શોધખોળ કરો

AC સાથે પંખો ચલાવવાથી વીજળી બિલ ઘટશે કે વધશે? જાણી લો આખું ગણિત

AC and ceiling fan together: ઉનાળામાં AC ના કારણે આવતા તોતિંગ લાઈટ બિલથી પરેશાન છો? માત્ર એક સામાન્ય પંખાનો યોગ્ય ઉપયોગ તમને હજારો રૂપિયાની બચત કરાવી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઉનાળામાં AC સાથે પંખો ચલાવવાથી વીજળી બિલ ઘટે છે.
  • પંખો રૂમમાં ઠંડી હવા ફેલાવી ઝડપથી ઠંડક આપે છે.
  • આનાથી AC પર ઓછું દબાણ આવતા વીજ વપરાશ ઘટે છે.
  • તાપમાન વધારી BLDC પંખાથી વધુ નાણાંની બચત શક્ય છે.

AC and ceiling fan together: ઉનાળાની કાળઝાળ ગરમીમાં રૂમને જલ્દી ઠંડો કરવા માટે લોકો AC નું તાપમાન એકદમ નીચું કરી દેતા હોય છે. પરંતુ આવું કરવાથી મહિનાના અંતે આવતું વીજળીનું તોતિંગ બિલ ઊંઘ હરામ કરી દે છે. જો કે, આ સમસ્યાનો એક એકદમ સરળ અને સસ્તો ઉપાય તમારા રૂમમાં જ રહેલો છે, અને તે છે તમારો સીલિંગ ફેન (પંખો). ઘણા લોકો AC ચાલુ કરતાની સાથે જ પંખો બંધ કરી દે છે, પરંતુ નિષ્ણાતો માને છે કે જો AC ની સાથે પંખો પણ ધીમી ગતિએ ચલાવવામાં આવે તો રૂમમાં ઠંડક પણ જલ્દી થાય છે અને તમારું વીજળીનું બિલ પણ ઘણું બચી જાય છે.

પંખો રૂમને નહીં, પણ તમને ઠંડક આપે છે

મોટાભાગના લોકોને એવું લાગે છે કે પંખો રૂમનું તાપમાન ઘટાડે છે, પણ હકીકતમાં એવું નથી. પંખાનું મુખ્ય કામ તમારા શરીર સુધી હવા પહોંચાડવાનું છે. જ્યારે પંખાની હવા સીધી તમારી ચામડી પર પડે છે, ત્યારે પરસેવો જલ્દી સુકાય છે અને શરીરની ગરમી બહાર નીકળે છે. આનાથી તમને રૂમના અસલી તાપમાન કરતા લગભગ 2 ડિગ્રી સેલ્સિયસ વધુ ઠંડકનો અહેસાસ થાય છે. રાતની સારી અને આરામદાયક ઊંઘ માટે આ 2 ડિગ્રીનો તફાવત બહુ મોટો ભાગ ભજવે છે.

AC પર કેવી રીતે ઓછું દબાણ પડે છે?

વિજ્ઞાનનો નિયમ છે કે ઠંડી હવા હંમેશા ભારે હોય છે એટલે તે નીચેની તરફ જમા થાય છે. આથી જ ઘણીવાર એવું બને છે કે રૂમનો નીચેનો ભાગ ઠંડો થઈ જાય છે પણ ઉપરનો ભાગ ગરમ રહે છે. આના કારણે AC ના કોમ્પ્રેસરને આખા રૂમને સમાન રીતે ઠંડો કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. પણ જ્યારે તમે AC ની સાથે પંખો ચલાવો છો, ત્યારે પંખો રૂમની ઠંડી અને ગરમ હવાને સરખી રીતે મિક્સ કરીને આખા રૂમમાં ફેલાવી દે છે. આનાથી AC નું થર્મોસ્ટેટ જલ્દી સેટ કરેલા તાપમાન સુધી પહોંચી જાય છે અને કોમ્પ્રેસર ઓછો સમય ચાલે છે, પરિણામે વીજળીનો વપરાશ ઘટી જાય છે.

વીજળી બચાવવાનું અસલી ગણિત

જો તમે પંખા સાથે AC નો ઉપયોગ કરો છો, તો તમે AC નું તાપમાન 24°C કે 25°C પર સેટ કરીને પણ 22°C જેવી જ ઠંડકનો અનુભવ કરી શકો છો. એક સામાન્ય AC લગભગ 1000 થી 2000 વોટ વીજળી વાપરે છે, જ્યારે સીલિંગ ફેન માત્ર 15 થી 70 વોટ વીજળી લે છે. ઉર્જા નિષ્ણાતો કહે છે કે, AC ના તાપમાનમાં જો 1 ડિગ્રીનો પણ વધારો કરવામાં આવે તો વીજળીના બિલમાં 4 થી 8 ટકાનો સીધો ઘટાડો થઈ શકે છે.

તો રૂપિયાની કેટલી બચત થશે?

માની લો કે તમારું AC રોજ 8 કલાક ચાલે છે અને 1500 વોટ વીજળી વાપરે છે. આનો અર્થ એ કે તે રોજ 12 યુનિટ બાળે છે. જો 1 યુનિટનો ભાવ 8 રૂપિયા ગણીએ, તો રોજનો ખર્ચ 96 રૂપિયા થાય અને મહિનાનું બિલ લગભગ 2880 રૂપિયા આવે.

હવે જો તમે AC નું તાપમાન 3 ડિગ્રી વધારી દો અને સાથે 50 વોટનો પંખો ચલાવો, તો પંખાનો ખર્ચ સામાન્ય આવશે પણ AC નો વીજ વપરાશ 12 થી 24 ટકા જેટલો ઘટી જશે. આનાથી તમે મહિનાના અંતે સેંકડો રૂપિયા બચાવી શકો છો. ઉનાળાની 4 મહિનાની સિઝનમાં તમારી આ બચત 1200 થી 2400 રૂપિયા કે તેથી પણ વધુ થઈ શકે છે.

BLDC પંખા વાપરવાથી થશે ડબલ ફાયદો

આજકાલ બજારમાં BLDC ટેકનોલોજી વાળા પંખા મળે છે જે સામાન્ય પંખા કરતા ઘણી ઓછી વીજળી વાપરે છે. આ પંખા ફૂલ સ્પીડમાં પણ માત્ર 15 થી 28 વોટ જ લે છે. જો તમે નવો પંખો લેવાનું વિચારી રહ્યા છો, તો આધુનિક BLDC પંખો લેશો તો વીજળીનું બિલ હજુ પણ ઓછું આવશે.

આટલું ખાસ ધ્યાન રાખજો:

પંખો માત્ર તમારા શરીરને ઠંડક આપે છે, તેથી જ્યારે રૂમમાં કોઈ ન હોય ત્યારે તેને બંધ જ રાખવો. ખાલી રૂમમાં પંખો ચલાવવાથી વીજળી તો બગડશે જ, સાથે મોટરની ગરમીથી રૂમ વધુ ગરમ થશે.

ઉનાળામાં પંખો યોગ્ય દિશામાં (નીચેની તરફ હવા ફેંકે તેમ) ફરતો હોવો જોઈએ.

AC ના ફિલ્ટર અને પંખાની બ્લેડ નિયમિત સાફ કરતા રહો. ધૂળ જમા થવાથી બંને મશીનોની કાર્યક્ષમતા ઘટે છે અને વીજળીનું બિલ વધે છે.

Frequently Asked Questions

AC સાથે પંખો ચલાવવાથી શું ફાયદો થાય છે?

AC સાથે પંખો ચલાવવાથી રૂમ ઝડપથી ઠંડો થાય છે અને વીજળીનું બિલ પણ ઓછું આવે છે. પંખો ઠંડી અને ગરમ હવાને મિક્સ કરીને રૂમમાં સમાન ઠંડક ફેલાવે છે.

પંખો રૂમને ઠંડો પાડે છે કે વ્યક્તિને?

પંખો રૂમનું તાપમાન ઘટાડતો નથી, પણ તમારા શરીર સુધી હવા પહોંચાડીને પરસેવો સુકવે છે. આનાથી તમને રૂમના વાસ્તવિક તાપમાન કરતાં 2 ડિગ્રી વધુ ઠંડકનો અનુભવ થાય છે.

AC સાથે પંખો ચલાવવાથી વીજળી કેવી રીતે બચે છે?

પંખો રૂમની ઠંડી (નીચે) અને ગરમ (ઉપર) હવાને મિક્સ કરી દે છે. આનાથી AC ના કોમ્પ્રેસરને ઓછું કામ કરવું પડે છે અને તે જલ્દી સેટ તાપમાન સુધી પહોંચી જાય છે, જેથી વીજળીનો વપરાશ ઘટે છે.

AC અને પંખાનો ઉપયોગ કરતી વખતે કેટલું તાપમાન સેટ કરવું જોઈએ?

તમે AC નું તાપમાન 24°C કે 25°C પર સેટ કરીને પણ પંખા સાથે 22°C જેવી જ ઠંડકનો અનુભવ કરી શકો છો. AC ના તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો 4 થી 8 ટકા વીજળી બચાવી શકે છે.

વીજળી બચાવવા માટે કેવા પંખા વાપરવા જોઈએ?

વીજળી બચાવવા માટે BLDC ટેકનોલોજી વાળા પંખા વાપરવા જોઈએ. આ પંખા સામાન્ય પંખા કરતા ઘણી ઓછી વીજળી વાપરે છે, ફૂલ સ્પીડમાં પણ માત્ર 15 થી 28 વોટ જ લે છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Embed widget