શોધખોળ કરો

Digital Arrest ને લઈ NPCI ની નવી ચેતવણી, જણાવ્યું ફેક કોલ આવવા પર શું કરવું ?

ડિજિટલ અરેસ્ટના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને NPCI એ ચેતવણી જારી કરી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ એક નવી એડવાઈઝરી જારી કરી છે.

ડિજિટલ અરેસ્ટના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને NPCI એ ચેતવણી જારી કરી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ એક નવી એડવાઈઝરી જારી કરી છે, જેમાં લોકોને અજાણ્યા નંબરો પરથી આવતા કોલને અવગણવા વિનંતી કરવામાં આવી છે. આ દિવસોમાં સાયબર ગુનેગારો પોલીસ, CBI, આવકવેરા અને કસ્ટમ અધિકારીઓ તરીકે પોતાને રજૂ કરીને લોકોને ફોન કરે છે અને છેતરપિંડીની ધમકી આપે છે. એડવાઈઝરીમાં NPCI એ લોકોને સલાહ આપી છે કે જો તેમને આવા કોલ આવે તો શું કરવું.

શું છે એડવાઈઝરી ?

તેની જાહેર એડવાઈઝરીમાં NPCI એ જણાવ્યું હતું કે મોટાભાગના સ્કેમર્સ પોલીસ, CBI વગેરે હોવાનો ઢોંગ કરીને લોકોને ફોન કરે છે અને કાનૂની કાર્યવાહીની ધમકી આપે છે. આવા કોલને અવગણવા જોઈએ અને તાત્કાલિક જાણ કરવી જોઈએ. NPCI એ જણાવ્યું હતું કે સાયબર ગુનેગારો તેમની અથવા પરિવારના સભ્ય સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપે છે. મોટાભાગના લોકો કોલ આવતા જ ગભરાઈ જાય છે અને સાયબર ગુનેગારોનો શિકાર બની જાય છે.

તેની એડવાઈઝરીમાં NPCI એ જણાવ્યું હતું કે સાયબર ગુનેગારો આ એજન્સીઓના લોગોનો ઉપયોગ સાચા દેખાવા અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે કરે છે. AI નો ઉપયોગ કરીને તેઓ લોકોને તેમના પર વિશ્વાસ કરવા માટે બેકગ્રાઉન્ડ અવાજ અને ઓફિસ સેટિંગ્સ બનાવે છે. વધુમાં, તેઓ નકલી પોલીસ, સીબીઆઈ વગેરેના નામે લોકોને ધરપકડ કરવાની ધમકી પણ આપે છે.

આવા કોલ આવે ત્યારે શું કરવું ?

NPCI એ જણાવ્યું હતું કે આવા કોલ આવે ત્યારે ગભરાવાની જરૂર નથી. કોઈ એજન્સી લોકોને ફોન કરતી નથી. જો તમને વોટ્સએપ અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, અથવા ટેક્સ્ટ મેસેજ મળે છે, તો સ્ક્રીનશોટ લો અને સંચાર સાથી પોર્ટલ પર તેની જાણ કરો. ફરિયાદ નોંધાવતી વખતે આ સ્ક્રીનશોટ, રેકોર્ડિંગ્સ અને અન્ય માહિતી ઉપયોગી થશે. જો તમે સંચાર સાથી એપ અથવા વેબસાઇટ ખોલી શકતા નથી તો તમે તમારી ફરિયાદ નોંધાવવા માટે હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરી શકો છો.

NPCI એ તેની સલાહમાં એમ પણ જણાવ્યું હતું કે કોઈ સરકારી એજન્સી કે પોલીસ પૈસા માંગતા નથી.  બેંક ટ્રાન્સફર  કરવાનું પણ ક્યારેય નથી કહેવામાં આવતું. આવી સ્થિતિમાં, જો કોઈ તમને ફોન કરીને કે મેસેજ કરીને હેરાન કરી રહ્યું હોય તો તમે તેની ફરિયાદ કરી શકો છો.  

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર 2.57 કે 2.86, જાણો પગારમાં કેટલા હજારનો ફરક પડશે?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર 2.57 કે 2.86, જાણો પગારમાં કેટલા હજારનો ફરક પડશે?
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
Embed widget