શોધખોળ કરો

Tim Cook: Appleને મળ્યા નવા CEO , 15 વર્ષ બાદ ટીમ કુક આપશે રાજીનામું

Tim Cook: ટિમ કૂકે 15 વર્ષ પછી એપલના સીઈઓ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટિમ કૂકે 15 વર્ષ બાદ એપલના CEO પદેથી રાજીનામું આપ્યું.
  • જોન ટર્નસ 1 સપ્ટેમ્બરથી એપલના નવા CEO બનશે.
  • કૂક કાર્યકારી ચેરમેનની ભૂમિકા સંભાળશે, કંપની સાથે જોડાયેલા રહેશે.
  • કૂકના નેતૃત્વ હેઠળ એપલે અનેક નવા ઉત્પાદનો લોન્ચ કર્યા.

Tim Cook: ટિમ કૂકે 15 વર્ષ પછી એપલના સીઈઓ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. કુકના ઔપચારિક રાજીનામા બાદ જોન ટર્નસ એપલના નવા સીઈઓ બનશે. કુક એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકા સંભાળશે. જોન ટર્નસ હાલમાં એપલના હાર્ડવેર એન્જિનિયરિંગના ચીફ છે. તેઓ છેલ્લા 25 વર્ષથી એપલ સાથે છે. તેઓ 1 સપ્ટેમ્બરના રોજ સીઈઓની ભૂમિકા સંભાળશે.

એપલમાં આ ફેરફાર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષોથી એવી અટકળો ચાલી રહી હતી કે ટિમ કૂક સીઈઓ પદ છોડી શકે છે. આખરે તેની પુષ્ટી થઈ ગઈ છે. કુક 2011થી કંપનીનું નેતૃત્વ કરી રહ્યા હતા જ્યારે સ્ટીવ જોબ્સે સ્વાસ્થ્ય કારણોસર રાજીનામું આપ્યું હતું. 65 વર્ષીય કૂક 1 સપ્ટેમ્બરના રોજ જોન ટર્નસને સીઈઓની ભૂમિકા સોંપશે. તે પછી તેઓ એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે એપલ સાથે રહેશે.

જ્યારે કૂકે સ્ટીવ જોબ્સ પાસેથી પદ સંભાળ્યું ત્યારે તેમણે ઘણા પડકારોનો સામનો કર્યો. તેમણે એપલને નવી ઊંચાઈઓ પર લઈ ગયા અને તેમના નેતૃત્વ હેઠળ કંપનીએ અનેક સફળતા મેળવી છે 

ટિમ કૂકની એપલ સાથેની સફર

સ્ટીવ જોબ્સે પોતાનું પદ છોડ્યા પછી ટિમ કૂકે 2011માં એપલના સીઈઓની જવાબદારી સંભાળી હતી. તેઓ 1998માં એપલમાં જોડાયા. તે સમયે કંપની ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. સ્ટીવ જોબ્સે એપલની ઓપરેશન્સ ટીમને નવી દિશામાં લઈ જવા માટે ટિમ કૂકને નોકરી પર રાખ્યા હતા.

તેમણે 2005 થી 2011 સુધી કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે સેવા આપી. આ સમય દરમિયાન, તેમણે વૈશ્વિક સ્તરે આઇપોડ, મેકબુક, આઇફોન અને આઈપેડ જેવા ઉત્પાદનો માટે સપ્લાય ચેઇનને મજબૂત બનાવી. એવું માનવામાં આવે છે કે ટિમ કૂકે એપલના મોટા પાયે પ્રોડક્ટ લોન્ચમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

2011માં સીઈઓ બન્યા

સ્ટીવ જોબ્સની બીમારી દરમિયાન ટિમ કૂકે કંપનીના વચગાળાના સીઈઓ તરીકે સેવા આપી. 24 ઓગસ્ટ, 2011ના રોજ સ્ટીવ જોબ્સે ટિમ કૂકને એપલના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા. કૂકના નેતૃત્વ હેઠળ એપલે ઘણા મહત્વપૂર્ણ સીમાચિહ્નો હાંસલ કર્યા.

કૂકના CEO તરીકેના કાર્યકાળ દરમિયાન કંપનીએ Apple Watch, AirPods, M1, M2, અને M3 સિલિકોન ચિપ્સ અને Apple Vision Pro જેવા નવા ઉત્પાદનો લોન્ચ કર્યા. Apple $3 ટ્રિલિયનના વેલ્યૂએશન સુધી પહોંચનારી પ્રથમ કંપની બની. કૂકના નેતૃત્વ હેઠળ iCloud, Apple Music, Apple TV+ અને App Store જેવા સર્વિસ બિઝનેસનો વિસ્તાર થયો.

ટોપ સ્ટોરી

Jio ની દિવાળી ભેટ: માત્ર ₹147 થી શરૂ થતા 4 નવા સસ્તા પ્લાન લોન્ચ, મળશે અનલિમિટેડ કોલિંગ
Jio ની દિવાળી ભેટ: માત્ર ₹147 થી શરૂ થતા 4 નવા સસ્તા પ્લાન લોન્ચ, મળશે અનલિમિટેડ કોલિંગ
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
Phone Charging Tips: રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
Phone Charging Tips :રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રેલીમાં 10 લાખ લોકો પહોંચવાનો દાવો
રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રેલીમાં 10 લાખ લોકો પહોંચવાનો દાવો
IND vs NZ: હેમિલ્ટનમાં થશે રનનો વરસાદ કે ચાલશે બોલરોનો જાદુ? જાણો પીચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
IND vs NZ: હેમિલ્ટનમાં થશે રનનો વરસાદ કે ચાલશે બોલરોનો જાદુ? જાણો પીચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
Embed widget