શોધખોળ કરો
Advertisement
ટૂંક સમયમાં લોન્ચ થશે Samsung Galaxy S21 સીરીઝ, પ્રી-બુકિંગ પર ફ્રીમાં મળી રહી છે આ ગિફ્ટ
સીરીઝનો Galaxy S21 Ultra S-Penની સાથે આવનાર પ્રથમ ફોન હશે. કંપનીએ આ S-પેન અત્યાર સુધી Galaxy Note અને Tab સીરીઝ સાથે જ આપી હતી.
સેમસંગે હાલમાં જ પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જ્યારે હવે કંપની 14 જાન્યુઆરીએ પોતાની Galaxy S21 સીરીઝ લોન્ચ કવા જઈ રહી છે, જેનું પ્રી-બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તમે ઇચ્છો તો ઓર્ડર કરી શકો છો. Samsungની વેબસાઈટ અનુસાર Samsung Galaxy S21 સીરીઝ સ્માર્ટફોનનું પ્રી બુકિંગ કરાવવા પર 3849 રૂપિયાવાળું ફોન કવ બિલકુલ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે, સાથે જ અનેક ઓફર્સ પણ મળી રહી છે.
ત્રણ મોડલ થશે લોન્ચ
અહેવાલ અનુસાર Samsung Galaxy S21 સીરીઝ અંતર્ગત ત્રણ મોડલ Galaxy S21, Galaxy S21 Plus અને Galaxy S21 Ultra લોન્ચ થઈ શકે છે. સીરીઝનો Galaxy S21 Ultra S-Penની સાથે આવનાર પ્રથમ ફોન હશે. કંપનીએ આ S-પેન અત્યાર સુધી Galaxy Note અને Tab સીરીઝ સાથે જ આપી હતી.
આ આઈટમ મળશે ફ્રી
Samsung Galaxy S21 અને Galaxy S21 Plus સ્માર્ટફોનનું પ્રી બુકંગ કરાવનાર ગ્રાહકોને પહેલા SmartTag અને Galaxy Buds Live ફ્રી આપવામાં અહેવાલ હતા. જ્યારે હવે જે ગ્રાહક Samsung Galaxy S21 Ultraનું પ્રી-બુકિંગ કરશે, તેને Galaxy SmartTag અને Galaxy Buds Pro ફ્રીમાં આપવામાં આવશે. કહેવાય છે કે, Galaxy S21ને વાયોલેટ ગ્રે, વ્હાઇટ અને પિંક કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement