શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
PUBG Mobile India રમવા માટે આ રીતે કરો પ્રી-રજિસ્ટ્રેશન, જાણો આ વખતે ગેમમાં શું હશે ખાસ
એક રિપોર્ટ અનુસાર પબજી મોબાઈલ ઇન્ડિયામાં યૂઝર્સે કોઈ નવી આઈડી બનાવાવની જરૂરત નહીં પડે.
PUBGની ભારત વાપસીને લઈને હવે પબજીના શોખીન લોકોની ઉત્સુકતા વધી રહી છે. કહેવાય છે કે, પબજી ટૂંકમાં જ ભારતમાં રિલોન્ચ થાની છે. આ પહેલા PUBG મોબાઈલ ઇન્ડિયા માટે પ્રી રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે. એન્ડ્રોઈડ અને iOS ના યૂઝર્સ PUBGના ઇન્ડિયન વર્ઝનને રમવા3 માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આવો જાણીએ કેવી રીતે થશે રજિસ્ટ્રેશન
આ રીતે કરો રજિસ્ટ્રેશન
PUBG Mobile India રમવા માટે એન્ડ્રોઈડ અને આઈઓએસના યૂઝર્સ TapTap ગેમ શેર કોમ્યુનિટીમાં પ્રી-રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ સુવિધા માત્ર કોમ્યુનિટી સભ્ય માટે જ ઉપલબ્ધ છે. પબજી રમવા માટે અત્યાર સુધી ત્રણ લાખ યૂઝર્સ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. ટેપટેપ સ્ટોરની રેટિંગ 9.8 છે. જોકે હજુ સુધી પબજી ગેમ બનાવનારી કંપનીએ તેની કોઈ સત્તાવાર જાણકારી આપી નથી.
નહીં પડે કોઈ આઈડીની જરૂરત
એક રિપોર્ટ અનુસાર પબજી મોબાઈલ ઇન્ડિયામાં યૂઝર્સે કોઈ નવી આઈડી બનાવાવની જરૂરત નહીં પડે. તેમાં યૂઝર્સની જૂનું આઈડી જ કામ કરશે. ઉપરાંત પબજીનું ઇન્ડિયા વર્ઝન ગ્લોબલ વર્ઝન કરતાં થોડું અલગ હશે અને એ જૂના આઈડીથી જ ચાલશે. તેને અપડેટ વર્ઝન ગણવામાં આવશે. પબજી માટે યૂઝર્સને આ વખતે વેરિફિકેશન કરાવવું પડશે. સુરક્ષા માટે તેને કંપનીએ લાગુ કર્યું છે.
Azure કરશે ડેટા પ્રોટેક્ટ
અહેવાલ અનુસાર PUBG એ આ વખતે યૂઝર્સનો ડેટા સુરક્ષિર રાખવા માટે માઈક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસ Azure સાથે હાથ મિલાવ્યા છે. ડેટા પ્રાઈવેસી અને સિક્યોરિટી પર ભારત સરકારના નિયમો અનુસાર તૈયારી કરવામાં આવી રહી છે જેથી યૂઝર્સનો ડેટા સુરક્ષિત રહે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion