શોધખોળ કરો

સરકારે મોબાઈલ યુઝર્સને કર્યા ખુશખુશાલ: રિચાર્જ થયા 94% સસ્તા, 1GB ડેટા હવે આટલામાં

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો લોકસભામાં ખુલાસો: 10 વર્ષમાં ડેટા અને કોલિંગના ભાવમાં ધરખમ ઘટાડો

Mobile recharge plan prices: મોબાઈલ ફોન વાપરતા કરોડો ભારતીયો માટે ખુશીના સમાચાર છે. કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષમાં મોબાઈલ રિચાર્જના ભાવમાં જંગી ઘટાડો કરીને યુઝર્સને મોટી રાહત આપી છે. કેન્દ્રીય સંચાર અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં જણાવ્યું હતું કે, ગત એક દાયકામાં મોબાઈલ રિચાર્જ પ્લાન 94% જેટલા સસ્તા થયા છે. આ સાથે જ ડેટાની કિંમતમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે સામાન્ય માણસને ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરવાનું વધુ સરળ બન્યું છે.

ગયા વર્ષે જુલાઈ મહિનામાં ખાનગી ટેલિકોમ કંપનીઓએ રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કર્યો હતો, જેના પગલે ઘણા યુઝર્સને મોંઘવારીનો અનુભવ થયો હતો. જો કે, સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લાંબા ગાળામાં મોબાઈલ સેવાઓ સસ્તી થઈ છે. કેન્દ્રીય મંત્રી સિંધિયાએ લોકસભામાં આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે 2014માં જ્યાં એક મિનિટના કોલિંગનો સરેરાશ ખર્ચ 50 પૈસા હતો, તે હવે ઘટીને માત્ર 3 પૈસા થઈ ગયો છે. આ જ રીતે, 2014માં 1GB ડેટા માટે યુઝર્સે 270 રૂપિયા ચૂકવવા પડતા હતા, જેની કિંમત હવે માત્ર 9.70 રૂપિયા સુધી આવી ગઈ છે. બ્રોડબેન્ડ ડેટા માટે પણ પ્રતિ GB કિંમત 270 રૂપિયાથી ઘટીને 9.70 રૂપિયા થઈ છે.

મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે 2014માં દેશમાં મોબાઈલ ફોન યુઝર્સની સંખ્યા 90 કરોડ હતી, જે હવે વધીને 116 કરોડ પર પહોંચી છે. ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા પણ 25 કરોડથી વધીને 97.44 કરોડ થઈ ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે ડિજિટલ ક્રાંતિ દેશમાં ઝડપથી આગળ વધી રહી છે અને સસ્તા ડેટાના કારણે કરોડો લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ વધુમાં જણાવ્યું કે, ભારતમાં ઇન્ટરનેટ ડેટા ટેરિફ વિશ્વમાં સૌથી સસ્તા છે. તાજેતરમાં 5G સેવાઓ શરૂ થયા બાદ પણ મોબાઈલ ટેરિફમાં માત્ર 10 ટકાનો નજીવો વધારો થયો છે. છેલ્લા 22 મહિનામાં દેશના 98% જિલ્લાઓ અને 82% વસ્તી 5G નેટવર્કથી જોડાઈ ચૂક્યા છે. ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે સરકારે 4.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આ રોકાણ પર વળતર મેળવવું પણ જરૂરી છે. ગયા વર્ષે ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફ વધારવાનો નિર્ણય આ પરિપ્રેક્ષ્યમાં લેવાયો હતો. આમ છતાં, ભારતમાં મોબાઈલ ડેટા અને કોલિંગના ભાવ વૈશ્વિક સ્તરે સૌથી સસ્તા છે, જેનો લાભ દેશના કરોડો મોબાઈલ યુઝર્સને મળી રહ્યો છે.

સરકારના આ ખુલાસાથી એ સ્પષ્ટ થાય છે કે મોબાઈલ યુઝર્સ માટે રિચાર્જ હવે પહેલા કરતા ઘણું સસ્તું થયું છે, અને ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં આ મહત્વપૂર્ણ પગલું છે.

આ પણ વાંચો...

હવે Jio આપશે ક્રિપ્ટો ગિફ્ટ, ફ્રીમાં કમાઓ Jio Coin! ફટાફટ કરો આ કામ

ટોપ સ્ટોરી

Canvaમાં છંટણી, નોકરી ગુમાવનારા કર્મચારીઓને શું લાભ આપશે કંપની?
Canvaમાં છંટણી, નોકરી ગુમાવનારા કર્મચારીઓને શું લાભ આપશે કંપની?
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Samsung Diwali Offer: Galaxy S26 Ultra પર ₹94,000 સુધીની ભારે છૂટ, જાણો ઓફરની વિગત
Samsung Diwali Offer: Galaxy S26 Ultra પર ₹94,000 સુધીની ભારે છૂટ, જાણો ઓફરની વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
Pagani Huayra 70 Anima: અસલી હીરાઓથી સજ્જ છે Pagani ની આ સુપરકાર, કિંમત સાંભળીને હોશ ઊડી જશે
Pagani Huayra 70 Anima: અસલી હીરાઓથી સજ્જ છે Pagani ની આ સુપરકાર, કિંમત સાંભળીને હોશ ઊડી જશે
Virat Kohli: વિરાટ કોહલીનો એવો વિશ્વ રેકોર્ડ, જે 100 વર્ષ સુધી તૂટવો અશક્ય! જાણો વિગત
Virat Kohli: વિરાટ કોહલીનો એવો વિશ્વ રેકોર્ડ, જે 100 વર્ષ સુધી તૂટવો અશક્ય! જાણો વિગત
Google Buyout: હવે ગૂગલે આપી કર્મચારીઓને નોકરી છોડવાની ઓફર, ભારતમાં પણ પડશે અસર?
Google Buyout: હવે ગૂગલે આપી કર્મચારીઓને નોકરી છોડવાની ઓફર, ભારતમાં પણ પડશે અસર?
કોહલીની ફિફ્ટી, પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું
કોહલીની ફિફ્ટી, પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું
8મું પગાર પંચ: 66% કામ પૂર્ણ, કર્મચારીઓના પગારમાં ક્યારે થશે મોટો વધારો?
8મું પગાર પંચ: 66% કામ પૂર્ણ, કર્મચારીઓના પગારમાં ક્યારે થશે મોટો વધારો?
Embed widget