શોધખોળ કરો

Jio, Airtel અને Viથી દુરી તો BSNLથી નજીદીકીયાં, કાશ્મીરમાં મોટા પ્રમાણમાં પૉર્ટ થઇ રહ્યાં છે નંબર

BSNL Port: જ્યારથી ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનના દરમાં વધારો કર્યો છે, લોકો સરકારી ટેલિકૉમ કંપની BSNL તરફ વળ્યા છે

BSNL Port: જ્યારથી ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનના દરમાં વધારો કર્યો છે, લોકો સરકારી ટેલિકૉમ કંપની BSNL તરફ વળ્યા છે. સ્થિતિ એ છે કે Airtel, Jio અને Vi યૂઝર્સ વધુને વધુ તેમના નંબર BSNL પર પૉર્ટ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, દરરોજ 300 થી 400 ગ્રાહકો કાશ્મીરમાં પૉર્ટ કરી રહ્યા છે.

રાઇઝિંગ કાશ્મીરના રિપોર્ટ અનુસાર, BSNLના જનસંપર્ક અધિકારી મસૂદ બાલાનું કહેવું છે કે કંપનીના આકર્ષક પ્લાનને કારણે તેમને છેલ્લા બે અઠવાડિયામાં દરરોજ 300 થી 400 પૉર્ટ રિક્વેસ્ટ મળી છે. જનતા તરફથી હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે જે પ્રોત્સાહક છે.

'5G ટાવર લગાવવાની પણ બનાવી રહ્યાં છે યોજના' 
બીએસએનએલના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં જમ્મુ અને કાશ્મીરમાં 4જી સર્વિસ અમલમાં છે. અહીં 500 થી વધુ 5G મોબાઈલ ટાવર લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. BSNL કાશ્મીરમાં દરેક જગ્યાએ હાજરી ધરાવે છે. મસૂદે એમ પણ કહ્યું કે અમે ખાનગી ટેલિકૉમ કંપનીઓનો સામનો કરવા માટે કોઈ યોજના શરૂ કરી નથી, પરંતુ આ યોજનાઓ પહેલેથી જ ચાલી રહી છે.

Jio, Airtel અને Viએ મોંઘા કર્યા રિચાર્જ 
Jio, Airtel અને Viએ ગયા મહિને તેમના પ્લાનની કિંમત વધારવાની જાહેરાત કરી હતી, જે આ મહિને 3 અને 4 જુલાઈથી અમલમાં આવી હતી. જે બાદ હવે યૂઝર્સને પ્લાન રિચાર્જ કરવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. ટેલિકોમ કંપનીઓએ કહ્યું છે કે વધતી કિંમતો પાછળનું કારણ એવરેજ રેવન્યૂ પ્રતિ યૂઝર (ARPU)માં વધારો કરવાનું છે.

Jio એ સૌથી વધુ કિંમત વધારી છે. કંપનીએ એક જ વારમાં કિંમતોમાં 12 થી 25 ટકાનો સીધો વધારો કર્યો છે. જ્યારે એરટેલે કિંમતોમાં 11 થી 21 ટકા અને Viએ 10 થી 21 ટકાનો વધારો કર્યો છે. સોશિયલ મીડિયા પર લોકોનો સૌથી વધુ ગુસ્સો Jioને લઈને વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ કારણોસર લોકો હવે BSNL તરફ વળ્યા છે.

ટોપ સ્ટોરી

કોલેજના વિદ્યાર્થીઓને Googleની મોટી ભેટ, 4,800 રૂપિયાનો AI પ્લાન એક વર્ષ સુધી કર્યો ફ્રી
કોલેજના વિદ્યાર્થીઓને Googleની મોટી ભેટ, 4,800 રૂપિયાનો AI પ્લાન એક વર્ષ સુધી કર્યો ફ્રી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget