Alert: જો તમને 'Happy Diwali'ના મેસેજ આવે તો ક્લિક ના કરતા, નહીં તો આ રીતે ફોન થઇ જશે હેક.......
હેકરો લોકોને ઠગવાથી લઈને બ્લેકમેલ કરવા સુધીનો ખતરનાક ખેલ હવે એક મેસેજ દ્વારા ખેલી રહ્યાં છે. દિવાળીમાં HAPPY DIWALIના શુભેચ્છાના મેસેજ સાથે આવેલી લિંક પર ક્યારેય ક્લિક ના કરવી,
Alert: દિવાળીના તહેવારો આવી ગયા છે, સ્માર્ટફોન યૂઝર્સ પોતાના સ્વજનોને મેસેજની આપ-લે કરે છે, પરંતુ આવી આપલે ક્યારેક ભારે પડી શકે છે. હાલમાં એક રિપોર્ટ પ્રમાણે ખુલાસો થયો છે કે મોબાઇલ પર હેકર્સ જુદાજુદા મેસેજ મોકલીને ફોનને હેક કરવાની પ્રક્રિયામાં લાગેલા છે. જેનાથી સ્માર્ટફોન યૂઝર્સે ચેતવુ જોઇએ. હવે તો હેકર્સ એટલા એડવાન્સ્ડ થઈ ગયા છે કે એક મેસેજ એનો સ્માર્ટફોન હેક કરી દે છે. દિવાળીથી લઈને ક્રિસમસ સુધીના તહેવારોમાં શુભેચ્છા સંદેશા મોકલીને પણ આ રીતે ઠગાઈ કરાય છે.
હવે હેકર્સ મેસેજથી હેક કરી શકે છે તમારો મોબાઇલ -
હેકરો લોકોને ઠગવાથી લઈને બ્લેકમેલ કરવા સુધીનો ખતરનાક ખેલ હવે એક મેસેજ દ્વારા ખેલી રહ્યાં છે. દિવાળીમાં HAPPY DIWALIના શુભેચ્છાના મેસેજ સાથે આવેલી લિંક પર ક્યારેય ક્લિક ના કરવી, જો તમે ક્લિક કરશો તો ક્લિક કરતાની સાથે જ તમારો તમામ ડેટા અને ફોન હેકર્સ દ્વારા હેક થઇ જાય છે. એટલુ જ નહીં ત્યારબાદ છેતરપિંડીથી લઈને બ્લેકમેલ કરવા સુધીનો રમત રમે છે. અમદાવાદના એથિકલ હેકર અને સાયબર સિક્યોરિટી એક્સપર્ટે લોકોને આવા મેસેજોથી એલર્ટ રહેવા અપીલ કરી છે.
હેકર દ્વારા શુભેચ્છા કે પછી તહેવારમાં મળતી ગિફ્ટ અંગે જણાવવામાં આવે છે. ઘણા લોકો આવી લિંક પર ક્લિક કરી દેતા હોય છે કે મેસેજ ખોલી દે છે. ત્યાર બાદ ઘણી વખત લિંકમાં અપડેટ આવતાં હોય છે એટલે તમને ખબર પણ ન પડે અને અલગ એપ્લિકેશન તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. ત્યાર બાદ ફોનનો કંટ્રોલ એટલે કે મોબાઇલના SMS, ફોન કોલ રેકોર્ડિંગ, વીડિયો અને વ્યક્તિગત ફોટોગ્રાફ્સ સહિતનો એક્સેસ સામેવાળી વ્યક્તિ પાસે જતો રહે છે. આ રીતે તહેવારોની સિઝનમાં લોકો મોટા પ્રમાણમાં છેતરપિંડીનો ભોગ બની શકે છે. તમારો ફોન આખો જ ઓપરેટ તેઓ કરી શકે તેવી પણ વ્યવસ્થા હોય છે. જેમાં ખાસ કરીને તમારો ફોન બંધ હોય એ સમયે તમારો કેમેરા તમારો માઇક્રોફોન પણ આ બધાની વચ્ચે એક્ટિવ થઈ જાય છે, જે માટે તમારે કોઈપણ અજાણી એપ્લિકેશન પર ક્લિક કરવી જોઈએ નહીં. તમને તમારા પરિચિત પણ એ એપ્લિકેશન મોકલતા હોય તો તેના કી-વર્ડ ખાસ કરીને તપાસવા જોઈએ.