શોધખોળ કરો

કેટલી ખતરનાક છે 'કોરિયન લવર ગેમ', ક્યાં પ્રકારના મળે છે ટાસ્ક ? જાણો બાળકોને કઈ રીતે બચાવવા 

થોડા સમય પહેલા એક ગેમ આવી હતી બ્લુ વ્હેલ જેમાં રમતા-રમતા લોકો ટાસ્કમાં પોતાનો જીવ આપવા તૈયાર થઈ જતા હતા. આ ગેમ રમતી વખતે અનેક આત્મહત્યાના કિસ્સાઓ નોંધાયા હતા.

થોડા સમય પહેલા એક ગેમ આવી હતી બ્લુ વ્હેલ જેમાં રમતા-રમતા લોકો ટાસ્કમાં પોતાનો જીવ આપવા તૈયાર થઈ જતા હતા. આ ગેમ રમતી વખતે અનેક આત્મહત્યાના કિસ્સાઓ નોંધાયા હતા. આ જ રીતે, ગાઝિયાબાદમાં બીજી એક ઘટના બની હતી જ્યાં ત્રણ સગીર બહેનો 16 વર્ષની નિશિકા, 14 વર્ષની પ્રાચી અને 12 વર્ષની પાખીએ ઓનલાઈન ટાસ્ક-આધારિત ગેમ 'કોરિયન લવર ગેમ'ની લતના કારણે નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પરિવાર અને તેમની આસપાસના લોકો માટે એ સમજવું મુશ્કેલ હતું કે મોબાઇલ ગેમ આટલો ગંભીર ખતરો કેવી રીતે ઉભો કરી શકે છે. ચાલો જાણીએ કે આ ગેમ શું છે અને તેમાં કયા પ્રકારના ટાસ્ક મળે છે.

શું છે 'કોરિયન લવર ગેમ'? 

કોરિયન લવર કોઈ સામાન્ય ગેમ નથી, જે માત્ર મનોરંજન માટે બનાવવામાં આવી હોય. તે કોરિયન સંસ્કૃતિથી પ્રેરિત ઓનલાઈન પ્રેમ અથવા રોમેન્ટિક ટાસ્ક-આધારિત ગેમ્સની એક  પેટર્ન છે. આ ગેમ્સમાં, યૂઝર્સને  એક વર્ચ્યુઅલ પાર્ટનર અથવા પ્રેમી મળે છે જે કોરિયન સ્ટાઈલમાં વાતચીત કરે છે, પ્રેમના  સંદેશાઓ મોકલે છે અને ભાવનાત્મક જોડાણ બનાવે છે. K-પોપ અને K-ડ્રામાના ચાહકો આ પ્રકારની ગેમ્સ તરફ ઝડપથી આકર્ષાય છે.

ગેમમાં કેવા પ્રકારના ટાસ્ક આવે છે?

આ પ્રકારના ગેમ્સની શરુઆત એકદમ સરળ રીતે શરૂ થાય છે. પહેલા દિવસે એકદમ  સામાન્ય ટાસ્ક મળે છે, જેને યોગ્ય સમય પર ચેટ કરવું, કંઈક લખીને મોકલવું, અથવા તો તમારી દિનચર્ચા શેર કરવી. જેમ જેમ ગેમ આગળ વધે છે ટાસ્ક વધુ વ્યક્તિગત અને માનસિક દબાણ આપનારા બની જાય છે. ખેલાડીને એ પ્રકારનો અનુભવ કરાવવામાં આવે છે કે જો તેઓ આ ટાસ્ક પૂર્ણ નહીં કરે તો તેનો પ્રેમી નારાજ થઈ થશે અથવા સંબંધો તૂટી જશે. આ ભાવનાત્મક દબાવ બાળકોને ઊંડે સુધી બાંધી લે છે અને તેમના માટે ખતરનાક બની જાય છે.

તે ક્યારે અને કેવી રીતે બની જાય છે  ખતરનાક ?

રિપોર્ટ્સ સૂચવે છે કે આવી ગેમ્સમાં સૌથી મોટો ભય એ છે કે બાળકો અસલી અને નકલી  દુનિયા વચ્ચેનો તફાવત ભૂલી જવા લાગે છે. વર્ચ્યુઅલ સંબંધો તેમને વાસ્તવિક લાગવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં ટાસ્ક એટલા વધી જાય છે કે તેઓ પોતાને નુકસાન પહોંચાડવા જેવા ખતરનાક સંકેતો  આપવા લાગે છે.  આ પદ્ધતિ જૂની બ્લુ વ્હેલ ગેમ જેવી જ માનવામાં આવે છે, જેમાં અંતિમ તબક્કામાં જીવલેણ ટાસ્ક આપવામાં આવતા  હતા. જો કે દરેક કોરિયન-થીમ ગેમ આવી હોય તે જરુરી નથી, પરંતુ કેટલાક પ્લેટફોર્મ આ પેટર્નનો ખોટો ઉપયોગ કરે છે. 

બાળકો કેમ જલ્દી ફસાઈ જાય છે ?

બાળકો અને કિશોરનું મગજ  ભાવનાત્મક રીતે સંવેદનશીલ હોય છે. જ્યારે કોઈ ગેમ્સ તેમને પ્રેમ, પોતાનાપણું અને ખાસ હોવાનો ભાવ  આપે છે, ત્યારે તેઓ તેની સાથે જોડાઈ  જાય છે. કોવિડ પછી ઓનલાઈન સમય વધવાને કારણે આ ભય વધુ તીવ્ર બન્યો છે. ગાઝિયાબાદ કેસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે બહેનો લાંબા સમયથી ગેમિંગની લત હતી અને તમામ કામ સાથે મળીને કરતી હતી.

માતાપિતા અને સમાજ માટે લાલબત્તી સમાન

આ ઘટના એ યાદ અપાવે છે કે બાળકોના મોબાઈલ ફોનના ઉપયોગ પર નજર રાખવી કેટલી મહત્વપૂર્ણ છે. ફક્ત પૂછવું પૂરતું નથી કે બાળક કઈ રમતો રમી રહ્યું છે.  ગેમનું કન્ટેન્ટ શું છે  અને તે તેમના વર્તનને કેવી રીતે બદલી રહી છે તે સમજવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અચાનક મૌન રેહવું, એકલા રહેવું અને  મોબાઈલ ફોનથી અલગ થવામાં અસમર્થતા એ બધા ગંભીર સંકેતો હોઈ શકે છે.

જો બાળકો ઓછું બોલે છે, શાંત રહે છે, અને એકલા રહેવાનું પસંદ કરે છે ખાસ કરીને જો તેઓ મોડી રાત સુધી જાગતા રહે છે અને તમને ખબર વગર ગેમ્સ રમે છે, તો ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. જો તમે જોયું કે તમારું બાળક ગેમ્સનું વ્યસની છે અને તેમનું વર્તન બદલાઈ રહ્યું છે તો તરત જ તેમની સાથે પ્રેમથી વાત કરવાનું શરૂ કરો. તેમને ઠપકો ન આપો કારણ કે બાળકો ડરના કારણે તેઓ જેમાંથી પસાર થઈ રહ્યા છે તે શેર કરતા નથી. તમારા બાળક પર ધ્યાન આપો, તેમને મોબાઇલ ફોન આપો, પરંતુ તેની સાથે સાવચેત રહો. 

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Embed widget