Apple AirTag App: એપલ (Apple)ના આઇફોન (iPhone) અને એન્ડ્રોઇડ (Android) ફોનનો કોઇ તાલમેલ નથી. એપલનુ પોતાનુ સૉફ્ટવેર અને એપ સ્ટૉર છે. તેના સેફ્ટી ફિચર્સ પણ અલગ છે. કંપની સમય સમય પર આઇફોન યૂઝર્સ માટે કેટલાય ફિચર્સ લઇને આવતી રહે છે, પરંતુ પહેલીવાર કંપની એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ એક શાનદાર સેફ્ટી ફિચર લઇને આવી છે. કંપની અનુસાર, તેના એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પ્રાઇવસી એપ Tracker Detect ને લૉન્ચ કરી દીધી છે. જાણો શું છે આ ફિચર અને કઇ રીતે કરશે કામ. 


આજુબાજુની એરટેગ્સ એપને કરશે સ્કેન-
એપલ ઇન્ક (Apple Inc) તરફથી સોમવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં બતાવવામાં આવ્યુ કે આ એન્ડ્રોઇડ એપની મદદથી યૂઝર્સ પોતાની આજુબાજુના એરટેગ્સને આસાનીથી સ્કેન કરી શકશે. એટલુ જ નહીં યૂઝર્સ 10 મિનીટ સુધી સાઉન્ડ વગાડીને તે ટ્રેકર ડિવાઇસને શોધી પણ શકે છે. જો કોઇ યૂઝરને લાગે છે કે કોઇ શખ્સ તેના લૉકેશનને ટ્રેક કરવા માટે એરટેગ્સ અને બીજા કમ્પેટિબલ ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યો છે, તો તે એપ દ્વારા એવા ડિવાઇસને શોધી શકે છે. 


સાઉન્ડની મદદથી કરી શકાશે ડિસેબલ-
કંપનીનુ કહેવુ છે કે આ એપ ગૂગલ પ્લે સ્ટૉર પર આવી ચૂકી છે. આ એપથી એન્ડ્રોઇડ યૂઝર્સ આસાનીથી સ્કેનિંગ કરીને એરટેગ્સને જાણી શકે છે. આ અંતર્ગત એવા ડિવાઇસ આસાનીથી ટ્રેક થઇ જાય છે જે પોતાના વાસ્તવિક માલિકની પાસે નથી, અને 10 મિનીટથી પણ વધુ સમયથી  યૂઝરની સાથે ફરી રહ્યુ છે. આવી સ્થિતિમાં આ એપમાં એક સાઉન્ડ વાગવા લાગશે. આ પછી તમે તે ડિવાઇસને શોધીને તેને ડિસેબલ કરી શકો છો.


શું હોય છે એરટેગ્સ-
એક્સપર્ટ અનુસાર, AirTags નાના ડિવાઇસ હોય છે જેને ચાવીઓ અને પર્સ જેવી વસ્તુઓથી જોડી શકાય છે, જેથી આના ખોવાઇ જવા પર તેની ભાળ મેળવી શકાય, પરંતુ કેટલાક લોકો આનો ઉપયોગ બીજાઓ પર નજર રાખવા માટે કરે છે.


આ પણ વાંચો


કાશીમાં આજે પીએમ મોદીની 'પાઠશાળા', 12 મુખ્યમંત્રી આપશે પોતાના કામનુ રિપોર્ટ કાર્ડ, મળશે ગુડ ગવર્નન્સનો મંત્ર


બનાસકાંઠા: ઇકબાલ ગઢ નજીક ટ્રીપલ અકસ્માત સર્જાયો, કાર,ટ્રેલર અને ટ્રક એકબીજા સાથે અથડાયા, 1 વ્યક્તિનું મોત


Omicron case: કોરોનાનો વધતો જતો કેર, ગુજરાતમાં વધુ એક અને મહારાષ્ટ્રમાં નોંધાયા 2 કેસ, જાણો અન્ય રાજ્યમાં શું છે સ્થિતિ


Omicron Death Threat:ઓમિક્રોનથી એપ્રિલના અંત સુધીમાં આ દેશમાં થઇ શકે છે 75000 લોકોના મોત, વૈજ્ઞાનિકોની ચેતાવણી


ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે કોરોનાની વેક્સિન અપાઈ હોવાનું કૌભાંડ,જાણો શું છે ઘટના


જામનગરમાં ઓમિક્રોનના નોંધાયેલા પ્રથમ દર્દીનો રિપોર્ટ 10 દિવસ બાદ પણ પોઝીટિવ આવતા ચિંતામાં વધારો