શોધખોળ કરો

YouTube Gifts Feature: હવે YouTube Live થી થશે ધાંસૂ કમાણી, ભારતમાં લોન્ચ થઇ ગયું નવું ફીચર

YouTube Gifts Feature: આ નવા ફીચરની મદદથી ઓડિયન્સ લાઈવ સ્ટ્રીમ દરમિયાન એનિમેટેડ વર્ચ્યુઅલ ગિફ્ટ મોકલીને પોતાના મનપસંદ ક્રિએટર્સને સપોર્ટ જાહેર કરી શકશે.

YouTube Gifts Feature: યુટ્યુબ (YouTube) આજે એક એવું પ્લેટફોર્મ બની ચૂક્યું છે જ્યાં ક્રિએટર્સ દર મહિને મોટી કમાણી કરી રહ્યા છે. યુટ્યુબ પર શોર્ટ્સથી લઈને લાંબા વીડિયો સુધી, આજે આ પ્લેટફોર્મનો સમગ્ર દેશમાં ઘણો ઉપયોગ કરવામાં આવે છે. આ જ કડીમાં યુટ્યુબે આજે દેશમાં પોતાનું એક નવું ફીચર લોન્ચ કરી દીધું છે, જેની મદદથી હવે ક્રિએટર્સ યુટ્યુબ લાઈવથી વધુ મજબૂત કમાણી કરી શકશે. જી હા, યુટ્યુબે 'Gifts' નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર ખાસ કરીને Vertical Live Streams માટે રજૂ કરવામાં આવ્યું છે.

 શું છે YouTube Gifts ફીચર?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવા ફીચરની મદદથી ઓડિયન્સ લાઈવ સ્ટ્રીમ દરમિયાન એનિમેટેડ વર્ચ્યુઅલ ગિફ્ટ મોકલીને પોતાના મનપસંદ ક્રિએટર્સને સપોર્ટ જાહેર કરી શકશે. આ સાથે જ આ ફીચર દ્વારા હવે ક્રિએટર્સ વધુ પૈસા પણ કમાઈ શકશે.

આ ઉપરાંત, આ ફીચરને ખાસ બનાવવા માટે યુટ્યુબે તેમાં ઘણી બધી દેશી થીમ આધારિત ગિફ્ટ પણ ઉમેરી છે. એટલું જ નહીં, કંપનીએ આગામી સમયમાં તહેવારો અને ખાસ પ્રસંગો માટે નવી સીઝનલ (ઋતુગત) ગિફ્ટ લાવવાની પણ જાહેરાત કરી છે.

 ક્રિએટર્સ આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકશે?
જો કોઈ ક્રિએટર આ ફીચરનો ઉપયોગ કરવા માંગે છે, તો તેણે YouTube Studio માં જઈને 'Earn' સેક્શન ખોલવું પડશે. ત્યારબાજ ત્યાં 'Virtual Items Module' નો સ્વીકાર (Accept) કર્યા પછી Gifts ફીચર એક્ટિવ થઈ જશે. એકવાર આ ફીચર ચાલુ થઈ ગયા પછી, તમામ એલિજિબલ (પાત્રતા ધરાવતી) Vertical Live Streams માં Gifts આપોઆપ ઉપલબ્ધ થઈ જશે. જોકે, જે લાઈવ સ્ટ્રીમમાં Gifts એક્ટિવ હશે, ત્યાં Super Stickers નો ઓપ્શન ઉપલબ્ધ રહેશે નહીં.

 શું છે Jewels?
YouTube એ Gifts ની સાથે 'Jewels' નામની નવી ડિજિટલ કરન્સી (ચલણ) પણ શરૂ કરી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઓડિયન્સ પહેલા Jewels ખરીદશે, અને ત્યારબાદ આ જ Jewels નો ઉપયોગ કરીને લાઈવ સ્ટ્રીમ દરમિયાન Gifts મોકલી શકશે. જ્યારે કોઈ ઓડિયન્સ ગિફ્ટ (Gift) મોકલે છે, ત્યારે ક્રિએટરને 'Rubies' મળે છે. આ જ Rubies માંથી પાછળથી ક્રિએટરની કમાણી થાય છે. આ રીતે ઓડિયન્સનો સપોર્ટ ક્રિએટર્સ માટે કમાણીનો એક નવો સ્ત્રોત બની જશે.

કેવી રીતે થશે ફાયદો?
હવે મનમાં એક સવાલ થયો હશે કે, આ નવા ફીચરથી યુઝર્સને કેવી રીતે ફાયદો થશે. વાસ્તવમાં, YouTube નું આ નવું Gifts ફીચર ઓડિયન્સ અને ક્રિએટર્સ બંને માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જ્યાં એક તરફ ઓડિયન્સને લાઈવ સ્ટ્રીમમાં રિએક્શન આપવાની નવી તક મળશે, તો બીજી તરફ ક્રિએટર્સને કમાણીનું એક નવું સાધન મળી જશે.

Advertisement

ટોપ સ્ટોરી

Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget