શોધખોળ કરો

રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમને ધ્યાનમાં રાખતા આ દેશમાં Tik Tok અનઇન્સ્ટોલ કરવાના અપાયા આદેશ

અમેરિકા સેનાના Tik Tok ઉપયોગ પર પ્રતિબંધને લઇને અમેરિકી સેનાના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ રોબિન ઓચોઆએ કહ્યું કે સેનાના Tik Tok એપ ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ ચીન અને અમેરિકાના સંબંધો અત્યારે વણસેલા છે.ચીનની કંપનીઓને લઇને અમેરિકામાં હંમેશા હોબાળો થતો રહે છે. ગયા વર્ષે ચીનની જાયન્ટ કંપની હુઆવે પર જાસૂસીનો આરોપ લગાવી અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો હતો. હવે અમેરિકાએ તેની સેનાને દુનિયાભરમાં અત્યંત પોપ્યુલર Tik Tok એપના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. આ માટે રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આપવામાં આવ્યું છે. અમેરિકા સેનાના Tik Tok ઉપયોગ પર પ્રતિબંધને લઇને અમેરિકી સેનાના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ રોબિન ઓચોઆએ કહ્યું કે સેનાના Tik Tok એપ ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ શરૂઆત તરીકે નેવી અને રક્ષા વિભાગ બન્ને પર લગાવવામાં આવ્યો હતો. નૌસેનાએ કેટલાક દિવસ પહેલા કહ્યું હતુ કે સેનાના કર્મી Tik Tok એપનો ઉપયોગ ન કરે સાથે જ નૌસેના તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું હતુ કે કોઇપણ એપ ડાઉન કરતા પહેલા તેના વર્ણનને ધ્યાનથી વાંચો અને સાવધાન રહો. જ્યારે રક્ષા વિભાગે પણ આદેશમાં કહ્યું હતુ કે સેના કર્મી Tik Tok એપ તેમના ફોન કે ટેબલેટમાંથી તરત ડિલીટ કરે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ટિકટોકના પ્રતિનિધિઓને અમેરિકાની વિદેશી રોકાણોની સમિતિ (સીએફઆઈયુએસ) દ્વારા તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા. ટિક ટોક પર અશ્લીલતા અને ડેટા એકત્રિત કરવાનો આરોપ અવારનવાર મૂકવામાં આવે છે ગયા વર્ષે એપ્રિલમાં તમિળનાડુની અદાલતે સરકારને ટિક ટોક પર પ્રતિબંધ મૂકવા કહ્યું હતું. જો કે આ પ્રતિબંધ થોડા દિવસ પછી હટાવવામાં આવ્યો હતો.અમેરિકામાં જ હમણા એક યુવતીએ ટિકટોક પર ગેરકાયદે રીતે ડેટા એકત્ર કરીને તેને ચીનના સર્વરમાં મોકલવામાં આવે છે તેવા આક્ષોપો સાથે કોર્ટમાં કેસ કર્યો છે.

ટોપ સ્ટોરી

BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
Embed widget