ટ કરો.

હવે ઓનલાઈન 1 રૂપિયાનું પેમેન્ટ કરી દો.

ટ્રાન્ઝેક્શન પૂરું થતાં જ તરત તમારું પ્રીમિયમ સભ્યપદ એક્ટિવેટ થઈ જશે!

આ પણ વાંચોઃ Jio, Airtel અને Vi ના ગ્રાહકોને મોટો ઝટકો! પ્રીપેડ રિચાર્જ પ્લાન મોંઘા થશે, જાણો કારણ

એરટેલ (Airtel) યુઝર્સ માટે પણ છે મફત સબ્સ્ક્રિપ્શનની શાનદાર ઓફર

જો તમારી પાસે એરટેલનો નંબર છે, તો તમે પણ 3 મહિના માટે JioHotstar નું સબ્સ્ક્રિપ્શન બિલકુલ મફત મેળવી શકો છો!

આ માટે તમારે એરટેલનો 3999 રૂપિયાનો વાર્ષિક પ્લાન રિચાર્જ કરાવવો પડશે, જેમાં 3 મહિનાનું મફત સબ્સ્ક્રિપ્શન સામેલ છે.

આ પ્લાનના અન્ય ફાયદા: આ પ્લાનમાં તમને પૂરા 1 વર્ષની વેલિડિટી, દરરોજ 2.5GB ડેટા સાથે અનલિમિટેડ 5G ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને રોજના 100 SMS સંદેશાઓ મળે છે.

સાથે જ બોનસ તરીકે 12 મહિના માટે 'Adobe Express' નો પ્રીમિયમ પ્લાન પણ તદ્દન મફત આપવામાં આવે છે.

Frequently Asked Questions

JioHotstar ની 1 રૂપિયા વાળી ઓફર શું છે?

આ ઓફરમાં JioHotstarનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન માત્ર 1 રૂપિયામાં આખા મહિના માટે મળે છે. તમે 30 દિવસ સુધી મનપસંદ કન્ટેન્ટ તમારા 2 ડિવાઇસ પર જોઈ શકો છો.

JioHotstar ની 1 રૂપિયા વાળી ઓફર કોને મળશે?

આ ઓફર મર્યાદિત યુઝર્સ માટે છે. આનો લાભ લેવા તમારે એવા Jio નંબરથી સાઇન ઇન કરવું પડશે જેના પર અગાઉ ક્યારેય JioHotstar નું સબ્સ્ક્રિપ્શન લીધેલું ન હોય.

1 રૂપિયા વાળો પ્લાન એક્ટિવ કરતા પહેલા કઈ વાતનું ધ્યાન રાખવું?

પ્લાન એક્ટિવ કર્યા પછી 'ઓટો-રિન્યુઅલ' ચાલુ થઈ જાય છે. જો 1 મહિના પછી સભ્યપદ ચાલુ ન રાખવું હોય, તો પેમેન્ટ પછી સેટિંગ્સમાં જઈને 'ઓટો-રિન્યુઅલ' બંધ કરવું પડશે.

શું એરટેલ યુઝર્સ માટે પણ JioHotstar ની કોઈ ઓફર છે?

હા, એરટેલના 3999 રૂપિયાના વાર્ષિક પ્લાન સાથે 3 મહિના માટે JioHotstar નું સબ્સ્ક્રિપ્શન મફત મળે છે. આ પ્લાનમાં ડેટા, કોલિંગ અને SMS જેવા ફાયદા પણ છે.

Advertisement

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget