શોધખોળ કરો

13 કરોડ ભારતીયોને મોટો ફટકો! હવે મફતમાં ટીવી જોવાનો જમાનો જશે? જાણો શું છે TRAI નો નવો પ્લાન

TRAI હવે સ્માર્ટ ટીવી એપ્સ માટે DTH અને કેબલ જેવા જ કડક નિયમો લાવવાની તૈયારીમાં; 4 મે 2026 ના રોજ લેવાઈ શકે છે મોટો નિર્ણય.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • TRAI સ્માર્ટ ટીવી એપ્લિકેશન્સ પર DTH જેવા નિયમો લાગુ કરશે.
  • 13 કરોડથી વધુ લોકો ફ્રી ચેનલો જોઈ શકશે નહીં.
  • DTH અને સ્માર્ટ ટીવી વચ્ચે સમાન નિયમો લાગુ થશે.
  • TRAI 4 મે, 2026 સુધીમાં અંતિમ નિર્ણય લેશે.

જો તમે પણ ઘરમાં DTH કે કેબલ કનેક્શન વિના સ્માર્ટ ટીવી પર ઈન્ટરનેટની મદદથી મફતમાં ટીવી ચેનલો જોવાની મજા માણી રહ્યા છો, તો તમારા માટે એક માઠા સમાચાર છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) હવે સ્માર્ટ ટીવી એપ્લિકેશન્સ પર પણ ડીટીએચ (DTH) અને કેબલ ટીવી જેવા જ કડક નિયમો લાગુ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આગામી 4 મે, 2026 ના રોજ આ અંગે અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. જો આમ થશે, તો દેશના 13 કરોડથી વધુ લોકોને મોટો ફટકો પડશે અને અત્યાર સુધી સ્માર્ટ ટીવી પર ફ્રીમાં મળતી 150 થી વધુ ચેનલો માટે લોકોએ ખિસ્સા ઢીલા કરવા પડી શકે છે.

મફત ચેનલોનો જમાનો કેમ પૂરો થઈ શકે છે?

સ્માર્ટ ટીવી આવ્યા પછી ભારતમાં લોકોની ટીવી જોવાની સ્ટાઈલ સાવ બદલાઈ ગઈ છે. હવે ફક્ત એક ઈન્ટરનેટ કનેક્શન હોય એટલે સેંકડો ચેનલો મફતમાં જોઈ શકાય છે. પરંતુ શું આ સુવિધા કાયમ માટે ચાલુ રહેશે? TRAI હવે આ વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવા માંગે છે. TRAI વિચારી રહ્યું છે કે જે નિયમો DTH અને કેબલ ઓપરેટરોને લાગુ પડે છે, તે જ નિયમો હવે સ્માર્ટ ટીવીની લાઈવ એપ્લિકેશનોને પણ લાગુ થવા જોઈએ. જો આ નવો નિયમ અમલમાં આવશે, તો અગાઉ જે ચેનલો બિલકુલ ફ્રીમાં જોવા મળતી હતી, તેના પર ચાર્જ લાગી શકે છે.

DTH અને સ્માર્ટ ટીવી વચ્ચે આટલો ભેદભાવ કેમ?

તમને સવાલ થશે કે સરકાર આવું શા માટે કરી રહી છે? તો વાત એમ છે કે, DTH અને કેબલ કંપનીઓ સરકારને મોટી રકમ લાયસન્સ ફી તરીકે ચૂકવે છે અને ઘણા કડક નિયમોનું પાલન કરે છે. આથી તેમણે ગ્રાહકો પાસેથી ચેનલના પેકેજના પૈસા લેવા પડે છે. જ્યારે બીજી બાજુ, સ્માર્ટ ટીવી પર ચેનલો બતાવતી એપ્લિકેશનો પર હજુ સુધી આવા કોઈ જ નિયમો લાગુ પડતા નથી. આ જ વિસંગતતા (ભેદભાવ) દૂર કરવા અને બધા માટે સમાન નિયમો લાવવા માટે હવે પ્રયાસો ચાલી રહ્યા છે.

કેટલા લોકો પર પડશે સીધી અસર?

એક આંકડા મુજબ, ભારતમાં અત્યારે 13 કરોડથી પણ વધુ લોકો એવા છે જેઓ કોઈપણ જાતના સેટ-ટોપ બોક્સ કે DTH કનેક્શન વિના પોતાના સ્માર્ટ ટીવી પર 150 થી વધુ ચેનલો બિલકુલ મફતમાં જુએ છે. આ વર્ગને ન્યૂઝ, મનોરંજન કે સ્પોર્ટ્સ ચેનલો જોવા માટે માત્ર ઈન્ટરનેટ અને કેટલીક ફ્રી એપ્સની જ જરૂર પડે છે. જો ફ્રી ચેનલો બંધ થશે, તો આ 13 કરોડ યુઝર્સને સૌથી મોટી અસર થશે.

શું આની અસર દરેક ટીવી જોનાર પર થશે?

આ નિર્ણય સાંભળવામાં ભલે મોટો લાગતો હોય, પણ તેની અસર દરેક યુઝર પર નહીં પડે. કારણ કે, આજકાલ મોટાભાગના લોકો તેમના સ્માર્ટ ટીવીનો ઉપયોગ માત્ર Netflix, Amazon Prime Video અને YouTube જેવા OTT પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સિરીઝ જોવા અથવા તો ગેમિંગ માટે જ કરે છે. આવા ઘણા યુઝર્સને તો એ વાતની ખબર પણ નથી હોતી કે તેમના ટીવી પર ફ્રી ચેનલો પણ આવે છે! ટૂંકમાં, ભવિષ્યમાં સ્માર્ટ ટીવી પર મફત ચેનલો જોવી મુશ્કેલ જરૂર બની શકે છે, પરંતુ ભારતના ટીવી જોવાના અનુભવમાં કેટલો બદલાવ આવશે તે તો TRAI ના અંતિમ નિર્ણય પર જ નિર્ભર રહેશે.

Frequently Asked Questions

સ્માર્ટ ટીવી પર મફત ચેનલો જોવાનું બંધ થઈ શકે છે?

હા, TRAI સ્માર્ટ ટીવી એપ્લિકેશન્સ પર પણ DTH જેવા નિયમો લાગુ કરવા વિચારી રહી છે. આ કારણે 4 મે, 2026 થી મફત ચેનલો પર ચાર્જ લાગી શકે છે.

DTH અને સ્માર્ટ ટીવી વચ્ચે શું તફાવત છે?

DTH કંપનીઓ લાયસન્સ ફી ભરીને કડક નિયમોનું પાલન કરે છે, તેથી તેઓ ગ્રાહકો પાસેથી પૈસા લે છે. સ્માર્ટ ટીવી એપ્સ પર હાલ આવા કોઈ નિયમો નથી, જેના કારણે આ તફાવત દૂર કરવાનો પ્રયાસ છે.

કેટલા લોકો પર આ નિર્ણયની અસર થશે?

ભારતમાં 13 કરોડથી વધુ લોકો સ્માર્ટ ટીવી પર મફતમાં ચેનલો જુએ છે. જો ફ્રી ચેનલો બંધ થશે, તો આ યુઝર્સને સૌથી વધુ અસર થશે.

શું OTT પ્લેટફોર્મ્સ પર પણ અસર થશે?

ના, મોટાભાગના લોકો OTT પ્લેટફોર્મ્સ જેમ કે Netflix, Amazon Prime Video, YouTube નો ઉપયોગ ફિલ્મો અને વેબ સિરીઝ માટે કરે છે. આ નિર્ણય ફક્ત લાઈવ ટીવી ચેનલો પર અસર કરી શકે છે.

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget